ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીની ઘટનામાં અત્યાર સુધીમાં 5ની ધરપકડ, તમામ આરોપીઓ VHP અને બજરંગ દળ સાથે સંકળાયેલા હોવાનું ખૂલ્યુ

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ મામલે થયેલી બબાલ બાદ હવે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ ઘટનામાં મારામારી કરનારા 25 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છ. જેમાંથી 5 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. ઝડપાયેલા 5 આરોપીઓ વિશ્વ હિંદુ પરિષદના હોદ્દેદારો હોવાનો ખૂલાસો થયો છ. અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.

Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Mar 18, 2024 | 7:37 PM

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં શનિવારે રાત્રે નમાઝ પઢવા મામલે થયેલી મારામારીની ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે. જે પૈકી ત્રણ આરોપીઓને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યા પોલીસે ત્રણેય આરોપીના 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. પોલીસે આરોપીઓના રિમાન્ડ અંગે કોર્ટમાં જણાવ્યુ હતુ કે આરોપીઓ શૈક્ષિણક સંસ્થા સાથે જોડાયેલા છે કે નહિ તે તપાસનો વિષય છે. આ ઉપરાંત આ અગાઉ પણ આ પ્રકારનું ગુનાહિત કાવતરું કર્યું છે કે નહિ તે અંગે પોલીસ સઘન તપાસ કરવા માગે છે. અભ્યાસ અર્થે આવેલા વિદેશી નાગરિક સાથે ગેરવર્તણૂક કરવી તે યોગ્ય નહિ. આ ત્રણ મુખ્ય બાબતે રિમાન્ડની માગ કરવામા આવી હતી. હાલ આ ત્રણેય આરોપીઓને યુનિવર્સિટી પોલીસને સોંપવામાં આવ્યા છે.

આ સમગ્ર ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે અને પોલીસ કમિશનર સહિતના અધિકારીઓને આદેશ આપ્યો છે કે કોઈપણ ભોગે એકેએક આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવે અને કોઈને પણ છોડવામાં ન આવે.

તમામ આરોપીઓ VHP અને બજરંગ દળના સદસ્યો

પકડાયેલા પાંચેય આરોપી ભાજપની ભગીની સંસ્થા તરીકે ઓળખાતી વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ સાથે સંકળાયેલા છે. ક્રાઈમ બ્રાંચ અને અન્ય સ્થાનિક પોલીસની એજન્સીઓ દ્વારા આરોપીઓનું પગેરુ મેળવવાની સતત ગઈકાલથી જ રાતદિવસ પ્રયાસ હાથ ધરાયા છે. તેના ફળસ્વરૂપ પાંચ આરોપીઓ ક્રાઈમ બ્રાંચના સકંજામાં આવી ગયા છે. જે આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓના હોદ્દા અને અન્ય બાબતોનો ખૂલાસો થયો છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

સમગ્ર ઘટનાનો માસ્ટર માઈન્ડ ક્ષિતિજ પાંડે

આ સમગ્ર ઘટનાનો મુખ્ય સૂત્રધાર તરીકે ક્ષિતિજ પાંડેનું નામ ખૂલ્યુ છે. વાયરલ વીડિયોમાં ખેસ પહેરેલો જે યુવક દેખાઈ રહ્યો છે તે આ સમગ્ર ઘટના માટેનો માસ્ટર માઈન્ડ હોવાનુ સામે આવ્યુ છે. ક્રાઈમ બ્રાંચે આ ક્ષિતિજ પાંડેની પણ અટકાયત તેની સઘન પૂછપરછ હાથ ધરી છે કે મામલો કઈ રીતે બિચક્યો હતો અને હુમલો પૂર્વ આયોજિત હતો કે અચાનક ઘટના ઘટી હતી.

સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર ક્ષિતિજ પાંડેએ પૂછપરછ દરમિયાન જણાવ્યુ છે કે તે એક સ્થળે બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોની સાથે બેઠા હતા અને રાત્રે હોસ્ટેલમાં રહેતા એક વિદ્યાર્થીનો તેમને ફોન આવ્યો કે જે સ્થળે ગણેશ મહોત્સવ ઉજવવામાં આવતો હતો એ જ સ્થળે કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા નમાઝ અદા કરવામાં આવી રહી છે.જેથી ક્ષિતિજ પાંડે સહિત અન્ય બજરંગ દળ અને વિશ્વહિંદુ પરિષદ સાથે સંકળાયેલા લોકો ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જઈ સમજાવવાનો પ્રયાસ કર્યો કે આ સ્થળે નમાજ ન અદા કરે. આ સમયે એક વિદેશી વિદ્યાર્થી આક્રમક બની ગયો અને ક્ષિતિજને મોં પર મુક્કો મારી દીધો હતો. જેમા તેને ઈજા પણ પહોંચી હતી. આ બાદ ક્ષિતિજ પાંડે અને તેના અન્ય મિત્રો જે વીએચપી અને બજરંગદળના કાર્યકરો છે તેમને મદદ માટે બોલાવ્યા હતા. જે બાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો. સિક્યોરિટી ગાર્ડનુ નિવેદન, વાયરલ વીડિયો સહિત તમામ પુરાવાને આધારે પોલીસની અલગ અલગ 9 ટીમ તપાસ કરી રહી છે.

કોની થઈ ધરપકડ?

આ ઘટનામાં ક્ષિતિજ પાંડે ઉપરાંત અન્ય કોણ કોણ હતુ અને તેમની શું ભૂમિકા રહેલી હતી તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રો તરફથી જે વિગતો મળી રહી છે તે મુજબ ગઈકાલે જે બે આરોપીઓ પકડવામાં આવ્યા હતા તે પૈકી હિતેશ મેવાડા મેમનગર જિલ્લા બજરંગ દળનો સહમંત્રી છે. ભરત પટેલ વિશ્વ હિંદુ પરિષદ સહમંત્રી છે. ક્ષિતિજ પાંડે બજરંગ દળ સાપ્તાહિક મિલનનો મેમનગર પ્રાંતનો પ્રમુખ છે અને જીતેન્દ્ર પટેલ બજરંગદળ ઉપાસના કેન્દ્રનો પ્રમુખ છે. આ ઉપરાંત એક સાહિલ નામના શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે.

કોણ છે મુખ્ય સૂત્રધાર ક્ષિતિજ પાંડે?

ક્ષિતિજ પાંડે મૂળ ઉત્તરપ્રદેશના વારાણસીના ચોબેપુરનો રહેવાસી છે.અને અમદાવાદમાં સિલિકોન આઈટી હબ MRA તરીકે નોકરી કરી રહ્યો છે. રાજકોટમાં ઈલેક્ટ્રીકલ એન્જીનિયરીંગનો અભ્યાસ કરી ચુક્યો છે. તેનો પરિવાર કચ્છ અને કંડલામાં રહેતો હતો.

જો કે હાલ જે સવાલ થઈ રહ્યા છે તે આ સમગ્ર ઘટના પૂર્વ આયોજિત ષડયંત્ર હતુ કે કે કોઈના કહેવાથી આ કરવામાં આવી રહ્યુ હતુ. છેલ્લા થોડા દિવસોથી રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારથી આ નમાઝ અદા કરવામાં આવતી હતી. જ્યાં નમાઝ અદા કરાઈ રહી હતી તે સ્થળને લઈને વાંધો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આ તમામ બાબતો અંગે હાલ ક્રાઈમ બ્રાંચ આ પાંચેયની પૂછપરછ કરી રહી છે. ગઈકાલે જે બે આરોપીને પકડવામાં આવ્યા હતા તેમને યુનિવર્સિટી પોલીસને સોંપી દેવામાં આવ્યા છે

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ પઢવા બાબતે થયેલી મારામારીને રાજકીય રંગ આપવાનો પ્રયાસ, ઓવૈસીએ ઘટનાને ગણાવી સામૂહિક કટ્ટરતા

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">