Ahmedabad : Amc ખાતે મળી વિવિધ કમિટીઓ, કેટલીક કમિટીમાં લેવાયા મહત્વના નિર્ણય

Amcનું રેવન્યુ વિભાગ હવે કોર્પોરેટ કંપનીની જેમ કામ કરશે તો નવાઈ નહિ. કેમ કે રેવન્યુ કમિટી દવારા સારી કામગીરી કરનાર પ્રમાણિક કર્મચારીને સન્માનિત કરવા અને બેજવાબદાર સામે ખાતાકીય કાર્યવાહી કરવા નિર્ણય કરાયો છે.

Ahmedabad : Amc ખાતે મળી વિવિધ કમિટીઓ, કેટલીક કમિટીમાં લેવાયા મહત્વના નિર્ણય
Ahmedabad: Various committees met at Amc, important decisions taken in some committees
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Sep 15, 2021 | 6:51 PM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે શહેરના વિકાસના કામો માટે દર સપ્તાહે વિવિધ કમિટીઓ મળતી હોય છે. ત્યારે આજે હેલ્થ, હોસ્પિટલ, રેવન્યુ, લીગલ, રીક્રિએશન સહિત 7 કમિટીઓ મળી. જેમાં કેટલીક કમિટીમાં પ્રજાલક્ષી નિર્ણય લેવાયા. તો રેવન્યુ કમિટીમાં કર્મચારીને લગતા પણ નિર્ણય લેવાયા.

લીગલ કમિટીનો નિર્ણય

મહાનગરપાલિકાના વિવિધ કોર્ટમાં આશરે દસ હજારથી વધુ કેસ ચાલી રહ્યા છે. ત્યારે આ કેસમાં ટાઉન પ્લાનિંગ તેમજ કોર્પોરેશનના પ્લોટમાં કરેલા દબાણના કેસનો પણ સમાવેશ થાય છે. આવા કેસોને હવે ઝડપથી નિકાલ કરવાનું નક્કી કરાયુ છે. બુધવારે મળેલી કમિટીની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો. આ બાબતને લઇને આગામી દિવસોમાં દરેક ઝોનના ડેપ્યુટી કમિશનર એસ્ટેટ ટીડીઓ સાથે બેઠક કરવામાં આવશે. અને તે ઝોનમાં ચાલતા કેસોની સમીક્ષા કરવામાં આવશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

લીગલ કમિટીના ડેપ્યુટી ચેરમેનનું માનીએ તો ટીપી તેમજ દબાણના કેસો 5 વર્ષથી ચાલ્યા આવે છે. તો આ કેસનો નિકાલ થાય તો વિકાસના કામોને વેગ મળે. આથી આ પ્રકારના કેસો ઝડપથી નિકાલ થાય તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી લીગલ કમિટીના ડેપ્યુટી ચેરમેને નિવેદન આપ્યું.

રીક્રિએશન કમિટીનો નિર્ણય

Amc ખાતે મળેલી રીક્રિએશન કમિટીમાં વસ્ત્રાપુર એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઇટ્સના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કરાયો. જે ભાવ વધારો 9 વર્ષ બાદ થયો છે. જેમાં મોંઘવારી, gst તેમજ કોરોનામાં આર્થિક નુકશાનના કારણે ભાવ વધારો કરાયાનું તારણ મનાઈ રહ્યું છે. જેમાં 14 વર્ષ સુધીના માટે 13 રૂપિયા હતા જે 25 ભાવ વધારો માંગ્યો. જેમાં 20 રૂપિયા નક્કી કરાયા. તો 14 વર્ષથી ઉપરના માટે 26 રૂપિયા હતા. જે 50 ભાવ વધારો માંગ્યો. જેમાં 40 રૂપિયા નક્કી કર્યા.

એમ્યુઝમેન્ટ પાર્કમાં ટોટલ 32 રાઇટ્સ છે. જેમાં નાની 15 જેટલી રાઇટ્સ આવેલી છે. 2012માં ટેન્ડર પાસ થયું હતું. પણ ભાવ વધારો કરાયો ન હતો અને હવે ભાવ વધારો કરાયો. આ નિર્ણયથી મોંઘવારી વચ્ચે પ્રજાના પગ પર પડ્યા પર પાટા જેવી સ્થિતિ સર્જાઈ છે.

રેવન્યુ કમિટી નિર્ણય Amcનું રેવન્યુ વિભાગ હવે કોર્પોરેટ કંપનીની જેમ કામ કરશે તો નવાઈ નહિ. કેમ કે રેવન્યુ કમિટી દવારા સારી કામગીરી કરનાર પ્રમાણિક કર્મચારીને સન્માનિત કરવા અને બેજવાબદાર સામે ખાતાકીય કાર્યવાહી કરવા નિર્ણય કરાયો છે.

