ખ્યાતિનું વધુ એક કારસ્તાન, PMJAYના દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કરતી અમદાવાદ ક્રાઈમબ્રાંચ, માત્ર 5 મિનિટમાં બનાવવામાં આવતા હતા કાર્ડ

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થઈ રહેલા બોગસ ઓપરેશનની ફરિયાદની તપાસમાં ક્રાઈમ બ્રાન્ચે વધુ એક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. હોસ્પિટલો તો બોગસ ઓપરેશન કરી રહી છે પણ દર્દીઓને કે સમાન્ય લોકોને પણ PMJAY યોજનાનું કાર્ડ સરળતાથી અને ખોટી રીતે અપાવવા અનેક દલાલો સક્રિય બન્યા છે. એટલું જ નહીં પણ PMJAY યોજનામાં સમાવેશ નહીં થઈ રહેલા દર્દી કે લોકો પાસેથી પણ અમુક રૂપિયા લઈને 5 મિનિટમાં કાર્ડ બનાવી આપતા હોવાનો પર્દાફાશ થયો છે. સરકારને ચૂનો લગાવવાના આ સૌથી મોટા દેશવ્યાપી કૌભાંડનો અમદાવાદ ક્રાઈમબ્રાંચે પર્દાફાશ કર્યો છે.

ખ્યાતિનું વધુ એક કારસ્તાન, PMJAYના દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કરતી અમદાવાદ ક્રાઈમબ્રાંચ, માત્ર 5 મિનિટમાં બનાવવામાં આવતા હતા કાર્ડ
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Dec 19, 2024 | 2:16 PM

ખ્યાતિ હોસ્પિટલકાંડની ચાલી રહેલી તપાસમાં એક બાદ એક નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ તપાસમાં અમદાવાદ ક્રાઈમબ્રાંચે PMJAY માં ચાલી રહેલા સૌથી મોટા દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અત્યાર સુધીની તપાસમાં ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા હાથ લાગી છે. આ તપાસમાં જાણવા મળ્યુ છે કે કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂત PMJAY અંતર્ગત ઓપરેશન કરવા માટે ગેરકાયદે રીતે આયુષ્યમાન કાર્ડ કઢાવી આપતા હતા. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા કેટલાક દર્દીઓ પાસે PMJAY કાર્ડ ન હતુ. આ દર્દીઓનું ઓપરેશન કરવાનું હોવાથી માત્ર 15 મિનિટમાં જ તેમના આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે PMJAY ડેસ્ક પર કામ કરતા મેહુલ પટેલની પૂછપરછ કરી તો જાણવા મળ્યુ કે હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ અને CEO ચિરાગ રાજપૂતના કહેવાથી નિમેષ ડોડિયા નામના શખ્સ પાસે કાર્ડ તૈયાર કરાવતો હતો.

જેસીપી શરદ સિંઘલનું કારિડ પણ 15 મિનિટમાં બનાવી આપ્યુ

ક્રાઈમ બ્રાંચના જેસીપી શરદ સિંઘલના જણાવ્યા મુજબ દેશવ્યાપી ચાલી રહેલા આ કૌભાંડમાં અત્યાર સુધીમાં ગેરકાયદે રીતે કાર્ડ બનાવી આપનારા શખ્સોમાં નિમેષ ડોડિયા, મહંમદફઝલ શેખ, નરેન્દ્રસિં ગોહિલ, મોહંમદઅસ્પાક શેખ, ઇમ્તિયાઝ અને ઇમરાન જાબીર હુસૈનની PMJAY યોજનાના કાર્ડ બનાવવાના કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓના મોત કેસમાં શરૂ કરેલી તપાસમાં ક્રાઇમ બ્રાન્ચએ PMJAY યોજનાનો લાભ લેવા ગામમાં કેમ્પ કરીને દર્દીઓની સર્જરી કરી હોવાના કાંડનો ખુલાસો કર્યો હતો. આ કેસની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચે ડેટા મેળવવા બે કોમ્પ્યુટર તથા એનજીઓગ્રાફી કરેલા દર્દીઓના ડેટાની તપાસ કરવા ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY યોજનાનું કામ સંભાળતા કર્મચારી મેહુલ પટેલની પૂછપરછ કરતા PMJAY યોજનાના કાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ, રાહુલ જૈન અને ચિરાગ રાજપૂત અમદાવાદના અમદુપુરામાં રહેતા નિમેષ ડોડીયા દ્વારા રૂ 1500માં દર્દીઓના PMJAY યોજનાના આયુષ્યમાન કાર્ડ બનાવતો હતો. નિમેષ એથિકલ હેકર્સ છે જેથી PMJAY કાર્ડના પોર્ટલમાં ખામી રહી જાય છે તેનો લાભ લઈને કાર્ડ બનાવતો હતો. માત્ર 15 મિનિટમાં PMJAY કાર્ડ બનાવી દેતા હોવાનું ખુલ્યું છે. આ કૌભાડ કરનારા પાસેથી ક્રાઇમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ એ પોતાનું આયુષ્યમાન કાર્ડ બનાવીને કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને આ કેસમાં વધુ એક ગુનો નોંધીને 6 આરોપીઓની ધરપકડ કરી છે.

