AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : Ola, Uber અને અન્ય સેવાનો ઉપયોગ કરનાર મુસાફરો માટે મોટી રાહત, કેન્દ્ર સરકારના નવા નિયમો જાણો

કેન્દ્ર સરકારે Ola અને Uber જેવા કેબ એગ્રીગેટર્સ માટે નવા નિયમો જાહેર કર્યા છે. હવે મુસાફરોને રાઇડ શરૂ થાય તે પહેલાં એડવાન્સ ટીપ આપવાનો વિકલ્પ નહીં મળે.

Breaking News : Ola, Uber અને અન્ય સેવાનો ઉપયોગ કરનાર મુસાફરો માટે મોટી રાહત, કેન્દ્ર સરકારના નવા નિયમો જાણો
| Updated on: Aug 13, 2026 | 7:09 PM
Share

કેન્દ્ર સરકારે Ola, Uber અને અન્ય કેબ એગ્રીગેટર્સ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓમાં એક મહત્વપૂર્ણ સુધારો લાવ્યો છે. કેબ બુક કરનારા લાખો મુસાફરોને હવે રાઇડ શરૂ થાય તે પહેલાં ડ્રાઇવરને એડવાન્સ ટીપ આપવાની ફરજ નહીં પડે. નવા દિશાનિર્દેશો અનુસાર, કેબ એપ્સ મુસાફરોને રાઇડ શરૂ થાય તે પહેલાં ટીપ આપવાનો વિકલ્પ પૂરો પાડી શકશે નહીં. આ નિર્ણયનો મુખ્ય હેતુ મુસાફરો પર કોઈપણ પ્રકારના નાણાકીય દબાણને અટકાવવાનો અને પારદર્શિતા જાળવવાનો છે.

સરકારના પરિવહન મંત્રાલય દ્વારા 11 ઓગસ્ટે જાહેર કરાયેલા નિર્દેશોમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે રાઇડ શરૂ થાય તે પહેલાં ટીપની માંગણી કરવી અથવા મુસાફર પર ટીપ આપવા માટે દબાણ ઉભું કરવું એ વર્તમાન નિયમોની ભાવના વિરુદ્ધ છે. કેટલાક કેબ એપ્લિકેશન્સમાં “એડવાન્સ ટીપ” અથવા “ચૂઝ એન્ડ એડ ઓન” જેવા વિકલ્પો જોવા મળતા હતા, જેનો ઉલ્લેખ મંત્રાલયે ખાસ કરીને કર્યો છે. આ ઉપરાંત, કેટલાક કિસ્સાઓમાં, મુસાફરોને એવા સંદેશા પણ મળતા હતા કે જો તેઓ ટીપ આપશે તો ડ્રાઇવર દ્વારા તેમની રાઇડ સ્વીકારવાની સંભાવના વધી શકે છે. સરકારના મતે, આ પ્રકારનું ઇન્ટરફેસ મુસાફરને વધારાની રકમ ચૂકવવા માટે પ્રભાવિત કરી શકે છે, જે અનૈતિક પ્રથા ગણાય છે.

આથી, 2025ના મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઈડલાઈન્સના માળખાને ધ્યાનમાં રાખીને, તમામ કેબ એગ્રીગેટર્સને આવા ફીચર્સ અને વિકલ્પોને તેમની એપ્સમાંથી દૂર કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ નિર્ણયનો અર્થ એ છે કે હવે રાઇડ બુક કરતી વખતે અથવા રાઇડ શરૂ થતા પહેલાં મુસાફરો પર ટીપ આપવા માટે કોઈપણ પ્રકારનો વિકલ્પ કે દબાણ રહેશે નહીં. આ નિયમનો સૌથી મહત્વનો પાસું એ છે કે ટીપ હવે સંપૂર્ણપણે સ્વૈચ્છિક રહેશે અને તે ફક્ત રાઇડ પૂર્ણ થયા પછી જ આપી શકાશે.

નવા નિયમ મુજબ, મુસાફર બુકિંગ સમયે, રાઇડ શરૂ થતા પહેલાં અથવા મુસાફરી દરમિયાન ટીપ આપી શકશે નહીં. જો મુસાફરને ડ્રાઇવરની સેવા સારી લાગી હોય અને તે ટીપ આપવા ઈચ્છે તો તે પોતાની મરજીથી રાઇડ પૂર્ણ થયા પછી ટીપ આપી શકશે. આ ઉપરાંત, ટીપને રાઇડ કન્ફર્મેશન, ડ્રાઇવર અલોટમેન્ટ, રાહ જોવાનો સમય (વેઇટિંગ ટાઈમ) અથવા સર્વિસની ગુણવત્તા સાથે જોડવાની પણ મંજૂરી નહીં હોય. આનો અર્થ એ થયો કે “ટીપ આપશો તો જ કેબ ઝડપથી મળશે” અથવા “ડ્રાઇવર તરત જ રાઇટ સ્વીકારશે” એવો કોઈ પણ સંકેત કે ગેરંટી એપ પર આપી શકાશે નહીં.

આ નિર્ણયથી કેબ ડ્રાઇવર્સ અને મુસાફરો બંને પર સીધી અસર પડશે. મુસાફરોને અણધારી ચૂકવણીના દબાણમાંથી મુક્તિ મળશે, જ્યારે ડ્રાઇવર્સને તેમની સેવા ગુણવત્તાના આધારે વાસ્તવિક પ્રશંસા રૂપે ટીપ મળી શકશે. આ પગલું ગ્રાહક અધિકારોનું રક્ષણ કરવા અને ઓનલાઈન રાઇડ-હેલિંગ સેવાઓમાં વધુ ન્યાયી અને પારદર્શક વાતાવરણ ઊભું કરવા માટે લેવામાં આવ્યું છે.

મુકેશ અંબાણીની કંપનીએ લોન્ચ કર્યો 196GB ડેટા વાળો પ્લાન

Follow Us
g clip-path="url(#clip0_868_265)">