રેલવે બોર્ડના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી અનિલકુમાર લાહોટી દ્વારા સાબરમતી હાઇ સ્પીડ રેલ (HSR) હબનું નિરીક્ષણ કર્યું અને અમદાવાદ-મુંબઇ હાઇ સ્પીડ રેલ પરિયોજનાની પ્રગતિની સમીક્ષા કરી તથા ઓપરેશન કન્ટ્રોલ સેન્ટર, વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સાબરમતીનું નિરીક્ષણ કર્યું અને અમદાવાદ રેલવે સ્ટેશન પર આરએલડીએના અધિકારીઓ સાથે અમદાવાદ રીડેવલપમેન્ટ પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી.
મંડળ રેલ પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું કે સીઆરબી અને સીઇઓ અનિલકુમાર લાહોટી દ્વારા 22 મે ના રોજ સાબરમતી હાઇ સ્પીડ રેલ (HSR) હબનું નિરીક્ષણ કર્યું અને સાબરમતી એચએસઆર સ્ટેશન પર થતી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી તથા સ્ટેશન પર મૂકવામાં આવેલ મોડલ પણ જોયું. તેમણે પરિયોજનામાં કરવામાં આવેલ વિવિધ વિકાસ અને પ્રગતિ અંગે એનએચએસઆરસીએલના અધિકારીઓ સાથે ચર્ચા કરી.
આ દરમિયાન અનિલકુમાર લાહોટી એ ઓપરેશન કન્ટ્રોલ સેન્ટ્રલ, વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સાબરમતીનું નિરીક્ષણ કર્યું અને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના અધિકારીઓ સાથે મીટિંગ કરી તથા કાર્યરત કન્ટ્રોલ સેન્ટર કઇ રીતે પ્રભાવશાળી પદ્ધતિથી વધારે સારું કાર્ય કરે છે, તે અધિકારીઓને વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું. આ દરમિયાન રેલવે બોર્ડના અધ્યક્ષ તથા મુખ્ય કાર્યકારી અધિકારી અનિલકુમાર લાહોટી તેમ જ મહાપ્રબંધક પશ્ચિમ રેલવે અશોક કુમાર મિશ્રએ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું.
અનિલકુમાર લાહોટીએ અમદાવાદ રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું. અમદાવાદ સ્ટેશન પર આરએલડીએના અધિકારીએ પાવર પ્રેઝન્ટેશન દ્વારા અમદાવાદ સ્ટેશન રીડેવલપમેન્ટ વિશે વિસ્તૃત રીતે જણાવવામાં આવ્યું કે આ રીડેવલપમેન્ટ કાર્યને કઇ રીતે કરવામાં આવશે, તેમાં કેવા કેવા પ્રકારના પડકારો આવશે અને કઇ રીતે ટ્રેનોનું સંચાલન કરીને રીડેવલપમેન્ટ કરવામાં આવશે.
આ પણ વાંચો Railway News : પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ અને અમૃતસર વચ્ચે સાપ્તાહિક સમર સ્પેશ્યિલ ટ્રેન
તે પછી તેમણે આણંદ એચએસઆર સ્ટેશનનું નિરીક્ષણ કર્યું તે પછી એફએસએલએમ કાસ્ટિંગ યાર્ડ 434 અને 442નું નિરીક્ષણ કરવામાં આવ્યું અને હાઇ સ્પીડ રેલ પરિયોજનાના ચાલી રહેલા કાર્યની સમીક્ષા કરી. આ પ્રસંગે અનિલકુમાર લાહોટી સાથે પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક અશોક કુમાર મિશ્ર, અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક તરુણ જૈન, વિભાગોના મુખ્યાધિકારીઓની સાથોસાથ પશ્ચિમ રેલવે અને નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટે (NHSRCL), વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર તેમ જ આરએલડીએના અગ્રણી અધિકારી પણ હતા.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 6:39 pm, Tue, 23 May 23