અમદાવાદમાં સોફ્ટવેર એન્જિનિયર બન્યો ડુપ્લિકેટ સરકારી અધિકારી, ગાડીમાં લાલ લાઇટ અને હુટર લગાવી જમાવતો રોફ, જાણો સમગ્ર ઘટના

અમદાવાદમાં ભારત સરકારના હોમ ડિપાર્ટમેન્ટનો નકલી અધિકારી ઝડપાયો છે. આ ઈસમને લાલ લાઈટ વાળી ગાડીમાં ફરવાનો શોખ હતો, પરંતુ તેને અમદાવાદમાં રોફ જમાવવું ભારે પડ્યું. ગુજરાત યુનિવર્સિટી પોલીસે નકલી અધિકારીની ધરપકડ કરીને કાર જપ્ત કરી છે. 

અમદાવાદમાં સોફ્ટવેર એન્જિનિયર બન્યો ડુપ્લિકેટ સરકારી અધિકારી, ગાડીમાં લાલ લાઇટ અને હુટર લગાવી જમાવતો રોફ, જાણો સમગ્ર ઘટના
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Apr 23, 2024 | 9:07 PM

ભારત સરકારના હોમ ડિપાર્ટમેન્ટનો અધિકારી બનીને અમદવાદમાં રોફ જમાવતો આરોપી પોલીસના હાથે ઝડપાયો છે. પોલીસે આ નકલી અધિકારીની ધરપકડ કરી છે. લોકસભાની ચૂંટણીને લઈને પોલીસ ચેકીંગ કરી રહી હતી ત્યારે આરોપી સૌરીશ પોતાની દિલ્હી પાસિંગની ક્રેટા ગાડી લઈને નીકળ્યો હતો.

આ ગાડીમાં પોલીસની સરકારી વાહનોમાં લાગે તેવી લાલ અને વાદળી લાઈટ લગાવેલી હતી અને સરકારી ગાડીમાં ઈમરજન્સી સમયે વાગે તેવું હુટર લગાવ્યું હતું. આરોપી સરકારી વાહનની જેમ ઓવર ટેક કરીને નીકળતા ગુજરાત યુનિવર્સિટી પોલીસને શંકા જતા તેનો પીછો કરીને વિજય ચાર રસ્તા નજીક તેને અટકાવી પૂછપરછ કરતા નકલી અધિકારીનો ભાંડો ફૂટી ગયો. જે બાદ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લાલ લાઈટ વાળી ગાડીમાં રોફ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સૌરીન પશ્ચિમ બંગાળના કોલકતાનો રહેવાસી છે અને સોફ્ટવેર એન્જિનિયર છે. તે પુનામાં આવેલી માઈક્રોસોફ્ટ કંપનીમાં નોકરી કરે છે. સૌરીનને સરકારી અધિકારીઓની જેમ લાલ લાઈટ વાળી ગાડીમાં ફરીને રોફ જમાવવાનો ખૂબ જ શોખ છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

અગાઉ પણ તે પશ્ચિમ બંગાળમાં આ પ્રકારે લાલ લાઈટવાળી ગાડીમાં નકલી અધિકારી બનીને રોફ જમાવતા ઝડપાયો હતો અને તેની વિરુદ્ધ ગુનો પણ નોંધાયો હતો. આ કેસમાં પણ સૌરીનએ પશ્ચિમ બંગાળનું અસલી પાસિંગ બદલીને દિલ્હીનું નકલી પાસિંગ લગાવ્યુ હતું.

ગાડીમાં ભારત સરકારનું લખાણ

સરકારી વાહનમાં લાઈટ અને હુટર લગાવીને રોફ જમાવી રહ્યો હતો. એટલું જ નહીં કારમાં ભારત સરકારનું લખાણ પણ લખ્યું હતું. આ આરોપી બે દિવસ પહેલા તે ઉદયપુર પણ આ પ્રકારે સરકારી અધિકારીની જેમ ગાડી લઈને ગયો હતો. મહત્વનું છે કે નકલી અધિકારી બનવાની સાથે આરોપીને IPS અને IAS અધિકારી સાથે ફોટો પડાવવાનો પણ ખુબ જ શોખ છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની કાર જપ્ત કરી છે.

નિવૃત આર્મી ઓફિસરની દીકરી સાથે લગ્ન કર્યા

નકલી સરકારી અધિકારીની જેમ રોફ જમાવતા આરોપી સૌરીશ બોસ અગાઉ પણ વિવાદમાં આવ્યો હતો. નિવૃત આર્મી ઓફિસરની દીકરી સાથે લગ્ન કર્યા હતા. તેઓની વચ્ચે મનભેદ ચાલી રહ્યો છે. થોડા સમય પહેલા બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આરોપીએ પોતાની પત્ની વિરુદ્ધ ગાડી ચોરીનો આક્ષેપ કરીને અરજી કરી હતી. તપાસમાં આરોપીએ પત્નીને ગિફ્ટમાં ગાડી આપી હોવાનું ખુલ્યું હતું. હાલમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસે લાલ લાઈટ અને હુટર ક્યાંથી લગાવ્યું તેમજ આરોપીએ નકલી અધિકારી બનીને કોઈની સાથે છેતરપિંડી આચરી છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">