AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Plane Crash News Live Updates : એર ઈન્ડિયાની ફ્લાઈટમાં નહીં ટેમ્પામાં બેઠા હોવ તેવુ લાગેઃ ભાજપના પ્રવકત્તા જયરાજસિંહ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2025 | 10:00 PM
Share

Ahmedabad Plane Crash : અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થતા 241 લોકોના મોત થયા છે. દુર્ઘટનામાં 241 લોકોના મોતની એર ઈન્ડિયાએ પુષ્ટિ કરી છે. 230 મુસાફરો સાથે 2 પાયલોટ અને 10 ક્રૂ પ્લેનમાં સવાર હતા. એક માત્ર દીવના મુસાફરનો પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બચાવ થયો છે.

Ahmedabad Plane Crash News Live Updates : એર ઈન્ડિયાની ફ્લાઈટમાં નહીં ટેમ્પામાં બેઠા હોવ તેવુ લાગેઃ ભાજપના પ્રવકત્તા જયરાજસિંહ

અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થતા 241 લોકોના મોત થયા છે. દુર્ઘટનામાં 241 લોકોના મોતની એર ઈન્ડિયાએ પુષ્ટિ કરી છે. 230 મુસાફરો સાથે 2 પાયલોટ અને 10 ક્રૂ પ્લેનમાં સવાર હતા. એક માત્ર દીવના મુસાફરનો પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બચાવ થયો છે. મુસાફરોમાં 169 ભારતીયો અને 53 બ્રિટિશ મુસાફરો હતા. 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો પ્લેનમાં હતા. બપોરે 1:38 કલાકે વિમાને લંડન જવા ઉડાન ભરી હતી. ટેકઓફની ગણતરીની મિનિટોમાં જ AI-171 પ્લેન ક્રેશ થયું હતુ.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 13 Jun 2025 09:21 PM (IST)

    એર ઈન્ડિયાની ફ્લાઈટમાં નહીં ટેમ્પામાં બેઠા હોવ તેવુ લાગેઃ ભાજપના પ્રવકત્તા જયરાજસિંહ

    ભાજપના પ્રવકત્તા જયરાજસિંહ પરમારે અમદાવાદમાં તુટી પડેલા એર ઈન્ડિયાના વિમાનને લઈને પ્રતિક્રિયા આપતા કહ્યું કે, એર ઈન્ડિયાના વિમાનો ખખડધજ છે. વિમાનમાં નહીં ટેમ્પામાં બેસીને મુસાફરી કરતા હોવ તેવુ લાગે. ગત 6 જૂનના રોજ એર ઈન્ડિયાની આ જ ફ્લાઈટમાં લંડનથી અમદાવાદ આવ્યો હતો. ફ્લાઈટની GPS સિસ્ટમ બંધ હતી, ઇન્ટરકોમના વાયર લબડતા જોવા મળ્યા હતા. એર ઈન્ડિયાની ફ્લાઇટમાં ઈન્ટરનેશનલ કક્ષાનો અનુભવ ના થયો, જો કે, ફ્લાઈટમાં કોઈ ટેકનીકલ ખામી નહોતી જણાઈ તેમ જયરાજસિંહે જણાવ્યું હતું.

  • 13 Jun 2025 09:16 PM (IST)

    ક્રેશ થયેલ પ્લેનમાં મૃત્યુ પામેલા 219 મુસાફરોના પરિવારજનોના DNA સેમ્પલ લેવાયા

    એર ઈન્ડિયાની ક્રેશ થયેલ ફ્લાઈટમાં 219 મૃતક મુસાફરના પરિવારજનોના DNA સેમ્પલ લેવામાં આવ્યા છે. પ્લેન ક્રેશ થવાના કારણે 50 ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 50 પૈકી 16 બહારના દર્દીઓ અને 31 ઇન્ડોર દર્દીઓ તરીકે સારવાર અપાઈ રહી છે. 25 થી વધુ ઇજાગ્રસ્ત દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલ સ્ટાફની મેસ ઉપર પ્લેન ક્રેશ થતા  50 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

  • 13 Jun 2025 07:29 PM (IST)

    ગુજરાતભરમાં આવતીકાલ 14 જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

    ભારત સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે મગ પાક માટે ટેકાનો ભાવ રૂ. 8682 પ્રતિ ક્વિન્ટલ જાહેરમાં આવ્યો હતો. વર્ષ 2024-25માં ત્રીજા એડવાન્સ અંદાજ મુજબ ગુજરાતમાં ઉનાળુ મગનું કુલ વાવેતર 55610 હેક્ટર, ઉત્પાદન 70870 મેટ્રિક ટન તથા ઉત્પાદકતા 1274.27 કિગ્રા પ્રતિ હેક્ટર છે.

    ટેકાના ભાવે ઉનાળુ મગના વેચાણ માટે નાફેડના ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર રાજ્યના કૂલ 23488 ખેડૂતોએ નોંધણી કરાવી છે. રાજ્યમાં ઉનાળુ મગના વાવેતરને ધ્યાને લઈને PSS હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કૂલ 17713 મે.ટન જથ્થાની ખરીદી કરવામાં આવશે. ઉનાળું મગની સરેરાશ ઉત્પાદકતા ધ્યાને લેતા પ્રતિ ખેડૂત મહત્તમ 1500 કિગ્રા મગનો જથ્થો ખરીદવામાં આવશે. ખેડૂતો પાસેથી આવતીકાલ તા. 14 જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ કરવામાં આવશે.

