Ahmedabad: અમિત શાહ ફરી ગુજરાત આવશે, AMC અને ઔડાના 200 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે

નોંધનીય છે કે જુલાઇ મહિનામાં જ અમિત શાહનો આ બીજો ગુજરાત પ્રવાસ છે. અમિત શાહ આ અગાઉ 1 અને 2 જુલાઈના રોજ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2022 | 8:33 PM

વિધાનસભા ચૂંટણી (Gujarat Vidhan Sabha Election 2022) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ગયા અને તેમાં પણ ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસ વધુ વધ્યા છે. હજુ આજે જ જાહેરાત કરવામાં આવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28-29 જુલાઈના રોજ ગુજરાતના પ્રવાસે આવવાના છે ત્યારે હવે ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસને લઇને પણ મહત્તવના સમાચાર મળી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતામંત્રી અમિત શાહ આગામી 23 અને 24 જૂલાઇએ અમદાવાદની મુલાકાતે આવશે. અમદાવાદમાં AMC અને ઔડાના વિકાસલક્ષી પ્રોજેકટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તેઓ અંદાજીત 150થી 200 કરોડના વિકાસ કામોની ભેટ આપશે.

નોંધનીય છે કે જુલાઇ મહિનામાં જ અમિત શાહનો આ બીજો ગુજરાત પ્રવાસ છે. અમિત શાહ આ અગાઉ 1 અને 2 જુલાઈના રોજ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. 1 જુલાઇના રોજ રથયાત્રામાં અમિત શાહે હાજરી આપી હતી. આ દિવસે જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પ્રચારનો શુભારંભ કરી દીધો હતો. આ દિવસે જ અમિત શાહે સાણંદમાં આયોજિત એક કાર્યક્રમમાં લોકોને વર્તમાન ધારાસભ્ય કનુ પટેલને જંગી બહુમતીથી જીતાડવા માટે સ્થાનિકોને અપીલ કરી હતી. બે દિવસના પ્રવાસમાં તેમણે વિવિધ સ્થળોએ લોકાર્પણો અને ખાતમુહુર્તો કર્યાં હતાં. 2 જુલાઈએ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી. જેમાં 2 જુલાઈએ અમિત શાહે 33 કરોડ ના રેલવેના કામનું ખાતમુહરત અને લોકાર્પણ કર્યું. જેમાં ચાંદલોડિયા બી રેલવે સ્ટેશન પર ટીકીટ કાઉન્ટર સુવિધા શરૂ કરાવી હતી. જેની પહેલા અમિત શાહે થલતેજ હેબતપુરમાં 1 લાખ વૃક્ષોનું મિયાવાકી પદ્ધતિથી વૃક્ષ વાવી શરૂઆત કરાવી હતી.

Follow Us:
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
'એક હે તો સેફ હે' દેશનો મહામંત્ર બન્યો- PM મોદી
'એક હે તો સેફ હે' દેશનો મહામંત્ર બન્યો- PM મોદી
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
g clip-path="url(#clip0_868_265)">