ડ્રોન એટેકના સમાચાર તમે અનેક વખત સાંભળ્યા હશે ત્યારે આવા ડ્રોન હુમલા રોકવા માટે તાલીમ બદ્ધ પોલીસ કર્મીઓ પણ તૈયાર થઈ ચૂક્યા છે. ગુજરાતમાં પહેલી વખત અમદાવાદ શહેર પોલીસે ડીજીસીએ ડ્રોન પાયલોટ લાયસન્સ મેળવ્યું છે અને હવે શહેર પોલીસ ડ્રોનથી વોચ રાખી ગુનેગારો પકડશે. આ ડ્રોન માટે તાલીમબદ્ધ પોલીસ કર્મીઓ છે.જે અમદાવાદ પોલીસમાં પીસીબી સ્કોર્ડમાં ફરજ બજાવતા જયપાલસિંહ સોનગરા અને હેમાંગ મોદી છે. જેઓએ ડ્રોનની ખાસ 10 દિવસની ટ્રેઇનિંગ રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે લીધી છે.જે ટ્રેઇનિંગ ડિજીસીએ (ડિરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશન) માન્ય છે.
જેથી ડ્રોન તેના પ્રકાર, તેનો ઉપયોગ અને ડ્રોનની તાલિમ આપવા માટે પણ માન્ય ગણાય છે.જો કે અત્યાર સુધી પ્રથમ વખત ગુજરાત પોલીસમાં રહેલ આ પોલીસકર્મીએ તાલીમ લીધી જેથી ગૃહમંત્રી હર્ષ સંધવી તેમની પ્રશંસા કરી અને એક કહ્યું હતું કે તમામ પોલીસકર્મીને આ ડ્રોનની ટ્રેનિંગ અપાવી.
ડ્રોનની જરૂરિયાત અમદાવાદ અને ગુજરાતમાં એ માટે રહેતી હોય છે કે, ગુજરાત એ પહેલેથી સંવેદનશીલ અને આતંકીઓના સોફ્ટ ટાર્ગેટ પર રહ્યું છે.રાજ્યનો સૌથી મોટો બંદોબસ્ત એવો રથયાત્રાનો બંદોબસ્ત મનાય છે.જેમાં અમદાવાદ ના સંવેદનશીલ વિસ્તારમાંથી પણ પસાર થતી હોય છે.
ત્યારે ભૂતકાળના અનુભવના ધ્યાનને રાખી સંવેદનશીલ વિસ્તારોમાં આકાશી સર્વેલન્સ રાખવા ખાસ સ્ક્વોડ તૈયાર કરવામા આવી છે.જેના થકી ર્ટિફાઇડ ડ્રોન હવે પોલીસ વાપરી શકશે અને આગામી સમયમાં દરેક પોલીસ સ્ટેશનના પાંચ પાંચ પોલીસ કર્મીઓ ને આ તાલીમ આપવામાં આવશે.
શહેરમાં સિંધુભવન,એસ. જી હાઇવે સહિતના વિસ્તારોમાં આવેલા કેફેમાં ડ્રગ્સ સહિતના નશીલા પ્રદાર્થનું સેવન કરતા હોય છે ત્યાં પણ પોલીસ દ્વારા હવે ડ્રોનથી નજર રાખવામાં આવશે.જે શહેર પોલીસ કમિશનર કહેવું છે કે વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ પર પોલીસ ડ્રોનથી વોચ રાખશે.એટલે શહેર પોલીસ ટેકનોલોજી સાથે સ્માર્ટ પોલીસ પણ બની કામગીરી કરશે.
આ પણ વાંચો : Devbhoomi dwarka: ભારે પવન ફૂંકાતા ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવતા પ્રવાસીઓની વધી મુશ્કેલી