અમદાવાદનો એસજી હાઈવે બન્યો આફતનો હાઈવે, પુષ્કળ પાણી ભરાતા સેંકડો વાહનોના થંભી ગયા પૈડા- Video

અમદાવાદમાં આજે એકસામટો સાત ઈંચ વરસાદ પડી જતા શહેરીજનો માટે આફતનો વરસાદ સાબિત થયો છે. શહેરના મોટાભાગના  માર્ગો પર પાણી ભરાતા લોકો પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Aug 26, 2024 | 8:52 PM

અમદાવાદમાં છેલ્લા 12 કલાકથી અનરાધાર વરસાદ વરસ્યો. એક તરફ જન્માષ્ટમીની રજાનો દિવસ અને ઉપરથી આસમાની આફત લોકો માટે મુશ્કેલીઓનો પહાડ લઈને આવી. રજાના મૂડમાં રહેલા શહેરીજનોની રજાના રંગમાં વરસાદે તો ભંગ ભાડ્યો પરંતુ વરસાદને કારણે અને એએમસીની નબળી કામગીરીના પાપે શહેરીજનોને પારાવાર હાલાકી વેઠવાનો વારો આવ્યો. શહેરના દરેક વિસ્તારોમાં પુષ્કળ પાણી ભરાવાની ઠેર ઠેરથી ફરિયાદો ઉઠી. બે ડઝનથી વધુ રસ્તાઓ જળમગ્ન બન્યા જેમા શહેરના પોશ ગણાતા, એસજી હાઈવે, જોધપુર, પ્રહલાદનગર, આનંદનગર અને સિંધુભવન રોડ સહિતનાનો સમાવેશ થાય છે.

AMCના સત્તાધિશો સુવિધા નથી આપતા પરંતુ અરાજક્તાની સ્થિતિ નિર્માણ કરે છે- આક્રોશિત શહેરીજન

દરેક માર્ગો પર ઘૂંટણ સુધીના પાણી ભરેલા હોવાથી સેંકડો વાહનચાલકોના વાહનોના એન્જિન બંધ પડી ગયા અને પૈડા થંભી ગયા. લોકોએ ધક્કા મારવાની નોબત આવી. ફરી એકવાર અમ્યુકો.ના અણઘડ આયોજનના કારણે શહેરીજનો શહેરના પોશ વિસ્તારોમાંથી પણ પાણીની નદીઓ પાર કરવા મજબુર બન્યા છે. દર વર્ષે અમદાવાદ શહેરમાં વરસતા થોડા વરસાદમાં જ AMCની પ્રિમોન્સુન કામગીરીના પ્લાનના ધજાગરા ઉડતા જોવા મળે છે. જેનુ આજે ફરી પૂનરાવર્તન થયુ. ફર્ક એટલો જ દેખાયો કે આજે આ મુશ્કેલીએ મોટુ સ્વરૂપ લીધુ, પાણી વધુ માત્રામાં ભરાયેલા હોવાથી લોકોને વધુ મોટી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

20 વર્ષથી સત્તામાં છો છતા પાણીના નિકાલની વ્યવસ્થા કરી શક્યા નથી- શહેરીજન

અનેક વિસ્તારોમાં વરસાદી પાણીની સાથે ગટરો બેક મારવાની પણ ફરિયાદો આવી. માર્ગો પર ગટરના પાણી પણ ફરી વળ્યા. કર્ણાવતી ક્લબથી એસજી હાઈવેને જોડતો સમગ્ર રોડ જાણે બેટમાં ફેરવાયો હોય તેવી સ્થિતિ નિર્માણ પામી. જેના કારણે પૂરના પાણીમાં લોકો કલાકો સુધી અટવાયા હતા. અનેક વાહનો બંધ પડી જતા ટ્ર્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. દર વર્ષે તંત્ર દ્વારા સ્ટ્રોમ વોટર ડ્રેનેજની નક્કર કામગીરી ન થતા લોકો આ જ પ્રકારે હેરાનગતિ વેઠવા મજબુર બને છે. થોડા દિવસ પહેલા IIM બ્રિજ પાસે વરસાદી પાણી ભરાતા બોટ દ્વારા લોકોને બહાર કઢાયા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જો કે આ વીડિયો અંગે અમ્યુકો.ના સત્તાધિશો કોઈ સ્પષ્ટતા કરી શક્યા ન હતા.

કરોડોની કમાણી કરનાર રોહિત શર્માનો ભાઈ આ ખાસ બિઝનેસ ચલાવે છે
ભારતના નથી તો બટેટા આવ્યા ક્યાંથી ?
સવારે ખાલી પેટ ધાણાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
ગુજરાતી સિંગર ભૂમિ ત્રિવેદીનો બોલિવુડમાં છે દબદબો
મહારાષ્ટ્રની સુપ્રસિદ્ધ પૂરણ પોળી ઘરે બનાવી પરિવારના લોકોનું દિલ જીતો
Weight Loss : વજન ઘટાડતી વખતે દેશી ઘી ખાવું જોઈએ કે નહીં?

AMCના બોગસ લોકોના બોગસ વહીવટના પાપે જનતા હાલાકી વેઠે છે- શહેરીજનો

દર ચોમાસે શહેરમાં એટલી હદે વરસાદી પાણીનો ભરાવો થાય છે કે બોટ લઈને નીકળવુ પડે તેવી જ સ્થિતિ નિર્માણ પામે છે. દર વર્ષે મોટા દાવા કરતી કોર્પોરેશનના સત્તાધિશો 110 પોઈન્ટ પર ડ્રેનેજની કામગીરી કરી દેવાઈ હોવાનો વધુ એક ખોખલો દાવો કર્યો અને આ વરસાદે એ દાવાના પણ ધજાગરા ઉડાડી નાખ્યા. જે સાબિતી પૂરે છે AMCમાં 20 વર્ષથી સત્તામાં રહેલા ભાજપના સત્તાધિશોનો કેટલી હદે ભ્રષ્ટ વહીવટ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યુ
અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યુ
એટ્રોસિટીના એક કેસમાં યોગ્ય કામગીરી ન કરતા ACP પાસેથી આંચકી લેવાઈ તપાસ
એટ્રોસિટીના એક કેસમાં યોગ્ય કામગીરી ન કરતા ACP પાસેથી આંચકી લેવાઈ તપાસ
જામનગરમાં ગણેશજી માટે બનાવાઈ 551 મીટર લાંબી પાઘડી,અંબાજીમા ભક્તોની ભીડ
જામનગરમાં ગણેશજી માટે બનાવાઈ 551 મીટર લાંબી પાઘડી,અંબાજીમા ભક્તોની ભીડ
દહેગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા, જુઓ વીડિયો
દહેગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા, જુઓ વીડિયો
રાજસ્થાનમાં દબાણ હટાવવા ગયેલા મહિલા SDM સાથે ઘર્ષણ, વાળ ખેંચી મારપીટ
રાજસ્થાનમાં દબાણ હટાવવા ગયેલા મહિલા SDM સાથે ઘર્ષણ, વાળ ખેંચી મારપીટ
ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
g clip-path="url(#clip0_868_265)">