AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 18 : બિગ બોસ સ્પર્ધકને એટલો ગુસ્સો આવ્યો કે, પોતાને જ થપ્પડ મારી દીધી

બિગ બોસ 18 સીઝન હવે ધીમે ધીમે ફાઈનલની તરફ આગળ વધી રહી છે.ત્યારે ઘરના સભ્યોના સમીકરણો પણ બદલાય રહ્યા છે. સ્પર્ધકો કોઈ પણ રીતે ફાઈનલમાં સ્થાન બનાવવા માટે રમત રમી રહ્યા છે. આ વચ્ચે બિગ બોસની એક સ્પર્ધકે ગુસ્સામાં આવી પોતાનેજ લાફો મારી દીધો છે.

Bigg Boss 18 : બિગ બોસ સ્પર્ધકને એટલો ગુસ્સો આવ્યો કે, પોતાને જ થપ્પડ મારી દીધી
| Updated on: Dec 19, 2024 | 2:14 PM
Share

બિગ બોસ 18માં સ્પર્ધકો વચ્ચે તણાવ વધી રહ્યો છે. હાલમાં ટાઈમ ગોડના ટાસ્કમાં ફરી એક વખત રજત દલાલ અને દિગ્વિજય સિંહ રાઠી સામ સામે ટકરાયા હતા. આ દરમિયાન અગ્રેશન એટલું વધુ ગયું હતુ કે, વાત ઝપાઝપી સુધી પહોંચી હતી. જેમ જેમ ફિનાલેના દિવસો નજીક આવી રહ્યા છે. ઘરના સભ્યો આમને સામને લડી રહ્યા છે. મિત્રો પણ હવે દુશ્મન બની રહ્યા છે. અને દુશ્મન -મિત્ર બની રહ્યાછે. જેમાં એક સ્પર્ધક તો એટલી ગુસ્સામાં આવી ગઈ કે, તેમણે પોતાને જ લાફો મારી દીધો હતો. એડિન રોઝ અને કશિશ કપૂરથી નારાજ થઈ સારાએ પોતાને જ થપ્પડ મારી દીધી હતી.

સારાને કશિશ-એડિન પર ગુસ્સો આવ્યો?

ટાઈમ ગોર્ડ ટાસ્ક પહેલા રજત દલાલે સારા અને યામિની સાથે વાત કરી હતી. જેમાં સારા કહે છે કે, કશિશ અને એડિનથી તે નારાજ છે. સારાને કશિશ અને એડિન સામે એક ફરિયાદ છે કે, બંન્ને ઘરના કોઈ કામ કરતી નથી. તેમજ કાંઈ બોલતી પણ નથી, તેઓ મેકઅપ કરવા અને ગુડ લુક દેખાડવા માટે આવી છે. જયારે કશિશ ચાહત સાથે ઝગડો કરી રહી હતી. તો તેને કેટલાક અપશબ્દો પણ કહ્યા હતા. શું આ બધું સાચું છે.મેં ક્યારેય કોઈની સામે તેનું અપમાન કર્યું નથી.

સારાની વાત પર યામિનીએ રિએક્શન આપ્યું

જેના પર યામિનીએ સારાને સપોર્ટ કર્યો અને કહ્યું કે,સાચું છે તે દરેક પરિસ્થિતિમાં કશિશ અને એડિનને સપોર્ટ કરે છે પરંતુ જ્યારે સારાને બંન્નેની જરુર હતી તો બંન્ને તેની સાથે ન હતી.

સારાએ પોતાને જ થપ્પડ મારી

ટાસ્ક બાદ સારા અરફીન ખાન, એડિનની સાથે બેઠી હોય છે. સારા એડિનને ગુસ્સામાં પુછે છે કે,તેને શું પ્રોબ્લેમ છે. જેના પર રજત દલાલ સારાને આરામથી વાત કરવાનું કહે છે. જેના પર સારા પોતાને જ થપ્પડ મારી દે છે. સારા કહે છે હું આટલી ખરાબ છે. આ બધું બોલી ચાલી જાય છે. શોની વાત કરીએ તો આ વખતે ટાઈમ ગોર્ડની ખુરશી શ્રુતિકા અર્જુનને મળી છે.અને આ સાથે તેને બે અઠવાડિયા માટે ઈમ્યુનિટી પણ મળી ગઈ છે. હવે જોવાનું એ રહે છે કે તેના ટાઈમ ગોડ બનવા પર પરિવારના સભ્યો શું રિએક્શન આપશે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">