આ વર્ષે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલભદ્રના રથ બદલાશે. ભગવાન જગન્નાથ રથયાત્રામાં નવા રથમાં બિરાજશે. જે માટે અમદાવાદમાં જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિરે રથ બનાવવાની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. હાલમાં રથનું સુથારી કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે રથને રંગ કામ કરવામાં આવી રહ્યુ છે. જગન્નાથપુરીના રથના જેવા જ રંગો જગન્નાથજી બલભદ્રજી અને સુભદ્રાજીના રથમાં આબેહૂબ રીતે કરવામાં આવે તે માટેનું આયોજન રંગ કામ કરતા કારીગરો દ્વારા કરાયું છે.
ભક્તો જ્યારે દર્શન કરે ત્યારે જગન્નાથપુરીની જ ઝાંખીનો અનુભવ થાય તે પ્રકારે રંગ કામ કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે નવા તૈયાર કરાયેલા આરાધમાં કરાયેલ રંગની વિશેષતા એ છે કે તેને તડકામાં કે વરસાદમાં કોઈપણ પ્રકારે રંગને અસર થશે નહીં. ભગવાનના નવા રથ 80 વર્ષ સુધી ચાલે તેવા બનશે. પ્રશાસન દ્વારા 4 મહિનામાં રથ તૈયાર કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે. રથ બનાવવા માટે સાગના લાકડાનો તેમજ પેંડા બનાવવા માટે સિસમના લાકડાનો ઉપયોગ કરાયો છે.
2 જુલાઈ 1878ના રોજ સૌ પ્રથમ અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી. મહંત નરસિંહદાસજી મહારાજે અમદાવાદમાં રથયાત્રા શરૂ કરાવી હતી. આમ વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નીકળે છે અને ભગવાન સ્વયં નગરચર્યાએ નીકળી નગરજનોને દર્શન આપે છે. છેલ્લા 145 વર્ષથી અવિરત રથયાત્રા યોજવામાં આવી રહી છે. તે જૂના રથમાં જ યોજવામાં આવી હતી. હવે નવા રથમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી, ભાઈ બલભદ્રજી નગરચર્યાએ નીકળશે. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું કે, ભગવાન જગન્નાથના રથ બનાવવાનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. મંદિરની પરંપરા પ્રમાણે જ નવા રથની સાઈઝ છે અને તે જ રીતની ડિઝાઇન બનાવવામાં આવી છે. સાગ અને સિસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લાકડું વઘઈથી મંગાવવામાં આવ્યું છે.
ભગવાનના નવા રથ 80 વર્ષ સુધી ચાલે તેવા બનશે ત્રણેય ભગવાનના નવા રથ તૈયાર થઈ રહ્યા છે. જૂના રથ કરતાં નવા રથમાં થોડા ફેરફાર કર્યા છે. રથ બનાવવા માટે અમે સાગના લાકડાનો તેમજ પૈડા બનાવવા માટે સિસમના લાકડાનો ઉપયોગ કરીએ છીએ. રથના પિલરમાં થોડો ફેરફાર કરાવ્યો છે. નવા રથ એકવાર બન્યાં પછી 80 વર્ષ સુધી ચાલે તે પ્રમાણેના મજબૂતાઈ વાળા હશે.
અમદાવાદના જગન્નાથ મંદિરથી નીકળતી રથયાત્રા 2023માં નવા રથ સાથે નીકળશે. 2023ની રથયાત્રા નવા રથ સાથે નીકળે તે માટે ઝડપથી કામગીરી કરાઈ રહી છે. રથ માટે 400 ઘનફૂટ સાગનું અને 150 ઘનફૂટ સિસમથી રથ બનાવવામાં આવ્યા છે. જેનું રંગકામ કરવામાં આવી રહ્યું છે.
ભગવાનના રથ બનાવવા માટે 400 ઘનફૂટ જેટલું સાગનું જ્યારે 150 ઘનફૂટ સિસમનું લાકડું રથ બનાવવા માટે ઉપયોગ કરાયો. જેમાં 400 ઘનફૂટ લાકડાનો ઉપયોગ રથ બનાવવા જ્યારે 150 ઘનફૂટ સિસમ ના લાકડાનો ઉપયોગ રથના પૈડા બનાવવા માટે થાય છે. સીસમનું લાકડું સખત અને ટકાઉ હોય છે. તે સડા અને કીટાણુરોધી છે. તેનો ઉપયોગ પૈડા બનાવવા માટે કરવામાં આવ્યો છે.
પ્રથમ રથની ડિઝાઇન દેવી-દેવતાઓની મૂર્તિઓ અને સુદર્શન ચક્રની થીમ પર બનાવાઈ છે. બીજા રથ શુભદ્રાજીના લાલ,અને પીળા રંગ સાથે નવ દુર્ગાની થીમ પર બનાવાયો છે. ત્રીજા બલ ભદ્રજીના રથને ચાર અશ્વની થીમ પર બનાવશે. જૂના રથ કરતા નવા બનનાર ત્રણેય રથ નજીવા ફેરફાર કરાયા છે, રથના પિલરમાં પણ ફેરફાર કરાયો છે.
આ પણ વાંચો: Rath Yatra 2023: ભગવાનના મામેરાની તડામાર તૈયારીની શરૂઆત, જુઓ PHOTOS
અમદાવાદ અને રાજસ્થાનના જ સુથાર દ્વારા ત્રણેય રથ તૈયાર કરાયા છે જેના માટે દરરોજ 10 કલાક કારીગરો કામ કર્યું છે. 3 મહિનાથી રથ બનાવવાનું કામ ચાલુ છે અને હજુ પણ 1 મહિના સંપૂર્ણ રથ બનતા લાગશે. ભગવાનના રથ બનાવવાનું કામ રાજસ્થાન અને અમદાવાદના સુથાર જેઓ છેલ્લા 35 વર્ષથી સુથારી કામ કરી અલગ અલગ જગ્યાએ 20થી વધારે રથ તૈયાર કરી ચૂક્યા છે તેમના દ્વારા આ રથ તૈયાર કરાયા છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 10:17 pm, Mon, 15 May 23