બિહારનો રાશીદ ગેરકાયદે PMJAY કાર્ડ બનાવવાના સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઈન્ડ

ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે નિમેષ ડોડીયા જુદા જુદા ઓનલાઈન પોર્ટલ ચલાવતો હતો. આ પોર્ટલ દ્વારા લોકોને બનાવટી આયુષ્યમાન કાર્ડ બનાવી આપતો હતો. આ આરોપીએ અન્ય રાજ્યો અને ગુજરાતના જુદા જુદા વોટ્સએપ તથા ટેલિગ્રામ ગ્રુપમાં PMJAY યોજનાના કાર્ડનું નેટવર્ક બનાવ્યું હતું. આ નેટર્વકમાં કાલુપુરનો મોહમદ ફઝલ, વટવાનો અશ્ફાક ભાવનગરનો નરેન્દ્રસિંહ ગોહિલ અને ઈમ્તિયાઝ તથા સુરત ના ઇમરાનનું કનેક્શન ખુલતા ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં બિહારના રાશીદ નામના વ્યક્તિનું પણ નામ ખુલ્યું છે. જે ખાનગી પોર્ટલથી કાર્ડ બનાવતો હતો. જ્યારે અમદાવાદમાં PMJAY યોજના માટે જરૂરી આયુષમાન કાર્ડનો કોટ્રાક્ટ ધરાવતી એન્સર કોમ્યુનિકેશન કંપનીના કર્મચારી નિખિલ પારેખ લોગીન અને યુઝર આઇડી તથા લોગીન OTP આરોપી નરેન્દ્રસિંહને આપીને ગેરકાયદેસર દસ્તાવેજો વગર આયુષ્યમાન કાર્ડ બનાવતા હતો. આ નરેન્દ્રસિંહ નિખિલ પારેખને આઇડી માટે દર મહિને 8 હજારથી 10 હજાર રકમ ચૂકવતો હતો. આ આરોપી રેશનકાર્ડમાં માસ્ટર કી થી બીજા નામમાં એડ કરીને કાર્ડ તૈયાર કરતા હોવાનો ખુલાસો થયો છે. આ આરોપીઓએ 1200 થી 1500 જેટલા આયુષ્યમાન કાર્ડ સરકારી પોર્ટલની ટેક્નિકલ ખામીનો દૂરોપયોગ કરી વેબસાઈટ પર જઈને સોર્સ કોર્ડ સાથે ચેડાં કરી બનાવ્યા હતા.

શિયાળામાં છાતીમાં જામી ગયો છે કફ, તો કરો આ ઉપાય
નવા વર્ષ 2025માં રાહુ-કેતુ, શનિ અને ગુરુ પોતાની ચાલ બદલશે, આ રાશિના લોકો થશે માલામાલ
Health News : રાજમા ખાવાથી થાય છે અઢળક લાભ, જાણો
Desi Ghee : શું તમને ચહેરા પર ઘી લગાવવાના ફાયદા ખબર છે?
વામિકા ગબ્બી શા માટે ઐશ્વર્યાનો આ 22 વર્ષ જૂનો રોલ કરવા માંગે છે?
રવિચંદ્રન અશ્વિનની પહેલી ગર્લફ્રેન્ડ કોણ છે?

દેશવ્યાપી કૌભાંડમાં કુલ 10 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી સઘન તપાસ શરૂ

સામાન્ય રીતે PMJAY કાર્ડ માટે લોકોએ વેબસાઇટમાં જઈને આધારકાર્ડ અપલોડ કરવાનું હોય છે. જેમાંથી 80 ટકા મેચ થઈ જાય તો PMAJY કાર્ડ મળી જતું હોય છે. જો ડેટા મેચિંગ થાય નહીં તો લેયર 1 પર જવાનું હોય છે. લેયર 1 નું કામકાજ NFSA કંપની સંભાળતી હતી. જો લેયર 1 માં એપ્રુવ થાય નહીં તો લેયર 2 જે સરકાર ની ટીમ હોય છે તે એપ્રુવ કરે છે અને જો લેયર 1 અને 2 માં એપ્રુવૅ થાય નહીં તો ઇન્કમ સર્ટી અપલોડ કરવું પડે છે, પરંતુ આ કૌભાંડ માં લેયર 1 ની પ્રક્રિયા પૂર્ણ કરીને ગેરકાયદેસર કાર્ડ બનાવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેથી ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતી હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ, CEO ચિરાગ રાજપૂત, નિમેષ ડોડીયા, મોહમદફઝલ શેખ, મોહમદઅસપાક શેખ, નરેન્દ્રસિંહ ગોહિલ, ઈમ્તિયાઝ, રાશીદ, ઇમરાન અને નિખિલ પારેખ સહિત 10 વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. PMJAY યોજના કાર્ડ કૌભાંડમાં ચિરાગ રાજપૂતની ક્રાઇમ બ્રાન્ચ જેલમાંથી કસ્ટડી મેળવશે. જ્યારે કાર્તિક પટેલ, નિખિલ પારેખ અને રાશીદ હજુ વોન્ટેડ છે. જેથી તેઓની ધરપકડ માટે જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">