AHEMDABAD : સુભાષબ્રીજ અને નહેરુબ્રીજ બાદ હવે 81 વર્ષ જૂના ગાંધી બ્રીજનું સમારકામ શરૂ, જાણો ગાંધી બ્રીજ બંધ રહેશે કે નહીં?

8 ઓગસ્ટથી શરૂ થનાર સમારકામ લગભગ એક મહિના સુધી ચાલશે. દરમિયાન બ્રિજ પરનો એક તરફનો રસ્તો બંધ અને એક તરફનો ખુલ્લો રાખવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 2:28 PM

AHMEDABAD : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation – AMC ) દ્વારા સુભાષબ્રીજ અને નહેરુબ્રીજના સમારકામ બાદ હવે 81 વર્ષ જુના ગાંધીબ્રીજનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. ગાંધીબ્રીજનું સમારકામ 80 લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. 8 ઓગસ્ટથી શરૂ થનાર સમારકામ લગભગ એક મહિના સુધી ચાલશે. દરમિયાન બ્રિજ પરનો એક તરફનો રસ્તો બંધ અને એક તરફનો ખુલ્લો રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા એપ્રિલ મહિનામાં 58 વર્ષ જૂના નહેરુબ્રીજનું સમારકામ કરવામાં આવ્યું ત્યારે નેહરુબ્રીજને 45 દિવસ સુધી બંધ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : SURAT : 400 વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા

આ પણ વાંચો : JAMNAGAR : 1971 ભારત-પાકિસ્તાન યુદ્ધની 50મી વર્ષગાંઠની ઉજવણી, વિક્ટરી મશાલ જામનગર એરફોર્સ સ્ટેશને પહોચી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">