Ahmedabad: આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા 42 લાખ ભરેલી બેગ લઈને બે ગઠિયા ફરાર

આંગડિયા પેઢીના કર્મચારી બોડી લાઈન ચાર રસ્તા પાસે સિગ્નલ બંધ હોવાથી તેઓ ત્યાં ઉભા હતા. ત્યારે એક બાઈક પર બે શખ્સો તેમની નજીક આવીને ઉભા હતા અને ફરિયાદીએ ટુ-વ્હીલર પર આગળની બાજુ રાખેલ રૂપિયા ભરેલી બેગ લઇને ફરાર થઇ ગયા હતા.

Ahmedabad: આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા 42 લાખ ભરેલી બેગ લઈને બે ગઠિયા ફરાર
Angadia loot
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jul 18, 2022 | 11:52 PM

અમદાવાદ (Ahmedabad)  શહેરમાં ફરી એક વખત પોલીસ (Police) ની કામગીરી પર સવાલ ઉઠાવતો બનાવ સામે આવ્યો છે. હર હંમેશ માટે વાહન વ્યવહારથી ભરચક એવા સી. જી. રોડ પર સમી સાંજે લાખ્ખોની ચિલ ઝડપનો બનાવ બન્યો છે. આંગડિયા પેઢી (Angadia firm) ના કર્મચારી પાસેથી રૂપિયા 42 લાખ ભરેલ બેગ લઈને બે ગઠિયાઓ બિન્દાસ્ત ફરાર થઈ ગયા છે. શહેરમાં હવે લુંટારૂઓનો પોલીસનો ડર રહ્યો ન હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે એક પછી એક લૂંટ, ચિલ ઝડપ અને ચોરીના બનાવો સામે આવ્યા છે. ત્યારે આવો વધુ એક બનાવ શહેર ની ઓળખ સમાન એવા સી જી રોડ પર બન્યો છે. સમકીત નિધિ આંગડિયા પેઢીના કર્મચારી (employee) પાસેથી બાઈક પર આવેલા બે શખ્સો રૂપિયા 42 લાખ ભરેલ બેગ લઈને ફરાર થઈ ગયા છે. લૂંટારુંઓ બાઇક પર પીછો કરતા હતા અને મોકો મળતા જ આંગડિયા પેઢી કર્મચારી આંતરી પૈસા ભરેલો બેગ ચિલ ઝડપ કરી ફરાર થઈ ગયા હતા.

સમકીત નિધિ આંગડિયા પેઢીમાં નોકરી કરતા કુમારપાળ શાહ અને તેમની સાથે નોકરી કરતા ધર્મેન્દ્રભાઈ ગીરીશ કોલ્ડ્રિંક્સ નજીક આવેલ સમુદ્ર કોમ્પલેક્ષમાં આવેલ મહેન્દ્ર સોમા આંગડિયા પેઢીમાંથી રૂપિયા 42 લાખ લઈને ટુ વ્હીલર પર તેની ઓફિસ જઈ રહ્યા હતા. તે દરમિયાન બોડી લાઈન ચાર રસ્તા પાસે સિગ્નલ બંધ હોવાથી તેઓ ત્યાં ઉભા હતા. ત્યારે એક બાઈક પર બે શખ્સો તેમની નજીક આવીને ઉભા હતા અને ફરિયાદીએ ટુ-વ્હીલર પર આગળની બાજુ રાખેલ રૂપિયા ભરેલી બેગ લઇને ફરાર થઇ ગયા હતા. જોકે આંગડિયા પેઢીના કર્મચારીએ તેનો પીછો કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ મોડી રાત સુધી તેઓ પકડાયા ન હતા.

આ પણ વાંચો

સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચ અને ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને આસપાસની દૂકાનો અને બિલ્ડિંગ્સ તથા ચાર રસ્તા પર લગાવાયેલા સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત શહેરના વિવિધ રસ્તાઓ પર પણ પોલીસે નાકાબંધી કરી દીધી છે. જોકે મોડી રાત સુધી આ લૂંટારાઓ વિશે કોઇ જાણકારી પ્રાપ્ત થઈ શકી નહોતી.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">