Ahmedabad : વસ્ત્રાલ રિંગ રોડ પરની સોસાયટીમાં અસામાજિક તત્વોએ આંતક મચાવ્યો,પોલીસે રાયોટિગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

અમદાવાદના વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલી સોસાયટીમાં અસામાજિક તત્વોએ આંતક મચાવ્યો છે. અસામાજિક તત્વોએ તલવાર અને હથિયારો સાથે વાહનોમાં તોડફોડ કરીને દહેશત ફેલાઈ હતી. આ ઘટનાથી રહીશોમાં ભયભીત છે અને મોડી રાત્રે પોલીસ સ્ટેશનમાં પહોંચીને હોબાળો મચાવ્યો હતો.

Ahmedabad : વસ્ત્રાલ રિંગ રોડ પરની સોસાયટીમાં અસામાજિક તત્વોએ આંતક મચાવ્યો,પોલીસે રાયોટિગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
Ahmedabad Ramol Police Station
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Nov 19, 2022 | 5:56 PM

અમદાવાદના વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલી સોસાયટીમાં અસામાજિક તત્વોએ આંતક મચાવ્યો છે. અસામાજિક તત્વોએ તલવાર અને હથિયારો સાથે વાહનોમાં તોડફોડ કરીને દહેશત ફેલાઈ હતી. આ ઘટનાથી રહીશોમાં ભયભીત છે અને મોડી રાત્રે પોલીસ સ્ટેશનમાં પહોંચીને હોબાળો મચાવ્યો હતો.. બુટલેગર અને વ્યાજખોરની બબાલ વચ્ચે રહીશો પરેશાન થતા પોલીસે રાયોટિગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જેમાં દ્રશ્યોમાં જોવા મળે છે કે આતંક મચાવી રહેલા આ અસામાજિક તત્વોને પોલીસનો ડર નથી. જે ખુલ્લેઆમ કાયદા વ્યવસ્થાની હાંસી ઉડાવી રહ્યા છે. જેમાં વસ્ત્રાલ રીગ રોડ પર આવેલા પુષ્પ રેસિડેન્સીમાં અસામાજિક તત્વોએ મચાવેલા આંતક અને તોડફોડથી સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી. 15 થી વધુ અસામાજિક તત્વો સોસાયટીમાં ધસી આવ્યા હતા અને રીન્કુ ચૌહાણ સાથે સમાધાન કરવાનું કહીને તોડફોડ કરીને આંતક મચાવ્યો હતો. આ ઘટનાથી મહિલા અને બાળકો ખુબ જ ગભરાઈ ગયા હતા. મોડી રાત્રે સોસાયટીના રહીશો પોલીસ સ્ટેશન પહોંચીને હોબાળો મચાવ્યો હતો.

રામોલ પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી

અસામાજિક તત્વોએ કરેલી તોડફોડ માં સામે આવ્યું કે પુષ્પ રેસિડેન્સીમાં રહેતા ભુવનેશ્વરસિંગ ઉર્ફે બલુર ઠાકોર અને રીન્કુ ચૌહાણ વચ્ચે પૈસાની લેતી દેતી ને લઈને ઝઘડો ચાલતો હતો. રીન્કુ ચૌહાણ અને તેના સાગરીતોએ બલુરને અગાઉ માર માર્યો હતો. જેની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આ ફરિયાદમાં સમાધાન કરવા માટે રીન્કુએ પોતાના સાગરીતો મોકલીને દહેશત ફેલાઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ભુવનેશ્વરસિંગ ઉર્ફે બલુર બુટલેગર છે. તેનો ગુનાહિત ઇતિહાસ છે.હાલમાં રામોલ પોલીસે રાયોટિંગ નો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી.

પોલીસે અસામાજિક તત્વોને પકડવા જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી છે

રામોલમાં અસામાજિક તત્વોએ મચાવેલા આંતકથી ફરી પોલીસની નિષ્ક્રિયતા સામે આવી છે.. ચૂંટણીને લઈને પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલીંગ કરી રહી છે જ્યારે સોસાયટી માં અસામાજિક તત્વો આતક મચાવી રહ્યા છે. આ ઘટનાથી સ્થાનિક રહીશોએ પોલીસની કામગીરીને લઈને રોષ વ્યકત કર્યો છે.. મહત્વનું છે કે હવે પોલીસે અસામાજિક તત્વોને પકડવા જુદી જુદી ટિમો બનાવી તપાસ શરૂ કરી છે..

g clip-path="url(#clip0_868_265)">