શાહઆલમમાં એક બાજુ હિંસાનો લોહીયાળ ખેલ અને બીજી તરફ સ્થાનિકો બન્યા દેવદૂત
વિરોધ-પ્રદર્શનના નામ પર અમદાવાદના શાહઆલમમાં એક બાજુ માનવતાને કોરાણે મૂકીને હિંસાનો લોહીયાળ ખેલ ખેલાઈ રહ્યો હતો. તો બીજી તરફ અમુક સ્થાનિકો દેવદૂત બનાવીને માનવતા પણ મહેકાવી રહ્યા હતા. હિંસક ભીડ અને અસામાજીક તત્વો ક્રૂર બનીને જ્યારે પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરી રહ્યા હતા. ત્યારે શાહઆલમના અમુક મુસ્લિમ રહીશો આ ઘાયલ પોલીસકર્મીઓની સારવાર કરી રહ્યા હતા. આ […]
વિરોધ-પ્રદર્શનના નામ પર અમદાવાદના શાહઆલમમાં એક બાજુ માનવતાને કોરાણે મૂકીને હિંસાનો લોહીયાળ ખેલ ખેલાઈ રહ્યો હતો. તો બીજી તરફ અમુક સ્થાનિકો દેવદૂત બનાવીને માનવતા પણ મહેકાવી રહ્યા હતા. હિંસક ભીડ અને અસામાજીક તત્વો ક્રૂર બનીને જ્યારે પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરી રહ્યા હતા. ત્યારે શાહઆલમના અમુક મુસ્લિમ રહીશો આ ઘાયલ પોલીસકર્મીઓની સારવાર કરી રહ્યા હતા.
પથ્થરમારાના એ દિવસનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં પથ્થરોનો સામનો કરી રહેલા પોલીસકર્મીઓને અમુક યુવાનોએ તિંરગો અને બાંકડાનો સહારો લઈને બચાવ્યા. ત્યારબાદ ઘાયલ થયેલા આ પોલીસકર્મીઓને કેટલાક રહીશો માનવના રૂપમાં દેવ બનીને તેમના ઘરે લઈ ગયા, ત્યાં સારવાર કરી. અને પૂરતું રક્ષણ આપ્યું. જો કે રહીશોનું કહેવું છે કે અસામાજીક અને તોફાની તત્વો શાહઆલમ વિસ્તારના નહીં હતા, તેઓ અન્ય વિસ્તારોમાંથી આવ્યા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો