AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદના પોષ વિસ્તારોમાંથી આ આરોપી કરતો હતો બાઇક ચોરી, પોલીસ સામે કબૂલાતમાં થયો ચોંકાવનારો ખુલાસો

અમદાવાદ પોલીસે એક રીઢા બાઈક ચોરની ધરપકડ કરી છે. આ બાઈક ચોર મુળ રાજસ્થાનનો છે અને છેલ્લા થોડા સમયથી અમદાવાદમાં રહે છે. આ બાઈક ચોર અલગ પ્રકારની ટેકનીકથી ગણતરીની મિનિટોમાં વાહન ચોરી કરતો હતો. પોલીસે વાહન ચોરની પૂછપરછ કરતા એક, બે કે ત્રણ નહીં પરંતુ 32 જેટલા વાહનો કબજે કર્યા છે. વાહન ચોરે પોલીસ પાસે જે પણ કબુલાત આપી છે તેને લઈને પોલીસ પણ ચોકી ઉઠી હતી.

અમદાવાદના પોષ વિસ્તારોમાંથી આ આરોપી કરતો હતો બાઇક ચોરી, પોલીસ સામે કબૂલાતમાં થયો ચોંકાવનારો ખુલાસો
Harin Matravadia
| Edited By: | Updated on: Mar 13, 2025 | 5:48 PM
Share

અમદાવાદમાં પોશ વિસ્તારમા છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીની ફરિયાદો વધી રહી હતી. જેને લઈને પોલીસ પણ સક્રિય બની હતી. અમદાવાદમાં ઝોન 7 એલસીબી ની ટીમ દ્વારા સીસીટીવી તેમજ માહિતીના આધારે બાઈક પર આવી રહેલા એક શંકાસ્પદ વ્યક્તિની અટકાવી તેની પૂછપરછ કરી હતી, જેની પૂછપરછમાં તેણે બાઈક ચોરી હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે આ બાઈક ચોરની વધુ પૂછપરછ કરતા સામે આવ્યું કે બાઈક ચોરી કરતો વ્યક્તિ મૂળ રાજસ્થાનનો છે અને તેનું નામ પોપટકુમાર લબાના છે. બાઈક ચોર આરોપી પોપટકુમાર છેલ્લા છ વર્ષથી અમદાવાદમાં રહે છે અને અલગ અલગ જગ્યાઓથી બાઈક ચોરી કરે છે. પોલીસે બાઈક ચોર પોપટકુમાર પાસેથી 32 જેટલા વાહનો કબજે કર્યા છે.

સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલેન્સનો ઉપયોગ કરાયો

એલસીબી ઝોન 7 ની ટીમ દ્વારા શહેરના પોશ વિસ્તાર સેટેલાઈટ, આનંદનગર અને બોડકદેવ વિસ્તારમાં જે વાહન ચોરીની ઘટનાઓ બની હતી તેના અલગ અલગ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. જેમાં મુખ્યત્વે એક જ વ્યક્તિ ચોરી કરતો હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી જે જગ્યાઓ પરથી વાહનો ચોરાયા છે ત્યાંના સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલેન્સનો ઉપયોગ કરી સીસીટીવી ફૂટેજને આધારે અમદાવાદથી અરવલ્લી જિલ્લાના તલોદ સુધી બાઈક ચોર વ્યક્તિને ટ્રેક કર્યો હતો અને આ બાઈક ચોર એક વાર નહીં પરંતુ અનેક વખત વાહનોની ચોરી કરતો હોવાનું પણ માલુમ પડ્યું હતું.

સીસીટીવી ફૂટેજમાં બાઈક ચોર પોપટકુમાર ચાલીને આવતો હતો અને તેની પાસે રહેલી ચાવીથી મોટરસાયકલનું લોક ખોલી તેને ચલાવી નાસી જતો હોવાનું પણ સામે આવ્યું હતું, જેના આધારે પોલીસે ઘાટલોડિયા વિસ્તાર માંથી આરોપી પોપટકુમાર લબાનાની ધરપકડ કરી છે. પોપટકુમાર લબાના પાસેથી પોલીસે 32 વાહનો કબજે કરી શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના 31 જેટલી વાહન ચોરીઓના ભેદ પણ ઉકેલાયા છે.

રસોઈ કામ કરતો હોવાથી તે અલગ અલગ વિસ્તારોથી પરિચિત હતો

આરોપી પોપટકુમાર લબાનાની પૂછપરછ કરતા સામે આવ્યું કે બાઈક ચોર રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાનો રહેવાસી છે અને છેલ્લા છ વર્ષથી અમદાવાદમાં રહે છે. અમદાવાદમાં રસોઈ કામ કરતો હોવાથી તે અલગ અલગ વિસ્તારોથી પરિચિત હતો. આ ઉપરાંત તે કોરોના સમયમાં પોતાના વતન રાજસ્થાન રહેવા જતો રહ્યો હતો. જે બાદ કોઈ એક દિવસ પૈસા માટે રાજસ્થાન થી અમદાવાદ આવી પહોંચ્યો હતો અને અમદાવાદમાં એક દિવસ રોકાઈને ચાલતો ચાલતો વાહનોની રેકી કરી હતી.

ચોરેલા મોટરસાયકલ સાતથી દસ હજાર રૂપિયામાં વહેંચી નાખતો

જે દરમ્યાન કોઈ પણ વાહન પાર્ક કરેલું નજરે ચડતા તેની પાસે રહેલી ડુપ્લીકેટ ચાવીથી મોટરસાયકલનું લોક ખોલી મોટરસાયકલ લઈને ફરીથી રાજસ્થાન જતો રહેતો હતો. અમદાવાદથી ચોરેલા મોટરસાયકલ રાજસ્થાનમાં સાતથી દસ હજાર રૂપિયામાં વહેંચી નાખતો હતો.

હાલ તો પોલીસે આરોપી પોપટકુમાર લબાનાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ અમદાવાદના જે વિસ્તારોમાંથી બાઈક ચોરીના ભેદો ઉકેલાયા છે તે તમામ પોલીસ મથકોમાં આરોપી તેમજ મુદ્દામાલ સહિતની આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસ કરી રહી છે કે આરોપી દ્વારા અન્ય કોઈ બાઈક ચોરીને અંજામ આપ્યો છે કે કેમ અથવા તો આરોપી સાથે અન્ય કોઈ વ્યક્તિ સંડાયેલું છે કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">