Video : અમદાવાદમાં પૈસાની તકરારમાં હત્યા.. હોટલની રૂમમાં લઈ જઈ આરોપીએ પ્રેમિકાને ઉતારી મોતને ઘાટ, જાણો ઘટના
અમદાવાદમાં રૂપિયાની લેતી દેતીમાં પ્રેમીએ પ્રેમિકાની કરી હત્યા. પ્રેમી પંખીડાં વચ્ચે હોટલમાં અંગતપળો દરમ્યાન પૈસાને લઈને તકરાર થતા પ્રેમીએ ગળું દબાવીને પ્રેમિકાની હત્યા કરી. ક્રાઇમ બ્રાન્ચે આણંદમાંથી પ્રેમીની ધરપકડ કરી.

અમદાવાદમાં 16 માર્ચના રોજ રવિવારે એક હત્યાની ઘટના બની હતી. ક્રાઇમ બ્રાન્ચની ગીરફત માં આવેલા ચિંતન વાઘેલાએ તેની પ્રેમિકાની હત્યા કરી દીધી છે. પ્રેમી ચિંતન અને પ્રેમિકા નસરીન વચ્ચે પૈસાને લઈ ઝઘડો થયો અને આવેશમાં આવીને ચિંતનએ નસરીનનું ગળુ દબાવીને હત્યા કરી દીધી છે.
હોટલ દ્વારા રૂમ ચેક કરતા બારણું ખુલ્લું હતું
ધટના ની વાત કરવામાં આવે તો રવિવાર ના રોજ મૃતક નસરીનબાનું અખ્તર અને પ્રેમી ચિંતન એરપોર્ટ પાસે તંદુર પેલેસ હોટલમાં પાંચ કલાક માટે રૂમ રાખ્યો હતો. બન્ને જણા બપોરે 12.30 વાગ્યે અરસામાં હોટલમાં સાથે આવ્યા હતા. જે બાદ આરોપી ચિંતન બપોરે અઢી વાગ્યે હોટલમાંથી નીકળી ગયો હતો પણ સાંજના રૂમ ખાલી ન થતા હોટલ દ્વારા રૂમ ચેક કરતા બારણું ખુલ્લું હતું અને નસરીનબાનુંની હત્યા કરેલી હાલતમાં લાશ પડેલી હતી. જે બાદ એરપોર્ટ પોલીસે પહોંચી તપાસ કરતા પ્રેમી ચિંતન હત્યા કરીને ફરાર થઈ ગયો હતો.
ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ બાતમીના આધારે આણંદ નજીક આરોપી ચિંતનની ધરપકડ કરી. જોકે ચિંતનએ પ્રેમિકા નસરીનની હત્યા બાદ અફસોસ થઈ રહ્યો હતો અને પોતે પણ આપધાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો તેવામાં ક્રાઈમ બ્રાંચ ટીમ આણંદ પાસે ચીખોતરા બ્રિજ પરથી ચિંતનને પકડી લીધો.
પકડાયેલ આરોપી ચિંતન વાઘેલા હત્યા કરીને એરપોર્ટ થી કાલુપુર રિક્ષા મારફતે પહોંચ્યો હતો..જે બાદ કાલુપુર થી નડિયાદ પહોંચ્યો અને આણંદ નજીક ચીખોતરા બ્રિજ પરથી આપધાતનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સમયસર પહોંચી જતા ચિંતનને પકડી લીધો.
પૈસા બાબતે બન્ને વચ્ચે ઝઘડો થયો
ત્યાર બાદ આરોપી ચિંતનની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેને નસરીન સાથે દોઢ વર્ષ થી પ્રેમ સંબંધ હતો. પણ પૈસા ની લેતી દેતી માં હત્યા થઇ હોવાનું કબુલાત કર્યું છે. જેમાં આરોપી ચિંતન થોડાક દિવસથી કઈ કામ ધંધો કરતો ના હોવાથી પ્રેમિકા નસરીન સાથેથી 50 હજાર રૂપિયા લીધા હતા અને પૈસા પરત ના આપતો હોવાથી બન્ને વચ્ચે ઝઘડો થયો. આ વાતને લઈ ને હોટલના રૂમ માં બન્ને ઝઘડો થયો જે બાદ મૃતક નસરીનએ પ્રેમી ચિંતનના પરિવાર વિશે અપશબ્દો બોલ્યા હતા જેથી આરોપી ચિંતન ગુસ્સે થઈ આવેશમાં આવીને પ્રેમિકા નસરીનનુ ગળું દબાવીને હત્યા કરી દીધી.
લગભગ પાંચ મિનિટ સુધી ગળું દબાવી રાખ્યું હતું. આરોપી ચિંતન એ મૃતક પ્રેમિકા નસરીન પાછળ 17 લાખ રૂપિયા મોજશોખમાં ખર્ચ્યા હોવાની કબૂલાત કરી રહ્યો છે. પણ મૃતક નસરીન 50 હજાર માંગણી કરતા તે પરત બે મહિના રહીને આપવાનું ચિંતન કહેતા ઝઘડો થયો હતો.
પ્રેમ સંબંધ ની જાણ યુવતીના ઘરે હતી નહી
નોંધનીય છે કે બાપુનગર નજીક એક જ કોમ્પલેક્ષ મા મૃતક નસરીન અને આરોપી ચિંતન નોકરી કરતા હતા તે સમયે બન્ને પરિચયમાં આવ્યા હતા બાદમાં બન્ને પ્રેમ સંબંધ થયો. જોકે પ્રેમ સંબંધ ની જાણ યુવતીના ઘરે હતી નહી અને બન્ને લગ્ન પણ કરવાના હતા. આમ મૃતક 22 વર્ષીય નસરીન મૂળ યુપીની રહેવાસી છે પણ હાલ રામોલ રહેતી હતી અને એરપોર્ટ પર ફૂડ કોર્ટમાં નોકરી કરે છે.
ત્યારે 31 વર્ષીય આરોપી ચિંતન બાપુનગર ન્યૂ ઈન્ડિયા કોલોની પાસે રહે છે અને એમ્બ્રોડરી કામ કરતો હતો હાલ બેકાર હતો. જોકે આરોપી અને મૃતક બન્ને મહીનો સુધી એક સાથે અલગ અલગ હોટલમાં સાથે રહેતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને એરપોર્ટ પોલીસ સોંપીને વધુ તપાસ શરૂ કરી છે.