Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોલા પાડવા ભાડે લાવ્યા મોતની સ્કોર્પિયો ! અમદાવાદના ફતેવાડી કેનાલમાં સર્જાયેલી દુઘર્ટના વચ્ચે નવો વિવાદ, જુઓ Video

અમદાવાદ ના ફતેવાડી કેનાલમાં રીલ ના ક્રેઝ માં સ્કોર્પિયો કારમાં 3 મિત્રો ડૂબી જવાથી મોત થયા છે. પોલીસ તપાસમાં વળાંક આવ્યો છે કે સગીર ને ગાડી ચલાવતા નહી આવડતા દુઘર્ટના સર્જાઈ હતી. ગાડી ચલાવનાર સગીર અને ગાડી ભાડે લેનાર વિરુદ્ધ ગુનો નોધી તપાસ શરૂ કરી.

રોલા પાડવા ભાડે લાવ્યા મોતની સ્કોર્પિયો ! અમદાવાદના ફતેવાડી કેનાલમાં સર્જાયેલી દુઘર્ટના વચ્ચે નવો વિવાદ, જુઓ Video
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Mar 06, 2025 | 9:13 PM

અમદાવાદમાં ફરી એક વાર ગોજારી કહી શકાય તેવી ઘટના બની છે. પરિવારના આક્રંદ કરતાં દ્ર્શ્યો રૂંવાટા ઊભા કરે તેવા છે. કારણકે સોશિયલ મીડિયા અને રીલ્સના ક્રેઝમાં પોતાના લાડકવાયા એકના એક દીકરાઓને પરિવારે ગુમાવ્યા છે.

આ દુઘર્ટનાની વાત કરવામાં આવે તો યક્ષ ભંકોડીયા, યશ સોલંકી, ક્રિશ દવે અને વિરાજ રાઠોડ ઈસ્ટાગ્રામ પર રીલ્સ બનાવવા ફતેવાડી કેનાલ ખાતે ગયા હતા. ત્યારે 17 વર્ષીય યક્ષ ગાડી ચલાવી રહ્યો હતો. અને સગીર યશ સોલંકી બાજુમાં બેઠો હતો. જ્યારે ક્રિશ દવે અને વિરાજસિંહ રાઠોડ પાછળની સીટ પર બેઠા હતા. શાસ્ત્રી બ્રિજથી ફ્તેવાડી પહોંચ્યા હતા.

ડાલામથ્થા ક્યા બે પ્રાણીનો શિકાર ક્યારેય નથી કરતો?
RCBએ રચ્યો ઈતિહાસ, બધી ટીમોને પાછળ છોડી દીધી
Jio એ આપી મોટી ભેટ ! આ સેવા મળશે એકદમ ફ્રી
IPLમાં સૌથી વધુ વાર નર્વસ 90 નો શિકાર બનનાર ખેલાડીઓ
શાહરૂખ ખાન કરતા પણ વધુ પૈસાદાર છે આ ટોક શો હોસ્ટ,જુઓ ફોટો
રાજકુમાર રાવની પત્ની છે ખુબ સુંદર, જુઓ ફોટો

રીલ્સ બનાવીને યશ એ ગાડી ચલાવવા માટે યક્ષને કહ્યું હતું. પરતું યશને ગાડી ચલાવતા નહી આવડતા વિરાજસિંહ ગાડીની નીચે ઉતરી ગયો હતો. યશ એ જ્યારે ગાડી ચલાવવા માટે હેન્ડ બ્રેક ઉતરવાનો પ્રયત્ન કર્યો પરતું તેનાથી હેન્ડ બ્રેક નહી ઉતરતા યક્ષ ગાડીની અંદર ડ્રાઇવિંગ શીટ પર આવી ગયો હતો. અને ગાડીને યુ ટર્ન લેવા જતા બ્રેકના બદલે એક્સીલેટર દબાવી દેતા ગાડી કેનાલમાં ખાબકી હતી. અને ત્રણેય મિત્રો પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા.

પોલીસ કોન્સ્ટેબલ મનોજ મકવાણાની બહાદુરી

જેમાંથી 12 કલાક બાદ યક્ષ અને યશ નો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે ક્રિશ ની શોધખોળ કરવામાં આવી રહી છે. આ દુઘર્ટના ધટના વચ્ચે એક પોલીસ કોન્સ્ટેબલ મનોજ મકવાણા ની બહાદુરી સામે આવી. આ કોન્સ્ટેબલ PCR મા પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે કેનાલ નજીક થી બે રાહદારી સ્કોર્પિયો ગાડી કેનાલ ખાબકી કોન્સ્ટેબલને માહિતી આપતા તરતજ કેનાલમાં યુવકોને બચવા માટે રસી લઈ ને ઊતરી ગયા હતા. પરંતુ પાણીના પ્રવાહ કારણકે યુવકો ભાળ મળી ન હતી. મહત્વ નું છે પોલીસ કોન્સ્ટબેલ એ પોલીસ કંટ્રોલ અને ઉચ્ચ અધિકારી ને ઘટનાની જાણ કરી હતી.

કેનાલ ની અંદર સ્કોર્પિયો ગાડી ડૂબી જવાના કેસમાં રીલ્સ ના ક્રેઝ ની સાથે એક ગંભીર બેદરકારી નો ખુલાસો થયો છે..આ ગાડી સૌરભ ગુપ્તા નામના એક ટૂર એન્ડ ટ્રાવેલ્સ ના માલિકની છે. તેને તેના મિત્ર મૌલિક જાવેરા ને સ્કોર્પિયો ગાડી આપી હતી. મૌલિક જાવેરા પરિવાર સાથે દર્શન કરવા માટે લઈ જવાનું કહીને ગાડી લીધી હતી. આ મૌલિક એ પોતાના મિત્ર રુદ્ર ઉર્ફે રૂતાયુ સોલંકી ને ફોટો પાડવાં અને રીલ્સ બનાવવા આપી હતી.

દુઘર્ટના વચ્ચે નવો વિવાદ

આ રુદ્ર ઉર્ફે રૂતાયુ અને તેના બે મિત્રો હૃદય વાર્યતા અને ધ્રુવ સોલંકી સાથે ગાડી લઈ ને યક્ષ પાસે ગયા હતા. ત્યારે યક્ષે પણ રુદ્ર પાસે ગાડી માંગી હતી. રુદ્ર એ ગાડી યક્ષ ને આપતા તેના ત્રણ મિત્રો યશ સોલંકી, ક્રિશ દવે અને વિરાજ સિંહ રાઠોડ સાથે ફતેવાડી કેનાલ પહોંચ્યા હતા અને બાદમાં દુઘર્ટના સર્જાઈ હતી પરતુ આ દુઘર્ટના વચ્ચે નવો વિવાદ એ સામે આવ્યો કે પોલીસ કહી રહી છે કે સ્કોર્પિયો ગાડી ટુર એન ટ્રાવેલ્સ એજન્સી પાસેથી મૌલિક જાવેરા એ 3500 રૂપિયા ભાડે લીધી હતી.

પરતુ ગાડીના માલિક અને ગાડી ભાડે લેનાર મૌલક જાવેરા મીડિયા સમક્ષ અલગ નિવદેન સામે આવ્યું છે. જેથી ટ્રાફિક પોલીસ દ્વારા ગાડીના માલિક અને પ્રત્યક્ષ દર્શીના નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

કેનાલ પાસે બે દિવસ પહેલા જ સોલર પેનલ વાળા ચાર સીસીટીવી લગાવ્યા

મહત્વનું છે કે આ સમગ્ર ઘટનામાં કેનાલ નજીક લગાયેલા સીસીટીવી ફૂટેજથી ઘટનાની સ્પષ્ટતા થઈ છે. વાસણા પોલીસે બ્લેક સ્પોર્ટ એવા કેનાલ પાસે બે દિવસ પહેલા જ સોલર પેનલ વાળા ચાર સીસીટીવી લગાવ્યા હતા. જે વોઇસ રેકોર્ડ , મોસન ડિટેક્શન અને નાઈટ વિઝનથી સજ્જ છે. આ સીસીટીવી ફૂટેજના કારણે ધટના કેવી રીતે બની તેનો ખુલાસો થયો છે. જેથી રિલ્સના ક્રેઝમાં જિંદગી ને દાવ પર લગાવતા યુવાનો માટે આ એક લાલબત્તી સમાન કિસ્સો છે. ત્યારે મૃતકના પરિવારજનો ,કોર્પોરેટર અને ધારાસભ્યો યુવા પેઢી ને અપીલ કરી છે કે આ રીતે રીલ ના ક્રેઝ માં જિંદગી જોખમ માં ન મૂકે.

PI એ સિંચાઈ વિભાગમાં પોતે રિકવેસ્ટ કરી ઉપરથી પાણી બંધ કરાવ્યું

આ દુઘર્ટનામાં બેદરકારી મૌલિક જાવેરાની હોવાથી તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે વાસણા પોલીસે પણ કેનાલમાં ડૂબી ગયેલા યુવકોને બચાવવા ખૂબ પ્રયત્ન કર્યા હતા કારણકે કેનાલમાં પાણીનો ફોર્સ વધુ હોવાથી તેને બંધ કરવા માટે કોઈ તૈયાર હતા નહી ત્યારે પીઆઈ આર.એન પટેલ દ્વારા સિંચાઈ વિભાગમાં પોતે રિકવેસ્ટ કરીને કેનાલમાં છોડાતું પાણી બંધ કરાવ્યું હતું.

જે બાદ પાણીનો ફોર્સ ઓછો થતા વહેલી સવારે બે મિત્રોના મૃતદેહ મળ્યા હતા. ત્યારે ક્રિશ દવેની ભાળ ના મળતા તેના પરિવારજનો હજી એક આશ લઈને બેઠા છે કે તેમનો દીકરો સહી સલામત બહાર આવશે..નોંધનીય છે કે તમામ મિત્રો અગાઉ આ રીતે ગાડીઓમાં રીલ્સ બનાવી ચૂક્યા છે અને રીલ બનાવવાની એક ધેલછા હતી જેનું પરિણામ ખૂબ ખરાબ સામે આવ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">