AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ફાયર બ્રિગેડના અગ્નિશામક રોબોટમાં બ્લાસ્ટ, ફાયરમેન ઘાયલ

આ રોબોટનું ચાર્જિંગ કરવામાં આવતું હતું અને થોડા સમય બાદ કર્મચારી તેને તપાસવા માટે ગયો ત્યારે જ તેમાં બ્લાસ્ટ થયો હતો જેથી કર્મચારીને હાથમાં ઇજા પહોંચી હતી.

Ahmedabad: ફાયર બ્રિગેડના અગ્નિશામક રોબોટમાં બ્લાસ્ટ, ફાયરમેન ઘાયલ
Ahmedabad Blast in fire brigade's robotic fire extinguisher
Darshal Raval
| Edited By: | Updated on: Jun 13, 2022 | 11:58 AM
Share

અમદાવાદ (Ahmedabad) મણિનગર ફાયર સ્ટેશનમાં રાખવામાં આવેલો ફાયર વિભાગ (Fire Department) ના આગ ઓળવા માટેના રોબોટમાં બ્લાસ્ટ થતાં એક કર્મચારીને ઇજા પહોંચી છે. ગુજરાત સ્ટેટ પેટ્રો કેમિકલ્સ લિમિટેડ અને ગુજરાત કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓથોરિટી દ્વારા અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસને આ રોબોટિક અગ્નિશામક યંત્ર (robotic fire extinguisher) ભેટમાં આપવામાં આવ્યું હતું. કરડો રૂપિયાની કિંમતનો આ રોબોટ 1 જૂનના રોજ સેવામાં મૂકવામાં આવ્યો હતો અને માત્ર 12 દિવસમાં તેમાં બ્લાસ્ત થઈ જતાં તેની ટેકનોલોજી પર સવાલ ઉભા થયા છે. આ રોબોટનું ચાર્જિંગ કરવામાં આવતું હતું અને થોડા સમય બાદ કર્મચારી તેને તપાસવા માટે ગયો ત્યારે જ તેમાં બ્લાસ્ટ થયો હતો જેથી કર્મચારીને હાથમાં ઇજા પહોંચી હતી.

ફાયરવિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર સોમવારે IOCLના એક કાર્યક્રમમાં રોબોટિક અગ્નિશામકનું પ્રદર્શન આપવાના હતા. જેના માટે અમે તેનું ચાર્જિંગ કરવામાં આવી રહ્યું હતું તેની તપાસ સમયે તેમાં બ્લાસ્ટ થયો હતો અને અમારા ફાયરમેનને ઈજા થઈ હતી. ફાયરમેનને મણિનગરની એલજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને ફ્રેક્ચર અને સ્નાયુઓમાં ઇજા થઈ હોવાનું નિદાન થયું હતું.

ફાયર વિભાગના અધિકારીએ કહ્યું કે રોબોટ લગભગ એક મહિના પહેલા અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસને આપવામાં આવ્યો હતો અને દર રવિવારે તેની જાળવણી અને બેટરી ચાર્જિંગ કરવામાં આવે છે. આ નિયમ પ્રમાણે તેનું ચાર્જિંગ કરવામાં આવી રહ્યું હતું.

પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે રોબોટિક અગ્નિશામકમાં જો ખામી હતી તેની જાણકારી મેળવવા માટે આ રોબોટને લેબોરેટરીમાં મોકલવામાં આવશે. આ રોબોટમાં એક ચિપ હોય છે જે તેની તમામ કામગીરીને રેકોર્ડ કરે છે અને વિસ્ફોટનું કારણ શું હતું તે વિશે આ ચિપમાંથી વિગતવાર માહિતી મળી શકશે. તેમ એ ફાયર ઓફિસરે જણાવ્યું હતું. અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે રોબોટિક ઉપકરણ પર મેક ઇન ઇન્ડિયાનું લેબલ હતું પરંતુ તેના ભાગો અન્ય દેશોમાંથી લાવવામાં આવ્યા હતા અને કદાચ ભારતમાં એસેમ્બલ કરવામાં આવ્યા હતા.

