Ahmedabad Crime: ઘરઘાટી રાખતા હોય તો થઈ જજો સાવધાન, અમદાવાદમાં ઘરઘાટીના રૂપમાં ફરી રહી છે ચોર ગેંગ

|

Aug 12, 2023 | 6:07 PM

જો તમે ઘરકામ કરવા માટે ઘરઘાટી રાખતા હોય તો સાવધાન થઈ જજો. અમદાવાદ શહેરની અંદર ઘરઘાટી તરીકે કામ કરતા એક દંપતી સહિત 4 લોકોએ આતંક મચાવ્યો છે. અમદાવાદમાં આ ઘરઘાટી ટોળકીએ 5 મકાનોમાં ચોરી કરી હોવાનું ખુલ્યું. કોણ છે આ ટોળકી અને શું હતી મોડસ ઓપરેન્ડી તે જાણીએ

Ahmedabad Crime: ઘરઘાટી રાખતા હોય તો થઈ જજો સાવધાન, અમદાવાદમાં ઘરઘાટીના રૂપમાં ફરી રહી છે ચોર ગેંગ

Follow us on

અમદાવાદમાં ઘરઘાટીના રૂપમાં ચોરીને અંજામ આપતા આરોપી ઝડપાયા છે. પોલીસ કસ્ટડીમાં ઝડપાયેલા આરોપીમાં એક દંપતી લોકેશ કિર, સીમા કિરની સાથે લલિત કિર અને ભૂમિકા કિર છે. આ આરોપીઓએ ઘરઘાટી બનીને ચોરી કરીને તરખાટ મચાવ્યો છે. તાજેતરમાં બોડકદેવમાં ઘરઘાટી તરીકે કામ કરતા આ દંપતીએ ઘરમાંથી સોનાના દાગીના અને રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

જૂનો નોકર રજા પર જતા તેની જગ્યા પર ઘરના માલિકે આ દંપતીને ઘરઘાટી તરીકે રાખ્યા હતા અને આ દંપતીએ બે દિવસની અંદર ચોરીને અજામ આપીને રફુચક્કર થઈ ગયા હતા. આ ચોરી કેસની ફરિયાદની તપાસમાં પોલીસે ચોર ટોળકીને ઝડપીને સોનાની બંગડીઓ અને રોકડ મળીને કુલ 3.50 લાખ કરતા વધારેનો મુદ્દા માલ કબજે કર્યો છે.

આ ઘરઘાટીની આડમાં ચોરી કરતી ટોળકીને લઈને બોડકદેવ પોલીસે જાણ થતા તપાસની શરૂઆત કરી હતી. આ તપાસમાં સીસીટીવી કેમેરા અને હ્યુમન સોર્સની મદદથી ચાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીમાં સીમા કીર, લોકેશ કીર, પતિ પત્ની છે.. જ્યારે લલિતકીર અને ભૂમિકા કીરમાં એક ભાઈ અને માસી ની દીકરી છે.

આજનું રાશિફળ તારીખ : 16-01-2025
ભારતીય સેનામાં કેટલી મહિલાઓ છે?
આ IAS ના ખભા પર છે મહાકુંભ 2025 ની જવાબદારી, જાણો કોણ છે વિજય આનંદ ?
રણજી ટ્રોફીમાં રિષભ પંત અને વિરાટ કોહલીમાંથી કોનો રેકોર્ડ વધુ સારો છે?
બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો

આ ચારેય વ્યક્તિ ઘરઘાટી બનીને ચોરીને અંજામ આપતા હતા. બોડકદેવ અને તેના આસપાસના વિસ્તારમાં આવેલા રહેણાંક વિસ્તારના સિક્યુરિટી ગાર્ડ તથા ઘરઘાટી તરીકે કામ કરતા લોકોના સંપર્કમાં રહીને કામ મેળવતા હતા, અને જે જગ્યા ઉપર કામ કરતા હતા ત્યાં ગણતરીના દિવસોમાં તેમનો વિશ્વાસ કેળવીને ચોરીને અંજામ આપી ફરાર થઈ જતા હતા. પોલીસ તપાસમાં આ ચારે આરોપી મૂળ રાજસ્થાનના બાસવાડા ને રહેવાસી હતા. બોડકદેવ પોલીસે ચારે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં પોલીસે લ પાંચ ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

આ પણ વાંચો : Kutch Video : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ભૂજની જેલ અને BSF બોર્ડરની મુલાકાત લેશે, સુરક્ષા વ્યવસ્થાની કરશે સમીક્ષા

બોડકદેવ પોલીસે ચોર ટોળકીના રિમાન્ડ મેળવીને ચોરી ના ગુના સંદર્ભ વધુ તપાસ પણ હાથ ધરી છે. આ ઉપરાંત અન્ય કોઈ સ્થળે આ ટોળકીએ ઘરઘાટી બની કે ચોરી કરી છે તેમજ અન્ય કોઈ આરોપીઓની સંડોવણી છે કે નહીં તે મુદ્દે પૂછપરછ શરૂ કરી છે.

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article