Ahmedabad: સિવિલ હોસ્પિટલના તબીબોને 5 મહિનાના બાળકના જડબાના ટ્યુમરની જટીલ સર્જરીમાં મળી સફળતા, 95 ટકા મોં માં ફેલાયેલુ હતુ ટ્યુમર

|

Apr 23, 2023 | 6:08 PM

Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં મેલેનોટિક્સ ન્યુરોએક્ટોડરમલ ટ્યુમરથી પીડાતા 5 મહિનાના બાળકના મોંઢની સફળ સર્જરી કરવામાં આવી છે. બાળકના મોઢામાં 95 ટકા જેટલુ ટ્યુમર ફેલાયેલુ હતુ. જેના કારણે બાળક ફિડીંગ પણ કરી શકતુ ન હોવાથી ડ્રોપરથી ફીડીંગ આપવામાં આવતુ હતુ. સિવિલના બાળ રોગ સર્જરી વિભાગના તબીબોઓ અત્યંત પડકારજનક સર્જરી પાર પાડી બાળકને નવજીવન બક્ષ્યુ છે.

Ahmedabad: સિવિલ હોસ્પિટલના તબીબોને 5 મહિનાના બાળકના જડબાના ટ્યુમરની જટીલ સર્જરીમાં મળી સફળતા, 95 ટકા મોં માં ફેલાયેલુ હતુ ટ્યુમર

Follow us on

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળક અરવલ્લી જિલ્લાના ખેડૂત દંપતીના પાંચ મહિનાના બાળકની જટીલમાં જટીલ કહી શકાય તેવી મોંઢાના ટ્યુમરની સફળ સર્જરી કરવામાં આવી છે. બાળકને મોંઢામાં 95 ટકા ટ્યુમર ફેલાયેલુ હતુ. પાંચ મહિનાના બાળકના મોંઢાના ટ્યુમરની સર્જરી અત્યંત પડકારજનક હતી. તબીબોએ તેમની સુઝબુઝ અને વર્ષોના અનુભવના પરિણામે આ રેર ઓફ ધી રેર કહી શકાય તેવી સર્જરી પાર પાડી હતી.

બાળકને પીડામુક્ત જોવુ દંપતી માટે બની ગયુ હતુ સ્વપ્ન

અરવલ્લીના ખેડૂત દંપતી માટે પોતાના બાળકને પીડામુક્ત જોવુ એ એક સ્વપ્ન બની ગયુ હતુ. આ બાળકને જન્મથી જ જડબામાં વિશાળકાળ ટ્યુમર હોવાના કારણે તે અનેક સમસ્યામાંથી પસાર થઈ રહ્યુ હતુ. બાળકને મોંઢામાં 4*4 સે.મી.ની વિશાળકાય ગાંઠ હતી. શરીરના એવા કોષો કે જેમાંથી વિવિધ પેશીઓનુ નિર્માણ થાય છે તેવી જગ્યાએ આ ગાંઠ હતી. જેને વૈજ્ઞાનિક ભાષામાં કોષોનું ટ્યુમર કહેવાય છે. જે મેલેનોટિક્સ ન્યુરોએક્ટોડરમલ તરીકે ઓળખાય છે.

95 ટકા મોઢામાં ફેલાયેલુ હતુ ટ્યુમર

બાળકનો મોંઢાનો 95 ટકા ભાગ ટ્યુમર ઘેરાયેલો હોવાના કારણે બાળક માતાનું ધાવણ પણ લઈ શક્તુ ન હતુ. જેના પરિણામે બાળકને ડ્રોપર દ્વારા ટીપુ ટીપુ નાખીને ધાવણ આપવામાં આવતુ હતુ. બાળકની ખાનગી હોસ્પિટલમાં આ ટ્યુમરની સારવાર કરવામાં આવી હતી પરંતુ સર્જરી બાદ પણ તેમાં સફળતા મળી ન હતી. તેમા પણ નિષ્ફળતા મળતા અંતે અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળ રોગ સર્જરી વિભાગમાં બાળકને લવાયુ હતુ.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