1 જૂને એરપોર્ટ પર કરાયુ હતું ડેમોસ્ટ્રેશન

4 મેના રોજ ફાયર બ્રિગેડને રોબોટ અપાયા બાદ રોબોટ સુરત, વડોદરા અને અમદાવાદને ફાળવવામાં આવ્યા હતા. જ્યાં અમદાવાદમાં ફાળવવામાં આવેલ રોબોટનું એરપોર્ટ ખાતે 1 જૂને ડેમોસ્ટ્રેશન યોજવામાં આવ્યું હતું. એરક્રાફ્ટ ક્રેશ લેન્ડિંગ પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ અન્ય ઘટનાને લઈને અને ફાયર બ્રિગેડની ટિમ કેવું રિસ્પોન્સ કરી શકે તેમજ એરપોર્ટ કર્મચારીને માહિતગાર કરવા ફાયર રોબોટનું  ડેમોસ્ટ્રેશન યોજાયું હતું. જે રોબોટ ગુજરાત કોરપોરેટ સોશ્યલ રિસ્પોનસીબીલીટ ઓથોરોટીએ ડોનેટ કરેલ છે. જે ત્રણ રોબોટ માંથી અમદાવાદ ખાતે અપાયેલ રોબોટનું પ્રથમ ડેમોસ્ટ્રેશન કરાયુ. તેમજ ક્લબ ફર્સ્ટ ટીમ દ્વારા વિકસાવામાં આવેલ XENA .05 ફાયર રોબોટની કામગીરી અને પરીક્ષણની તાલીમ અપાઈ હતી.

રોબોટની ખાસિયત

  • ફાયર રોબોટ એક કિમિ દૂરથી ઓપરેટ થઈ શકે.
  • 90 મીટર દૂર સુધી 4 લીટર એક મિનિટમાં પાણી છોડી શકે
  • 360 ડિગ્રી રોબોટ ફરી શકે છે
  • અને સાથે જ હોરિઝોન્ટલ અને વર્ટિકલ દિશામાં ફરી શકે
  • વિકરાળ આગ વાળા સ્થળે રોબોની મદદ લઈને આગ પર જલ્દી કાબુ મેળવી શકાય
  • જ્યાં ફાયર કર્મચારી ન જઈ શકે ત્યાં રોબોટ જઈને સારી રીતે કામ કરી આગ કાબુમાં લઈ શકે

રોબોટમાં બ્લાસ્ટને લઈને અનેક ચર્ચા, બ્લાસ્ટને લઈને કરાશે તપાસ

મણિનગર ફાયર સ્ટેશન ખાતે ફાયર રોબોટમા બ્લાસ્ટ થતા અને ચર્ચાઓ વહેતી થઈ છે. જેમાં એવી પણ ચર્ચા છે કે જે ગુજરાત કોરપોરેટ સોશ્યલ રિસ્પોનસીબીલીટી ઓથોરોટીએ રોબોટ ડોનેટ કર્યો છે તેમા હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરાયો છે. જેમ કે બેટરી હલકી ગુણવત્તાની હોઈ શકે છે ? જેના કારણે આ બ્લાસ્ટ થયો હોઇ શકે છે. જેને લઈને આજે gcra અને gspcની ટિમ મણિનગર ફાયર સ્ટેશન પર પહોંચી તપાસ કરશે કે બ્લાસ્ટ કેમ થયો. શુ તેમાં હલકી ગુણવત્તાની બેટરી કે સામગ્રીનો ઉપયોગ થયો તેની પણ તપાસ કરાશે જેથી અન્ય કોઈ સ્થળે આવી ઘટના ન બને અને કોઈ ફાયર જવાન ઘાયલ ન થાય.

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
g clip-path="url(#clip0_868_265)">