Ahmedabad: ગદર્ભોના ખરીદ વેચાણ માટે જાણીતા સુપ્રસિદ્ધ વૌઠાના મેળાની તૈયારીઓ શરૂ, પ્રદૂષિત પાણીનું વહેણ અટકાવવા માંગણી

|

Nov 02, 2022 | 8:08 PM

જેમ પુષ્કરના મેળામાં ઊંટની ખરીદી અને વેચાણ થાય છે તે જ રીતે વૌઠામાં (Vautha melo)પણ ગઘેડાની ખરીદી અને વેચાણ કરવામાં આવે  છે.  અહી જાતભાતન ગર્દભની પ્રજાતિ જોવા મળે છે.

Ahmedabad: ગદર્ભોના ખરીદ વેચાણ માટે જાણીતા સુપ્રસિદ્ધ વૌઠાના મેળાની તૈયારીઓ શરૂ, પ્રદૂષિત પાણીનું વહેણ અટકાવવા માંગણી
વૌઠાનો લોકમેળો

Follow us on

કોરોનાકાળ હળવો થતા આ વર્ષે  ગુજરાતમાં તહેવાર તેમજ લોકમેળાનું આયોજન ધૂમધામથી થઈ રહ્યું છે, ત્યારે આ વર્ષે વૌઠાનો મેળાનું  પણ આયોજન થશે. નવા વર્ષના તહેવાર બાદ આવતો આ ગુજરાતી પંચાગ પ્રમાણેનો પ્રથમ મેળો ગણાય છે અને તે અમદાવાદ નજીક આવેલા ધોળકા પાસે વૌઠામાં યોજાય છે. વૌઠામાં સાત નદીઓનો સંગમ થાય છે તે સ્થળે વર્ષોથી  કારતક સુક અગિયારસથી એટલે કે દેવ ઉઠી એકાદશીથી  કારતક સુદ પૂનમ સુધી આ લોકમેળો આયોજિત  કરવામાં આવે છે. મેળામાં પશુઓનું ખાસ કરીને ગધેડાનું વેચાણ કરવામાં આવે છે. જેમ પુષ્કરના મેળામાં ઊંટની ખરીદી અને વેચાણ થાય છે તે જ રીતે વૌઠામાં પણ ગઘેડાની ખરીદી અને વેચાણ કરવામાં આવે છે. અહી જાતભાતન ગર્દભની પ્રજાતિ જોવા મળે છે અને લોકો તેને મોટી કિંમત આપીને ખરીદે છે અહીં  ગુજરાત બહારથી પણ લોકો મેળો માણવા અને પશુઓ ખરીદવા માટે ઉમટી પડે છે.

સાત નદીઓના સંગમ સ્થાને યોજાશે મેળો

ધોળકાના વૌઠા ગામમાં સાબરમતી, હાથમતી, ખારી, વાત્રક, મેશ્વો, શેઢી અને માજુમ એમ સાત નદીનો સંગમ થાય છે. આ સ્થળે પાંચ દિવસ સુધી લાખોની સંખ્યામાં લોકો સ્થાન કરી ધન્યતા અનુભવતા હોય છે. તેમજ તંબુઓમાં આવીને રહે છે અને લોકમેળાની મજા માણે છે જોકે હાલમાં સ્થાનિકોએ સાબરમતીનું પ્રદૂષિત પાણી હોવાની ફરિયાદ કરી છે સપ્તનદીઓના સંગમસ્થાને  પ્રદૂષિત પાણી આવે છે, ત્યારે આવા પ્રદૂષિત પાણીમાં સ્નાન ન કરવું પડે તે માટે  સાબરમતી નદીમાં શુદ્ધ પાણી તંત્ર પૂરું પાડે તેવી માંગણી ઉઠી છે.

પ્લોટની હરાજીનું કામ પૂર્ણ

સપ્ત નદીઓના સંગમ સ્થાને  તંત્ર દ્વારા શુદ્ધ પાણી પૂરૂ પાડવામાં આવે તેવી માંગણી ઉઠી છે સાથે સાથે  સપ્ત નદી સંગમમાં સ્નાન કરવા જવા માટે ગ્રામ પંચાયત દ્વારા લાકડાનો પુલ બનાવવામાં આવી રહ્યો છે. જેથી લોકો ત્યાંથી જઈને નદીમાં સ્નાન કરી શકે. જોકે મોરબીની દુર્ઘટનાને ધ્યાનમાં રાખતા હવે પાણીમાં અવર જવર માટે અહીં વિશેષ ધ્યાન રાખવામાં આવે તે અનિવાર્ય બાબત છે.

WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો

મેળામાં હજારો લોક રોજગારી રળવા માટે આવે છે, ત્યારે  વૌઠા ગ્રામ પંચાયત દ્રારા પ્લોટની હરાજી કરીને કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.  બે વર્ષથી કોરોના મહામારીના લીધે મેળો બંધ હતો, ત્યારે આ વર્ષે મેળાના આયોજનને પગલે સ્થાનિકોમાં પણ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વિથ ઇનપુટ ક્રેડિટ: અરવિંદ ઠાકોર ટીવી 9 વૌઠા

Next Article