GPS ટ્રેકરની મદદથી પોતાની પત્નિની જ જાસુસી કરનાર વૃધ્ધ પતિની અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે. પતિ- પત્નિ વચ્ચે છેલ્લા 5 વર્ષથી ચાલતી તકરારના કારણે 70 વર્ષિય વૃધ્ધાએ પત્નિ અને તેના પુત્રની જાસુસી કરવા માટે ગાડીમાં GPS લગાવ્યુ હોવાનું સામે આવ્યું છે. વૃધ્ધાના મનમાં રહેલો શક દુર કરવા માટે આ કૃત્ય કર્યુ હોવાનું સામે આવ્યું છે.
સાયબર ક્રાઈમ અમદાવાદની ટીમ દ્વારા આરોપી પતિની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. વૃદ્ધ પતિ અમદાવાદના જુહાપુરામાં રહે છે અને તે તેણે જ પત્નિ સાથે ખટરાગ હોવાને લઈ તેમની કારમાં જીપીએસ ટ્રેકર લગાવ્યુ હતુ. જે જીપીએસ ટ્રેકરને લઈ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને જેની તપાસ શરુ કરવામાં આવી હતી.
70 વર્ષિય સબ્બિર ગાંધી એ પોતાની પત્નીની ગાડીમાં GPS ટ્રેકર લગાવી તેની જાસુસી કરતો હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યુ હતુ. જેની ધરપકડ બાદ પોલીસે પૂછપરછ કરતા જાસૂસી કરવાને લઈ ખુલાસો કર્યો હતો. વૃદ્ધ પત્નિએ ફરિયાદ કરતા પોલીસને બતાવ્યુ હતુ કે, છેલ્લા કેટલાક મહિનાથી ફકોઈ તેનો પીછો કરતો હતો જેને લઈ તેણે આશંકાને દૂર કરવા માટે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો હતો.
આ મામલે પોલીસમાં ફરિયાદ કરતા સાયબર ક્રાઈમે GPS ટ્રેકરની તપાસ કરતા પતિ સબ્બીર ગાંધીની સંડોવણી સામે આવી હતી. જેને લઈ શબ્બીર ગાંધીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી હતી.
પકડાયેલ આરોપી સબ્બિર ગાંધીની પુરછપરછ કરતા સામે આવ્યું કે વૃધ્ધ દંપતિ વચ્ચે છેલ્લા 5 વર્ષથી તરકાર ચાલે છે, અને 498 નો કેસ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે. ઉપરાંત આરોપી ભરણપોષણ ચુકવી રહ્યો છે. પતિ શબ્બિર ગાંધીને તેની પત્નિ અને પુત્ર પર શંકા હોવાથી તેમની મુવમેન્ટ જાણવા માટે GPS ટ્રેકર કારમાં લગાવ્યુ હોવાનું સામે આવ્યું છે.
વૃધ્ધાની જાસુસી કેસમાં માત્ર પારિવારિક તકરાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે. જોકે જાસુસી પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
Published On - 8:01 pm, Fri, 5 January 24