આજે મળેલી રેવન્યુ કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રામાણિક કર્મચારી નક્કી કરવાના માપદંડ નક્કી કરાયા છે. જેની અંદર વોર્ડમાં થયેલ રિકવરી. ડિમાન્ડ સામે રિકવરીની ટકાવારી. નવી મિલકતોની આકર્ણી જોઈ વર્ષ દરમિયાન ખાતાની કામગીરી પ્રમાણે સન્માનિત કરવામાં આવશે.

જે તમામ બાબતોનું મૂલ્યાંકન કરી ઇન્સ્પેકટર અને ડિસુ એમ સર્વે કરી ત્રણ પ્રામાણિક કર્મચારીને સન્માનિત કરાશે. તો બેજવાબદાર વોર્ડ ઇન્સ્પેકટર કે ડિવિઝનલ સુપરિટેનડેન્ટ સામે અત્યાર સુધી ખાતાકીય પગલાં લેવાતા ન હતા પણ હવે પગલાં લેવામાં આવશે તેવો નિર્ણય પણ કરાયો છે.

સાથે સાથે 31 ડિસેમ્બર સુધી તમામ શહેરીજનોને ટેક્ષ બિલ પહોંચતું કરવાનું પણ amc નું આયોજન છે. તો 2024 સુધી ટેક્ષ અને ઇલેક્ટ્રિક સીટી બિલ મરજ કરી શકવાની પણ વિચારણા ચાલી રહી છે. એટલું જ નહીં પણ Amc અને લોકોને માહિતી મેળવવામાં સરળતા રહે માટે ટેક્ષ બિલ જોડે kyc કરવાની પણ પ્રક્રિયા હાથ ધરાશે.

જેમાં ટેનામેન્ટ નંબર. મોબાઈલ નંબર અને પ્રોક્ષીમાં ઇલેક્ટ્રિક સીટી બિલ નંબર એડ કરવાનો રહેશે. જે રેવન્યુ કમિટીમાં Amc ને ચાલુ વર્ષે 630 કરોડની આવક થઈ હોવાનું પણ સામે આવ્યું.

તો આ તરફ કમિટી સિવાય અન્ય કેટલાક મુદ્દાઓ પણ સામે આવ્યા. જેમાં શહેરના કોટ વિસ્તારના વેપારીઓનો આક્ષેપ હતો કે વિવિધ માર્કેટમાં ફોગીંગ માટે amc નાણાં ઉઘરાવી રહ્યું છે. તેમજ ફરિયાદનું નિરાકરણ કર્યા વગર તેને ક્લોઝ કરી દેવાય છે. જે અંગે દરિયાપુર કોર્પોરેટરે આ પ્રક્રિયાને અયોગ્ય ગણાવી યોગ્ય પ્રક્રિયા કરવા જણાવ્યું.

જોકે હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટીએ નિયમ પ્રમાણે નાણાં લેતા હોવાનો કર્યો ખુલાસો. જેમાં તેઓએ જણાવ્યું કે રહેણાંક વિસ્તારમાં ફ્રીમાં ફોગીંગ તેમજ કોમર્શિયલ એકમમાં એકમ પ્રમાણે 500 થી 1500 રૂપિયા લેવાની પોલિસી હોવાનું જણાવ્યું. તો ચાલુ સિઝનમાં કોમર્શિયલ એકમ પાસેથી આ પ્રકારે 56 લાખ લીધા હોવાનો કમિટીના ચેરમેનનો ખુલાસો છે.

તો આ તરફ શહેરની વધુ એક હોસ્પિટલનું નવીનીકરણ કરવાની પણ વાત સામે આવી છે. જેમાં એલ.જી. હોસ્પિટલનું નવીનીકરણ અંદાજે 100 કરોડના ખર્ચે કરાશે. જે નવી હોસ્પિટલ 10 માળની બનાવાશે. જૂની એલ જી હોસ્પિટલને તોડી નવી ઇમારત બનાવાશે. જે નવી હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધા રખાશે.

મહત્વનું છે કે 200 કરોડના ખર્ચે 7 માળની શારદાબેન હોસ્પિટલ બનાવાનો નિર્ણય કરાયો હતો. જેની સાથે એલ.જી.હોસ્પિટલનું નવીનીકરણ થતા શહેરીજનોને વધુ સુવિધા મળશે. આ અંગે આગામી દિવસમાં હોસ્પિટલની ડિઝાઇન તૈયાર કરી અને ટેન્ડરિંગ પ્રક્રિયા કરી કામગીરી કરવા amc એ તૈયારી બતાવી છે. અને તેમ થશે તો દર્દીઓને વધુમાં વધુ સુવિધા મળી રહેશે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">