ટ્યુરમના કારણે બાળક ફીડીંગ પણ કરી શક્તુ ન હતુ, ડ્રોપર દ્વારા અપાતુ હતુ ફીડીંગ

સિવિલ હોસ્પિટલના તબીબોએ મોટી સર્જરી વિના આ ગાંઠને દૂર કરવાના તમામ પ્રયાસો હાથ ધર્યા તેનું આયોજન પણ કર્યું પરંતુ તેમાં કયાય સફળતાને અવકાશ રહ્યો નહીં. અંતે તબીબો દ્વારા આ ટ્યુમરને સર્જરીથી જ દૂર કરવાનું નક્કી કરવામાં આવ્યું. બાળ રોગ સર્જરી વિભાગના વડા અને સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી અને તેમની ટીમ તેમજ એનેસ્થેસિયા વિભાગના અનીષાબેન અને તેમની ટીમ દ્વારા રેર અને જટિલ કહી શકાય તેવી સર્જરી હાથ ધરવામાં આવી. બે કલાકની ભારે જહેમતના અંતે આ સર્જરી સફળતાપૂર્વક પાર પડી.

ટ્યુમરને જ્યારે બહાર કાઢવામાં આવ્યું ત્યારે તેના રિપોર્ટ કરાતા જાણવા મળ્યું કે, આ ટ્યુમર મોઢાના અન્ય ભાગમાં પણ પ્રસરીને નુકસાન પહોંચાડી શકે તે પ્રકારનું અત્યંત સેન્સિટીવ ટ્યુમર હતું. સમયસર તેને બહાર કાઢવામાં ન આવ્યું હોત તો કોઈ પણ ક્ષણે બાળકનું મૃત્યુ થઇ શકવાની સંભાવનાઓ પ્રબળ હતી.

સર્જરી સમયે બાળકનો જીવ જવાનુ પણ હતુ રિસ્ક

સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીનુ કહેવું છે કે, નવજાત શિશુમાં આ પ્રકારની વિશાળકાય ટ્યુમરની સર્જરી અત્યંત પડકારજનક હોય છે. આ કિસ્સાને રેર કિસ્સો કહી શકાય કારણ કે નવજાત બાળકના મોઢામાં જડબાના ભાગમાં આ સર્જરી કરવામાં ઘણું રિસ્ક રહેલું હોય છે. ટ્યુમરની સર્જરી વખતે ઘણું બધું લોહી વહી જવાની શક્યતા રહેલી હોય છે એની સાથે સાથે એ લોહી જો શ્વાસનળીમાં જાય તો બાળકના જીવને રિસ્ક ઊભું થવાની સંભાવનાઓ હતી‌. જેના પરિણામે જડબાના આજુબાજુના ભાગને પેક કરીને કોઈ પણ પ્રકારની આડઅસર ન વર્તાય તે પ્રમાણે સર્જરી હાથ ધરવામાં આવી.

આ પણ વાંચો: Gujarati Video : અમદાવાદમાં વાયરલ કેસમાં થયો વધારો, સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ

આ પ્રકારના કિસ્સામાં ટ્યુમર કાઢ્યા બાદ ભવિષ્યમાં કોઈપણ પ્રકારની આડસર વર્તાય છે કે કેમ તે માટેનું ફોલો-અપ કરવું અત્યંત જરૂરી બની રહે છે. જે માટે સિવિલ હોસ્પિટલના તબીબોએ બાળકના પરિવારજનોને ક્ષમાયા અંતરે આવવા જણાવવામાં આવ્યું છે. આ સર્જરી એટલી રેર છે કે વિશ્વમાં 2018 સુધી માત્ર 500 કેસ જ નોંધાયા છે‌. વિશ્વમાં 2018 સુધીમાં મેલેનોટિક્સ ન્યુરોએક્ટોડરમલની રેર સર્જરીના માત્ર 500 કેસ જ નોંધાયા છે‌.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 4:09 pm, Sun, 23 April 23

Next Article