Ahmedabad: એવું તો શું બન્યું કે સાળાએ જ કરી સગા બનેવીની હત્યા, કચરાના ઢગલા પાસે હત્યા કરી નાસી છૂટ્યો સાળો, પોલીસે બે આરોપીની કરી ધરપકડ

|

Oct 07, 2022 | 4:13 PM

અમદાવાદનાં નારોલ વિસ્તારમાં રહેતો રાજેન્દ્ર ઉર્ફે રાજુ કચરાની ગાડી ચલાવતો હતો અને અમદાવાદમાં જુદી જુદી જગ્યાએ રહેતો હતો. તેની પત્ની થોડા દિવસથી અમદાવાદ રહેવા આવી હતી. રાજેન્દ્ર ઉર્ફે રાજુ ને બે બાળકો છે.

Ahmedabad: એવું તો શું બન્યું કે સાળાએ જ કરી સગા બનેવીની હત્યા, કચરાના ઢગલા પાસે હત્યા કરી નાસી છૂટ્યો સાળો, પોલીસે બે આરોપીની કરી ધરપકડ
પ્રતિકાત્મક તસવીર
Image Credit source: Representive Image

Follow us on

Ahmedabad: અમદાવાદનાં નારોલ વિસ્તારમાં રહેતો રાજેન્દ્ર ઉર્ફે રાજુ કચરાની ગાડી ચલાવતો હતો અને અમદાવાદમાં જુદી જુદી જગ્યાએ રહેતો હતો. તેની પત્ની થોડા દિવસથી અમદાવાદ રહેવા આવી હતી. રાજેન્દ્ર ઉર્ફે રાજુ ને બે બાળકો છે. એકાદ મહિના પહેલા રાજેન્દ્ર ને ફોન કરી ઘરે ક્યારે આવે છે તે બાબતે પૂછતા તેણે પીરાણા કચરાના ઢગલા ખાતે ગાડી લોડ અનલોડ થઈ જાય બાદમાં ઘરે આવીશ તેમ કહ્યું હતું. બાદમાં તેની પત્નીએ રાત્રે ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે સવારે રાજેન્દ્ર ની પત્ની તેને શોધવા નીકળી હતી પરંતુ તે મળી આવ્યો નહોતો.

બાદમાં રાજેન્દ્રના કોન્ટ્રાક્ટરને પૂછતા તેઓએ કહ્યું હતું કે રાત્રે 10:00 વાગે રાજેન્દ્ર ગાડી મૂકીને જતો રહ્યો હતો. ત્યારબાદ રાજેન્દ્રની પત્નીએ રાજેન્દ્રના ભાઈઓને આ વાત કરી હતી. જેથી રાજેન્દ્ર નો ભાઈ વાપીથી તાત્કાલિક અમદાવાદ આવી ગયો હતો અને રાજેન્દ્રની શોધ ખોળ કરી હતી. ત્યારબાદ તેઓના કાકાના દીકરા મારફતે જાણવા મળ્યું કે, નારોલ ગ્યાસપુર ગામ પાસે ખૂણા ઉપર એક લાશ મળી છે જેથી ત્યાં જઈને તપાસ કરતા શર્ટ અને ચંપલ પરથી આ લાશ રાજેન્દ્રની હોવાનું સામે આવ્યું હતું.

આ લાશ કહોવાઈ ગઈ હતી અને તેમાં જીવજંતુઓ પડી ગયા હતા. જ્યારે રાજેન્દ્રની લાશનો અમુક હિસ્સો જંગલી જાનવરોએ તોડી ખાધો હતો. ત્યાર બાદ રાજેન્દ્રના મોત બાબતે પરિવારજનોએ તપાસ કરી ત્યારે એક વ્યક્તિએ તેઓને જણાવ્યું કે રાજેન્દ્ર ઉર્ફે રાજુના મરણ બાબતે તે સાચી હકીકત જાણે છે કે, મૃતકના સાળા સૂરપલ ગરાસીયા કે જે ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો તેણે એકાદ વર્ષ પહેલા રાજેન્દ્રને નોકરીએ રખાવ્યો હતો.

પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે વિરાટ કોહલી કેમ નિષ્ફળ જઈ રહ્યો છે
TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ના વિવાદ પર અસિત મોદીની પ્રતિક્રિયા
મકરસંક્રાંતિ બાળકોનો સૌથી પ્રિય તહેવાર છે, જુઓ ફોટો
યામી ગૌતમે તેના દીકરાનું રાખ્યુ સંસ્કૃત નામ, જાણો 'વેદાવિદ'નો અર્થ
Fruits Wrapped In Paper: ફળોને કાગળમાં લપેટીને કેમ રાખવામાં આવે છે? જાણો સાચું કારણ
Jioનો જબરદસ્ત પ્લાન ! મળી રહી 98 દિવસની વેલિડિટી, કિંમત માત્ર આટલી

આ દરમિયાન રાજેન્દ્રને સાળા સુરપાલની પત્ની સાથે આડા સંબંધ હતા અને તેની જાણ સુરપાલને થતા તેણે બે ત્રણ વખત રાજેન્દ્રને સમજાવ્યો હતો પરંતુ રાજેન્દ્ર માન્યો નહોતો અને અનૈતિક સંબંધો ચાલુ રાખતા સુરપાલ એ બનેવી રાજેન્દ્રનું મનોમન મર્ડર કરવાનું નક્કી કર્યું હતું. ગત 7 સપ્ટેમ્બર ના રોજ રાત્રે રાજેન્દ્ર અને સુરપાલ બાવળની ઝાડીમાં બેસીને વાતચીત કરતા હતા. તે દરમિયાન સુરપાલે બૂમ મારીને યુવકને બોલાવ્યો અને બાદમાં ઠંડુ લેવા માટે શૂરપાલે 100 રૂપિયા આપી આ યુવકને ગણેશ નગર મોકલ્યો હતો. બાદમાં આ યુવક ઠંડુ લઈને આશરે 10:30 વાગે પરત આવ્યો ત્યારે સુરપાલ તથા ડ્રાઇવર અનિલ રસ્તામાં મળ્યા હતા. તે દરમિયાન રાજેન્દ્ર ક્યાં છે તેવું પુછતા સુરપાલે કહ્યું કે, તેને કોઈ કામ આવી જતા તે ઘરે નીકળી ગયો છે.

ત્યારબાદ સુરપાલે કહ્યું કે, તું ઠંડુ લેવા ગયો ત્યારે રાજેન્દ્રને પત્ની સાથે આડા સંબંધો ન રાખવા સમજાવ્યો હતો. પરંતુ તે સમજ્યો નહોતો અને ગુસ્સે થઈ હવે હું સુધારવાનો નથી જે થાય તે કરી લેજો તેમ કહેતા તેને લાફા મારી લોખંડના સળિયાના ફટકા મારી તેની હત્યા કરી બાવળની ઝાડીમાં નાખી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, મૃતક રાજેન્દ્રને તેના સાળા સુરપાલ એ બે ત્રણ વખત કઢંગી હાલતમાં પણ પકડ્યો હતો. જેથી તેની હત્યા કરવાનું તેણે નક્કી કર્યું હતું. સમગ્ર બાબતને લઈને પોલીસે સુરપાલ અને અનિલ સામે ગુનો નોંધી સુરપાલ ની ધરપકડ કરી અનિલ ની શોધખોલ હાથ ધરી છે.

Next Article