AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈસનપુરની શાળામાં વિદ્યાર્થીને આંખમાં પરિકર મારી દેતા ગંભીર સ્થિતિ, આંખની કીકીનું કરાયુ ઓપરેશન, વિઝન અંગે કંઈ કહી ન શકાય- જુઓ Video

અમદાવાદની એક બાદ એક શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક હુમલાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. હજુ સેવન્થ ડે સ્કૂલની ઘટનાને એક વર્ષ પણ પૂરુ થયુ નથી ત્યાં ફરી ઈસનપુરની એક શાળામાં વિદ્યાર્થી પર હિંસક હુમલો કરવામાં આવ્યો. જ્યા બે વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડામાં વચ્ચે પડેલા અન્ય એક વિદ્યાર્થીને આંખમાં ચાકુ મારી દેવામાં આવ્યુ અને હાલ વિદ્યાર્થિની સ્થિતિ ઘણી ગંભીર બતાવવામાં આવી રહી છે.

ઈસનપુરની શાળામાં વિદ્યાર્થીને આંખમાં પરિકર મારી દેતા ગંભીર સ્થિતિ, આંખની કીકીનું કરાયુ ઓપરેશન, વિઝન અંગે કંઈ કહી ન શકાય- જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2026 | 6:10 PM
Share

અમદાવાદની વધુ એક શાળામાં વિદ્યાર્થી પર હિંસક હુમલાની ઘટના સામે આવી છે. ઈસનપુરની પબ્લિક સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થી પર હિચકારો હુમલો થયો. અન્ય વિદ્યાર્થીઓના ઝઘડાનો ભોગ આ 14 વર્ષનો સગીર બન્યો. સમગ્ર ઘટનાક્રમ કંઈક એવો હતો કે ભોગ બનનાર વિદ્યાર્થીના મિત્રની અન્ય વિદ્યાર્થી સાથે બોલાચાલી થઈ હતી અને તે ઝઘડી રહ્યા હતા તે દરમિયાન ભોગ બનનાર મિત્ર વચ્ચે પડી તેના મિત્રને બોલાવા ગયો અને ઉશ્કેરાયેલા એક વિદ્યાર્થીએ તેની પાસે રહેલુ પરિકર કાઢીને વિદ્યાર્થિની આંખમાં મારી દીધુ.

જુઓ Video

આ હુમલાને કારણે ભોગ બનનારને આંખમાં અતિશય પીડા થઈ, લોહી બહાર આવવા લાગ્યુ અને તેને એ આંખમાં દેખાતુ પણ બંધ થઈ ગયુ. આ હિચકારા હુમલા બાદ શાળામાં થોડીવાર માટે દોડધા મચી ગઈ. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીના માતાપિતાને જાણ કરવામાં આવી. આ સમગ્ર મુદ્દે ભોગ બનનાર વિદ્યાર્થીના માતા હિના શેખ દ્વારા શાળા સામે આક્ષેપ કરાયો છે કે શાળાએ ઘટના પ્રત્યે ગંભીરતા ન બતાવી અને તેના પુત્રને હોસ્પિટલે ન લઈ જવાયો. માતાના પહોંચ્યા બાદ તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જે બાદ ત્યાંના તબીબોએ તેને તાત્કાલિક આંખની હોસ્પિટલમાં ખસેડવા જણાવ્યુ.

ત્યારબાદ માતા હિના શેખ પુત્રને લઈને એલજી હોસ્પિટલથી અસારવા સિવિલ પહોંચ્યા હતા. જ્યાં ફરી તમામ પરીક્ષણો કરાયા બાદ રાત્રે 9 વાગ્યે તેની કીકીનું ઓપરેશન કરવામાં આવ્યુ. હોસ્પિટલ તંત્ર સામે પણ માતાએ આરોપ લગાવ્યો છે કે હોસ્પિટલે પણ ઘટનાની ગંભીરતાને ન જોતા પહેલા સારવારને બદલે પોલીસ ફરિયાદ નોંધાવવા પર ધ્યાન આપ્યુ હતુ. હાલ અન્ય બાળકોના ઝઘડામાં પોતાનો પુત્ર આંખ ગુમાવે તેવી કરૂણ સ્થિતિ સર્જાતા માતાની આંખમાં પણ આંસુ સુકાઈ નથી રહ્યા. ભોગ બનનાર વિદ્યાર્થિની આંખના વિઝન અંગે તબીબનું પણ કહેવુ છે કે હાલ બાળક સારવાર હેઠળ છે અને કેટલુ વિઝન છે તે અંગે કંઈ કહી શકાય તેમ નથી.

કુંડલીમાં મંગલદોષનો પ્રભાવ હોય તો આ ઉપાયો દ્વારા મેળવો રાહત- વાંચો

Follow Us
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
g clip-path="url(#clip0_868_265)">