અમદાવાદ એરપોર્ટ પર ફફડાટ, યુકેથી આવેલી એક વ્યક્તિ કોરોના સંક્રમિત

યુકેથી અમદાવાદમાં આવેલા વિમાનમાંથી પણ એક યુવતી કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. જેને લઈને સમગ્ર આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 12:43 PM

ગુજરાતમાં(Gujarat)સ્થાનિક કક્ષાએ વધી રહેલા કોરોના(Corona)કેસ વચ્ચે હવે વિદેશથી આવી રહેલા નાગરિકો પણ કોરોના સંક્રમિત થઈને આવતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેના લીધે ઓમીક્રોનની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત દુબઇથી (Dubai) લગ્નમાં જઇને આવેલા 30 થી વધુ લોકો કોરોના સંક્રમિત થયા બાદ હવે યુકેથી(UK)આવેલા વિમાનમાંથી પણ એક યુવતી કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. જેને લઈને સમગ્ર આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે.

તેમજ તેના સેમ્પલ લઈ હાલ તો એસવીપી હોસ્પિટલના ટેસ્ટિંગ માટે મોકલ્યા છે. તેમજ તંત્ર દ્વારા કોન્ટેક ટ્રેસિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. તેમજ હાલ જીનોમ સિક્વન્સ માટે યુવતીના સેમ્પલ મોકલાયા છે.મહત્વનું છે જે ફ્લાઇટમાં યુવતી સવાર હતી તે ફ્લાઇટમાં 200થી વધુ મુસાફરો હતા.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં (Gujarat)પણ ઓમિક્રોને(Omicron)દેખા દીધી હોય તેવું લાગી રહ્યું છે અને પરિસ્થિતિ ભારે ચિંતાજનક બનવા જઈ રહી છે. દુબઈના(Dubai)લગ્ન સમારંભમાં હાજરી આપી અમદાવાદ(Ahmedabad)પરત ફરેલા 30 થી વધુ લોકો કોરોના(Corona)પોઝિટિવ મળી આવ્યા છે.દુબઈ ખાતે યોજાયેલા લગ્ન સમારંભમાં અમદાવાદથી જુદી જુદી ફ્લાઈટો દ્વારા 550થી વધુ લોકોએ લગ્ન પ્રસંગમાં હાજરી આપી હતી.

જો કે અમદાવાદ એરપોર્ટ પર ઓમિક્રોનની દહેશત વચ્ચે 12 દેશોમાંથી આવતા મુસાફરો માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જે સ્થળે જ તેમની કોરોના તપાસ કરવામાં આવે છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ જ તેમને તેમના નિવાસે કે અન્ય સ્થળે જવાની મંજૂરી આપવામાં આવે છે.

આ પણ  વાંચો : ગુજરાતમાં 10,882 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ

આ  પણ વાંચો : રાજકોટ કોર્પોરેશને સતર્કતા વધારી, વેકસીનેશન માટે લકી ડ્રોની જાહેરાત કરી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">