Ahmedabad: ઇ- મેમોને લઇને લોક અદાલતનું આયોજન, 26 જુનના રોજ વાહનચાલકો ઇ-મેમોના બાકી નાણાં રૂબરૂ ભરી શકશે

અમદાવાદ(Ahmedabad) ટ્રાફિક પોલીસ દ્વારા 26મી જૂનનાં રોજ વાહન ચાલકો ઈ-ચલણ ભરે તે માટે ખાસ લોક અદાલત દ્વારા કરાયું છે. મહત્વનું છે કે 57 લાખ 86 હજાર ઈ-ચલણની 249 કરોડ રૂપિયા જેટલી માતબર રકમનાં ઈ-ચલણ વાહનચાલકોને ભરવાના બાકી છે.

Ahmedabad: ઇ- મેમોને લઇને લોક અદાલતનું આયોજન, 26 જુનના રોજ વાહનચાલકો ઇ-મેમોના બાકી નાણાં રૂબરૂ ભરી શકશે
Ahmedabad Traffic PoliceImage Credit source: File Image
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jun 24, 2022 | 9:54 PM

અમદાવાદ(Ahmedabad)શહેરમાં ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોને આપવામાં આવેલ ઇ- મેમોને (E-memo)લઇને લોક અદાલતનું (Lok Adalat) આયોજન કરવામાં આવ્યું છે.26મી જૂનના દિવસે આ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં લગભગ 30 હજાર જેટલા વાહન ચાલકોને કે જેમના ઇ મેમો બાકી છે તેઓને મેસેજ મારફતે ટ્રાફિક પોલીસ દ્વારા જાણ પણ કરવામાં આવી છે. જેમાં વાહન ચાલકો બાકી ઇ- મેમો કોઈપણ ટ્રાફિક પોલીસ સ્ટેશન માં અથવા તો ટ્રાફિક પોલીસ ની વેબસાઈટ પરથી ભરી શકે છે. પરંતુ લોક અદાલતના દિવસે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે, મિરઝાપુર કોર્ટ, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ માં રૂબરૂ જઇને પણ ભરી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

57 લાખ 86 હજાર ઈ-ચલણની 249 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ બાકી

મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટની ટકોર બાદ વધુ પડતા બાકી ઇ મેમો વસુલવા આ કવાયત હાથ ધરવામાં આવી છે. જો કે આ સાથે છેલ્લા છ મહિના માં ઇ મેમો નહિ ભરનારા 800 વાહન ચાલકોના લાયસન્સ પણ રદ કરવામાં આવ્યા છે.અમદાવાદ શહેરના બાકી ઇ મેમો ભરવા અને તકરાર નિવારણ માટે ટ્રાફિક પોલીસ દ્વારા 26મી જૂનનાં રોજ વાહન ચાલકો ઈ-ચલણ ભરે તે માટે ખાસ લોક અદાલત દ્વારા કરાયું છે. મહત્વનું છે કે 57 લાખ 86 હજાર ઈ-ચલણની 249 કરોડ રૂપિયા જેટલી માતબર રકમનાં ઈ-ચલણ વાહનચાલકોને ભરવાના બાકી હોય અને વાહનચાલકોની ઈ-ચલણ ભરવામાં નિરસતા હોવાથી ગુજરાત હાઈકોર્ટે આ મામલે પોલીસ વિભાગને ટકોર કરતા આ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

30 હજાર વાહન ચાલકોને SMS કરી ઇ-ચલણ ભરવા માટે જાણ કરી

તેમ છતાં અમદાવાદ ટ્રાફિક પોલીસે અત્યાર સુધીમાં 30 હજાર વાહન ચાલકોને SMS કરી ઇ-ચલણ ભરવા માટે જાણ કરી છે. અને તે પહેલાં ટ્રાફિક પોલીસના QR કોડ અને ઓનલાઈન મારફતે પણ ઈ-ચલણની રકમ સ્વીકારશે હાલ સુધી ઈ-ચલણ ન ભરનારા 800 થી વધુ વાહન ચાલકોના છેલ્લા 6 મહિનામાં લાયસન્સ રદ કરી દેવાયા છે. તેવામાં લોકોને પોતાના ઈ-ચલણ ભરવા માટે શહેર પોલીસે અપીલ કરી છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">