Ashwin Retirement : અશ્વિન કરોડોની કારમાં બેસી એરપોર્ટથી ઘરે પહોંચ્યો, જુઓ વીડિયો

રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ બાદ નિવૃત્તિની જાહેરાત કરી છે. ત્યારબાદ તે ભારત આવવા માટે નીકળ્યો હતો. હવે તે ભારત આવી ચૂક્યો છે. તેમનું ચેન્નાઈ એરપોર્ટ પર શાનદાર રીતે સ્વાગત કરવામાં આવ્યું હતુ.

Ashwin Retirement : અશ્વિન કરોડોની કારમાં બેસી એરપોર્ટથી ઘરે પહોંચ્યો, જુઓ વીડિયો
Follow Us:
| Updated on: Dec 19, 2024 | 2:13 PM

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી મેચ બ્રિસબેનમાં રમાય હતી. આ મેચમાં સતત વરસાદને કારણે ડ્રો જાહેર કરવામાં આવી હતી. મેચ પૂર્ણ થયા બાદ ભારતના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને અચાનક સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેમની નિવૃતિએ ક્રિકેટ એક્સપર્ટ સહિત સાથી ખેલાડીઓને પણ હેરાન કરી દીધા હતા. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે નિવૃતિની જાહેરાત કરી હતી. ત્યારબાદ તે ભારત આવવા માટે રવાના થયો હતો. તે ચેન્નાઈ એરપોર્ટ પર આવતા તેની પત્ની અને બંન્ને દીકરીઓએ તેમનું શાનદાર સ્વાગત કર્યું હતુ.

શિયાળામાં છાતીમાં જામી ગયો છે કફ, તો કરો આ ઉપાય
નવા વર્ષ 2025માં રાહુ-કેતુ, શનિ અને ગુરુ પોતાની ચાલ બદલશે, આ રાશિના લોકો થશે માલામાલ
Health News : રાજમા ખાવાથી થાય છે અઢળક લાભ, જાણો
Desi Ghee : શું તમને ચહેરા પર ઘી લગાવવાના ફાયદા ખબર છે?
વામિકા ગબ્બી શા માટે ઐશ્વર્યાનો આ 22 વર્ષ જૂનો રોલ કરવા માંગે છે?
રવિચંદ્રન અશ્વિનની પહેલી ગર્લફ્રેન્ડ કોણ છે?

કરોડોની કારમાં બેસી ઘરે પહોંચ્યો

અશ્વિને બ્રિસબેનમાં મેચ પૂર્ણ થયા બાદ ભારત માટે ઉડાન ભરી હતી. ત્યારબાદ 19 ડિસેમ્બરના રોજ ચેન્નાઈ એરપોર્ટ આવ્યો હતો. તેને રિસીવ કરવા માટે તેની પત્ની અને બંન્ને દીકરીઓ આવી હતી. અશ્વિન ચમચમકતી બ્લેક કારમાં બેસી ઘર માટે રવાના થયો હતો. આ કારની કિંમત 1 કરોડથી વધારે છે.

પિતાએ ગળે લગાવી સ્વાગત કર્યું

અશ્વિન માટે તેના ઘરે સ્વાગત માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. સોસાયટીના લોકો પહેલાથી જ ફુલમાળા અને બેન્ડબાજાની સાથે અશ્વિનની રાહ જોઈ રહ્યા હતા. અશ્વિન જેવો કારની નીચે ઉતર્યો તો તેના પિતાએ તેને ગળે લગાવ્યો હતો. તેની માતા પણ ખુબ ઈમોશનલ જોવા મળી હતી. સોસોયટીના લોકોએ પણ અશ્વિનને ફુલના હાર પહેરાવી તેનું સ્વાગત કર્યું હતુ. તો આ દરમિયાન તેના કેટલાક ચાહકોએ અશ્વિનનો ઓટોગ્રાફ લીધો હતો.

બ્રિસબેન ટેસ્ટ બાદ આર અશ્વિને ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. અશ્વિને 106 ટેસ્ટ મેચમાં તેમણે 537 વિકેટ લીધી છે. તેમણે કુલ 765 આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી છે. તે ભારત માટે સૌથી મોટો મેચ વિનર માંથી એક છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝ વચ્ચે સંન્યાસ લીધો છે.

g clip-path="url(#clip0_868_265)">