AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આંબલી, બોપલ, ઘુમા, શેલામાં પાણી નિકાલનો માસ્ટર પ્લાન તૈયાર, અમિત શાહની સૂચના બાદ કાર્યવાહી

અમદાવાદના આંબલી, બોપલ, ઘુમા, અને શેલા વિસ્તારોમાં જળભરાવની ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દખલગીરી કરી છે.

Breaking News : આંબલી, બોપલ, ઘુમા, શેલામાં પાણી નિકાલનો માસ્ટર પ્લાન તૈયાર, અમિત શાહની સૂચના બાદ કાર્યવાહી
| Updated on: Aug 13, 2026 | 7:57 PM
Share

અમદાવાદના પશ્ચિમના વિસ્તારો, ખાસ કરીને આંબલી, બોપલ, ઘુમા, અને શેલામાં દર વર્ષે ચોમાસા દરમિયાન સર્જાતી જળભરાવની ગંભીર સમસ્યાએ નાગરિકોને ભારે હાલાકી ભોગવવા મજબૂર કર્યા છે. આ વર્ષે 18 ઈંચથી વધુ વરસાદ બાદ આ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેના પગલે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા અને ઘરવખરીને પણ ભારે નુકસાન થયું. આ કપરી પરિસ્થિતિની નોંધ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લીધી હતી અને તેમણે આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સક્રિય દખલગીરી કરી છે.

અમિત શાહે ગુજરાતના મુખ્યપ્રધાન, અમદાવાદના મેયર અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને આ વિસ્તારોમાં જળભરાવની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ભલામણ કરી હતી. તેમની સૂચના બાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. AMC દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોનો વિસ્તૃત હાઈડ્રોલોજિકલ સર્વે કરવામાં આવ્યો છે, જેણે સમસ્યાના મૂળ કારણો અને ભૂગોળને સમજવામાં મદદ કરી છે. આ સર્વેના તારણોના આધારે, AMCએ એક વ્યાપક “સ્ટ્રોમ વોટર ડ્રેનેજ માસ્ટર પ્લાન” તૈયાર કર્યો છે.

સાબરમતી નદી સાથે જોડાણને પ્રાથમિકતા આપવામાં આવશે

આ માસ્ટર પ્લાનનો મુખ્ય ઉદ્દેશ્ય જળભરાવના સ્થળોને કાયમી ધોરણે દૂર કરવાનો અને વરસાદી પાણીનો ઝડપી અને અસરકારક નિકાલ સુનિશ્ચિત કરવાનો છે. યોજના અંતર્ગત, નવું સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્ક ઊભું કરવાનું આયોજન છે, જેમાં નવી સ્ટ્રોમ વોટર લાઈનો નાખવામાં આવશે. આ ઉપરાંત, ડ્રેનેજ લાઈનોના ઇન્ટર-કનેક્શન અને આઉટફ્લો (પાણી નિકાલ) માટે પણ સુનિયોજિત યોજના બનાવવામાં આવી છે. વરસાદી પાણીના નિકાલ માટે ગોતા-ગોધાવી કેનાલ અને સાબરમતી નદી સાથે જોડાણને પ્રાથમિકતા આપવામાં આવશે, જેથી પાણીનો ભરાવો ન થાય.

જોકે, આ સમસ્યાનો એક ઐતિહાસિક સંદર્ભ પણ છે. 2021માં આ તમામ વિસ્તારોનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે પણ ભૌગોલિક સ્થિતિ અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્કના અભાવને કારણે જળભરાવની શક્યતાઓ અંગે સવાલો ઉભા થયા હતા.

દુર્ભાગ્યે, કોર્પોરેશનમાં સમાવેશ થયાના ત્રણ વર્ષ વીતી ગયા હોવા છતાં, જરૂરી માળખાકીય સુવિધાઓ, ખાસ કરીને સ્ટ્રોમ વોટર લાઈનો, નાખવામાં આવી ન હતી. રાજકીય વિશ્લેષકોના મતે, આ વખતે ભારે જળભરાવ અને ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા પત્ર લખવામાં આવ્યા બાદ જ કોર્પોરેશન સફાળું જાગ્યું છે.

માસ્ટર પ્લાન ભલે તૈયાર થઈ ગયો હોય, પરંતુ તેના અમલીકરણનો સમયગાળો નાગરિકો માટે ચિંતાનો વિષય છે. પોલિટિકલ એડિટર કિંજલના જણાવ્યા અનુસાર, કોઈ પણ મોટા પ્લાનને યુટિલાઇઝ થવામાં અને વહીવટી તંત્ર દ્વારા તેને પૂરો કરવામાં અંદાજે ત્રણથી ચાર વર્ષનો સમય લાગી શકે છે. હાલમાં તૈયાર કરાયેલ બ્લુપ્રિન્ટને સંપૂર્ણપણે અમલમાં આવતા બેથી ત્રણ વર્ષનો સમય લાગી શકે છે. આનો અર્થ એ થાય છે કે આવનારા એક-બે ચોમાસામાં પણ જો 18 થી 20 ઈંચ વરસાદ ફરીથી પડે, તો આ વિસ્તારોના લોકોને ફરીથી આવી જ કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

નાગરિકો આશા રાખી રહ્યા છે કે આ માસ્ટર પ્લાન ઝડપથી અમલમાં આવે અને તેમને જળભરાવની દાયકા જૂની સમસ્યામાંથી કાયમી રાહત મળે. તંત્ર દ્વારા લેવાયેલા સાવચેતીના પગલાં અને બ્લુપ્રિન્ટના આધારે પાણીનો નિકાલ થઈ શકે છે, પરંતુ કાયમી ઉકેલ માટે સંપૂર્ણ નેટવર્કની સ્થાપના અનિવાર્ય છે.

Ola, Uber અને અન્ય સેવાનો ઉપયોગ કરનાર મુસાફરો માટે મોટી રાહત, કેન્દ્ર સરકારના નવા નિયમો જાણો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">