તમારા ખાતામાં મનીલોન્ડરીંગ, ડ્રગ ડીલીંગના પૈસા આવ્યા છે.. અમદાવાદમા આવું કહી ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ

|

Jun 01, 2024 | 11:11 PM

નકલી અધિકારીઓની ગેંગ ના 4 સાગરીતોની અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ સેલ, CBI, કસ્ટમ વિભાગના ઉચ્ચ અધિકારીના નામની ખોટીઓળખ આપી ઠગાઈ કરતી ટોળકીના 4 સાગરીતોની ધરપકડ કરી છે. 

તમારા ખાતામાં મનીલોન્ડરીંગ, ડ્રગ ડીલીંગના પૈસા આવ્યા છે.. અમદાવાદમા આવું કહી ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ

Follow us on

કોલ કરી બેન્ક એકાઉન્ટ ખુલેલ છે અને તે ખાતાઓમાં મનીલોન્ડરીંગ, ડ્રગ ડીલીંગ, smuggling જેવા કામ થાય છે તેવુ જણાવી Skype ઉપર વીડિયો કોલ કરી ડિઝીટલ એરેસ્ટ કરી રૂપિયા પડાવતા હતા.

તમારા ખાતાઓમાં મનીલોન્ડરીંગ, ડ્રગ ડીલીંગ, smuggling ના પૈસા આવ્યા

23 એપ્રિલ, 2023ના રોજ અમદાવાદ શહેર વિસ્તારમાં રહેતા એક ઇસમને અજાણ્યા વ્યકતીઓએ ફોન કરી મુંબઇ પોલીસ સાયબર ક્રાઇમબ્રાંચના પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપી ધાકધમકી આપી હતી. નવાબ મલિકના 24 બેન્ક એકાઉન્ટ થકી ગેરકાયદેસર ટ્રાન્જેક્શન થયેલ છે તથા બેંક ખાતાઓમાં મનીલોન્ડરીંગ, ડ્રગ ડીલીંગ, smuggling ના પૈસા આવેલ છે, તેવું કહી આ મામલે તપાસમાં સહયોગ નહીં આપો તો આ ગુનામાં દસ વર્ષથી લઇ આજીવન કેદ સુધીની શિક્ષાઓની જોગવાઇ છે અને જો તપાસમાં સાથ સહકાર નહી આપે અને તેમના કહ્યા મુજબ નહી કરે તો તેઓને આ કેસમાં ફસાવી દેવામાં આવશે, ધરપકડ કરવામાં આવશે તેવી ધમકી આપી.

જુદી જુદી તારીખે કુલ રૂપિયા 41,25,627/- પડાવી લેવામાં આવ્યા

વિવિધ પ્રકારની ધમકી આપી બાદમાં Skype ઉપરથી મુંબઇ સાયબર સેલના અધિકારીઓના નામે જુદી જુદી તારીખોએ વાતચીત કરાવી બેંકોના બેલેન્સની માહિતી મેળવી તે પૈસા વેરીફીકેશન માટે મોકલી આપવા માટે બળજબીરીથી જણાવી તેમજ ફરીયાદી જે પૈસા ભરશે તે AML(એન્ટી મનીલોડંરીંગ) ડીપાર્ટમેન્ટ વેરીફાઇ કરી લે પછી તરત જ 15 મીનીટમાં પરત મળી જશે તેવી ખોટી હકીકત જણાવી જુદી જુદી તારીખે કુલ રૂપિયા 41,25,627/- પડાવી લેવામાં આવ્યા.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

રૂપિયા મેળવવા અને વિશ્વાસ કેળવવા તેઓએ મુંબઇ પોલીસના પોલીસ ઇન્સ્પેકટર ના નામનુ બનાવટી આઇ.કાર્ડ ની તેમજ સી.બી.આઇ નો લોગો અને આર.બી.આઇ ના સીક્કા વાળુ બનાવટી સર્ટી મોકલી ઠગાઈ કરી. બેન્ક એકાઉન્ટ તથા અન્ય ટેક્નિકલ ડિટેલના આધારે ઠગ ટોળકી નું પગેરું મેળવી 4 આરોપીઓ ને ઝડપી પાડ્યા

Next Article