વિદેશમાં કોરોનાના કેસ વધતા દેશમાં તેમજ રાજ્ય સ્તરે કોરોનાથી સાવચેત રહેવાના પગલાં શરૂ કરી દેવામાં આવ્યા છે, ત્યારે રાજ્ય સરકાર એલર્ટ મોડ ઉપર આવી જતા સારવાર માટેની સઘન તૈયારીઓ કરવા માંડી છે. અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે બેડ ઉભા કરવાથી માંડીને ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવા સહિત સ્ટાફને જરૂરી સૂચના આપી દેવામાં આવી છે.
બે વર્ષ પહેલાં દેશમાં તેમજ વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. જે દ્રશ્યો હજુ લોકો ભૂલી શક્યા નથી. ત્યાં અમેરિકા અને ચીનમાં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો. તો સાથે જ ગુજરાત રાજ્યમાં કોરોનાએ દસ્તક દેતા લોકોમાં ભય ફેલાયો છે. જે ભય દૂર કરવા તેમજ જો પરિસ્થિતિ વણસે તો તેને પહોંચી વળવા માટે ગુજરાત રાજ્ય સરકાર એલર્ટ બની છે અને સંલગ્ન વિભાગને જરૂરી સુવિધા ઉભી કરવા સૂચના આપી દેવામાં આવી છે.
અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે 1200 બેડ હોસ્પિટલ ઉપર ગ્રાઉન્ડ ફ્લોર પર કોરોના opd વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે તેમજ ટ્રોયજ એરિયામાં 16 બેડ ઇમરજન્સી માટે ઉભા કરવામાં આવ્યા છે. તો 5માં માળે 80 બેડની સુવિધા રાખવામાં આવી છે. સાથે જ 600 બેડ કંસ્ટન્ટરેટર કરવાની પણ તૈયારી દર્શાવી છે. જ્યાં ઓક્સિજન અને દવા સહિત તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમજ 7,450 વેન્ટીલેટર ની પણ ચકાસણી કરવા સૂચના અપાઇ છે. જેથી દર્દી આવે તો તેને પૂરતી અને ત્વરિત સુવિધા મળી રહે અને તે દર્દીનો જીવ બચાવી શકાય.
તો બીજી તરફ કેન્દ્ર સરકારે તમામ તૈયારી કરવા પર ભાર મુક્ત રાજ્ય સરકારની સૂચના મુજબ આજે રાજ્યમાં વિવિધ સ્થળે ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવામાં આવી. જ્યાં કોરાના સામે અમદાવાદ સિવિલ તંત્ર પણ સજજ બન્યું અને સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ ઓકિસજન પ્લાન્ટની મોકડ્રિલ કરી ચકાસણી કરાઈ હતી. જેમાં પ્લાન્ટ ચાલુ છે કે નહીં અને આ પ્લાન્ટમાં ખામી હોય તો સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેટ , પ્લાન્ટ એન્જિનિયર અને તબીબોએ સાથે મળી મોકડ્રીલ કરી કરી હતી.
ઉલ્લેખનીય છે કે 1200 બેડ હોસ્પિટલ નજીક આગળના ભાગે 20 હજાર કેપેસિટીવાળો લિકવિડ ઓક્સિજન ટેન્ક પ્લાન્ટ છે. તે સિવાય પાછળના ભાગે 2600 કેપેસિટી વાળો ઓક્સિજન જનરેટર પ્લાન્ટ છે. તો ટીબી હોસ્પિટલ પાસે 1 હજાર કેપેસિટી વાળો પ્લાન્ટ છે. જે તમામ પ્લાન્ટની ચકાસણી કરી પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા હતા. તથા તમામ ઓક્સિજન પ્લાન્ટ માંથી 5,300 લીટર પ્રતિ મિનિટથી વધુ ઓક્સિજન જનરેટ કરી શકાય તે પ્રકારની વ્યવસ્થા અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવી છે.
એટલું જ નહીં પણ રાજ્ય સરકારની સૂચનાથી આજે રાજ્યમાં તમામ સરકારી હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવા આવી. સાથે જ તમામ સરકારી હોસ્પિટલમાં જરૂરી બેડ ઉભા કરવા. દવા વસાવવી. અને સ્ટાફને જરૂરી તાલીમ આપવા સહિત સૂચના આપવામાં આવી. જેથી જો કેસ વધે તો તેને પહોંચી વળી લોકોના જીવ બચી શકાય. જોકે લોકો. તંત્ર અને સરકાર આશા રાખી રહ્યું છે કે અમદાવાદ. ગુજરાત અને ભારતમાં ચીન અને અન્ય દેશ જેવી પરિસ્થિતિ સર્જાય નહિ.
Published On - 1:20 pm, Fri, 23 December 22