Gujarati Video : અમદાવાદમાં વાયરલ કેસમાં થયો વધારો, સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ

Ahmedabad News : સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. બાળકો અને વૃદ્ધોમાં વાયરલના કેસ નોંધાયા છે. દર મહિને 90 હજાર દર્દીઓ ઓપીડીમાં સારવાર લઈ રહ્યા છે. છેલ્લા 10 દિવસમાં 27 હજાર દર્દીઓએ ઓપીડીમાં સારવાર લીધી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2023 | 3:21 PM

અમદાવાદમાં વાયરલના કેસમાં સતત વધારો થતા તંત્રની ચિંતા વધી છે. સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. બાળકો અને વૃદ્ધોમાં વાયરલના કેસ નોંધાયા છે. દર મહિને 90 હજાર દર્દીઓ ઓપીડીમાં સારવાર લઈ રહ્યા છે. છેલ્લા 10 દિવસમાં 27 હજાર દર્દીઓએ ઓપીડીમાં સારવાર લીધી. બાળકોની ઓપીડીમાં 8000 દર્દીઓ હતા.

ગુજરાતમાં એક તરફ હીટવેવની સ્થિતિ છે. અનેક જિલ્લામાં સતત ગરમી પડે છે. તો ઘણા સ્થળોએ કમોસમી વરસાદ પણ છે. ત્યારે બેવડી ઋતુના કારણે વાયરલ ઈન્ફેક્શનના કેસ વધ્યા છે. અમદાવાદમાં વાયરલ ઇન્ફેક્શન બાદ H3N2 કેસમાં અનેક ગણો વધારો થયો છે. જેના લક્ષણ શરદી, ઉધરસ, તાવ, ઉલટી અને પેટના દુઃખાવા જેવા છે. ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ માતા-પિતા અને સ્કૂલ તંત્ર પણ ચિંતિત બન્યા છે.

તો બીજી તરફ રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યામાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">