Ahmedabad : શહેરમાં રોગચાળો વકર્યો, બાળકોમાં સિઝનલ ફ્લૂમાં સતત વધારો

ચોમાસાની સિઝનમાં શહેરમાં રોગચાળો વકર્યો છે. ખાસ કરીને બાળકોમાં સિઝનલ ફ્લૂમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં સિઝનલ ફ્લૂના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 5:59 PM

Ahmedabad : ચોમાસાની સિઝનમાં શહેરમાં રોગચાળો વકર્યો છે. ખાસ કરીને બાળકોમાં સિઝનલ ફ્લૂમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં સિઝનલ ફ્લૂના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ચાલુ મહિનાના 12 દિવસમાં નોંધપાત્ર કેસ વધ્યા છે. ગત મહિને 2800થી વધુ સિઝનલ ફ્લૂના કેસ નોંધાયા હતા. જયારે 1 હજારથી વધુ બાળકો દાખલ થયા હતા. આ મહિનાના માત્ર 12 દિવસમાં 1400થી વધુ કેસ નોંધાયા છે. આ 12 દિવસમાં 475 જેટલા બાળકો દાખલ થયા છે. બાળકોમાં તાવ, શરદી અને ખાંસીના કેસ વધુ જોવા મળી રહ્યાં છે. વરસાદ લંબાવાથી અને ભેજવાળા વાતાવરણના કારણે કેસમાં વધારો નોંધાયો છે. બાળકોના વાલીઓને રસી લેવા અને કોવિડ નિયમ પાલન કરવા ડૉક્ટરોએ અપીલ કરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">