Ahmedabad Plane Crash : વિજય રૂપાણીનો ફ્લાઇટમાં બેસી છેલ્લો વીડિયો કોલ, જાણો કોની સાથે થઈ વાત અને શું કહ્યું ? જુઓ Video
વિજય રૂપાણીના નિધન બાદ તેમના ઘનિષ્ઠ મિત્ર મહેશભાઈએ ટીવી9 સાથે વાત કરી. તેમણે રૂપાણી સાથેના 60 વર્ષ જૂના સંબંધો અને છેલ્લી મુલાકાત યાદ કરી.

વિજય રૂપાણીના અણધાર્યા નિધનથી સમગ્ર ગુજરાતમાં શોકનું વાતાવરણ છવાયેલું છે. રાજકોટમાં તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન અને અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે. આ દુઃખદ પ્રસંગમાં, ટીવી9 ગુજરાતીએ રૂપાણીના ઘનિષ્ઠ મિત્ર મહેશભાઈ સાથે એક ખાસ વાતચીત કરી.
મહેશભાઈએ ટીવી9 ને આપેલા ઇન્ટરવ્યુમાં રૂપાણી સાથેના તેમના 60 વર્ષ જૂના સંબંધો વિશે વિગતવાર વાત કરી. તેમણે જણાવ્યું કે બાળપણથી જ તેઓ રૂપાણી સાથે ગાઢ મિત્રતા ધરાવતા હતા. સીએમ બન્યા પછી પણ તેમની મિત્રતા જળવાઈ રહી. વિજય રૂપાણી વારંવાર ગાંધીનગર મહેશભાઈને બોલાવતા હતા અને સાથે જમતા, વાતો કરતા. રાજકોટની મુલાકાત દરમિયાન પણ તેમનો સંપર્ક ચાલુ રહેતો.
મહેશભાઈએ વિજય રૂપાણી દ્વારા રાજકોટના વિકાસ માટે કરવામાં આવેલા કામોની પ્રશંસા કરી. એમએસપી, અટલ સરોવર, નવા એરપોર્ટ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવા પ્રોજેક્ટ્સને વિજય રૂપાણીના યોગદાન તરીકે યાદ કર્યા. તેમ છતાં, રૂપાણી હંમેશા રાજકોટના વિકાસ માટે વધુ કાર્યો કરવા માંગતા હતા.
ફ્લાઇટ દરમિયાન વીડિયો કોલ પર વાત
મહેશભાઈએ છેલ્લી વાતચીત યાદ કરી. તેઓ ફ્લાઇટ દરમિયાન વીડિયો કોલ પર વાત કરી હતી. આ વાતચીત ટૂંકી હતી, પરંતુ તેમની મિત્રતાની ગાઢતાને દર્શાવતી હતી. મહેશભાઈએ રૂપાણીના અચાનક જતા રહેવાનો શોક વ્યક્ત કર્યો અને તેમના લાંબા સમયના મિત્રના ગુમાવવાના દુઃખને શબ્દોમાં વ્યક્ત કરવામાં અસમર્થતા દર્શાવી. રૂપાણીના પાર્થિવ દેહને રાજકોટ લાવવામાં આવ્યો અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ દુઃખદ પ્રસંગે, સમગ્ર ગુજરાત તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યું છે.