  • 13 Jun 2025 07:08 PM (IST)

    જામનગરમાં આજે કોરોનાના વધુ નવ કેસ સામે આવ્યા

    જામનગરમાં કોરોનાના વધુ નવ કેસ નોંધાયા છે. આજે બે પુરુષ અને સાત સ્ત્રીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ભાટની આંબલી, શરૂ સેક્સન રોડ, ચાંદી બજાર, તુલસી પાર્ટી પ્લોટ, સહિતના વિસ્તારમાંથી કોરોનાના નવા નોંધાયા છે દર્દીઓ. તમામને હોમ આઇસોલેટ કરાયા છે. અત્યાર સુધીનો દર્દીઓનો આંકડો 100ને પાર થયો છે. હાલ જામનગરમાં કોરોનાના કુલ 50 કેસ એક્ટિવ થયા છે. 54 દર્દીઓની તબિયત સંપૂર્ણ સ્વસ્થ થઇ જતા રજા અપાઈ છે.

  • 13 Jun 2025 05:27 PM (IST)

    પ્લેન ક્રેશ મામલે મેઘાણીનગર પોલીસ મથકે નોંધાઈ FIR

    પ્લેન ક્રેશ મામલે મેઘાણીનગર પોલીસ મથકમાં FIR નોંધાઈ છે. અકસ્માતે મોતના ગુનાની તપાસ નરોડા PIને સોંપાઇ છે. પ્લેન ક્રેશની ધટનામાં બચી જનારા એકમાત્ર ઉતારુ વિશ્વાસ ભાલિયાનું નિવેદન લેવામાં આવશે. જ્યાંથી ફ્લાઈટની ટિકિટ ઇસ્યુ થાય છે ત્યાંના લોકોના પણ નિવેદન લેવાશે. પેસેન્જર ચેકિંગ અને ટિકિટ કાઉન્ટરના સ્ટાફના પણ નિવેદન લેવાશે. એરપોર્ટમાં અલગ અલગ વિભાગોના કર્મચારીઓના નિવેદન લેવાશે. આવનારા સમયના તપાસ કોઈ એજન્સીને સોંપવામાં આવશેઃ સૂત્ર

  • 13 Jun 2025 05:24 PM (IST)

    પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા 242માંથી 210ના DNA ચકાસવા, પરિવારજનોના સેમ્પલ લેવાયા

    અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 210 પરિવારજનોના DNA ચકાસવા માટેના સેમ્પલ લેવાયા છે. 210 સેમ્પલ મૃતદેહ સાથે DNA ટેસ્ટ માટે મોકલાયા છે. કુલ 242 પરિવારજનોના સ્વજનના સેમ્પલ લેવાના છે.  હજુ પણ 32 પરિવારજનોના સેમ્પલો લેવાના બાકી છે. પ્લેનના 18 મુસાફરોના પરિવારોએ સિવિલ હોસ્પિટલનો નથી કર્યો સંપર્ક. મેસમાં રસોઈ કરનાર ત્રણ મહિલાના મૃતદેહની ઓળખ થઈ છે.

  • 13 Jun 2025 05:06 PM (IST)

    રાજકોટમાં આવતીકાલ 14 જૂનના રોજ તમામ ખાનગી શાળાઓ રહેશે બંધ

    પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન બાદ સ્વનિર્ભર શાળા સંચાલકોએ, શાળાઓ એક દિવસ બંધ રાખીને રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવી. આ માટે રાજકોટ શહેરની તમામ ખાનગી શાળાઓ આવતીકાલ શનિવારના રોજ એક દિવસ માટે બંધ પાળશે. શાળાઓ બંધ પાળીને પૂર્વ મુખ્યમંત્રીને શ્રધ્ધાંજલિ પાઠવશે. રાજકોટની 600થી વધારે શાળાઓ બંધ રહેશે.

  • 13 Jun 2025 05:03 PM (IST)

    સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટરમાં હાથ ધરાઈ મૃતદેહોના DNA ટેસ્ટની કાર્યવાહી

    સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટરમાં રખાયેલા મૃતદેહોના DNA ટેસ્ટ શરૂ કરાયો છે. 12 મૃતદેહોને જૂના ટ્રોમા સેન્ટરથી DNA અને ત્યાર બાદ કોલ્ડ સ્ટોરેજમાં રખાશે. સિવિલ હોસ્પિટલમાં 50 કોફિન પણ લાવવામાં આવ્યા છે. મૃતદેહો સાથે સ્વજનોના DNA ટેસ્ટના રિપોર્ટ મેચ કરાશે. જેના DNA મેચ થશે એમના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે

  • 13 Jun 2025 03:39 PM (IST)

    એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનાના 24 કલાક બાદ હજુ પણ એક ડોકટર લાપત્તા

    અમદાવાદમાં ટેકઓફ થયાના ગણતરીની મિનિટમાં ક્રેશ થયેલ વિમાન દુર્ઘટનાના  24 કલાક બાદ પણ એક તબીબ લાપત્તા છે. એર ઈન્ડિયાનું વિમાન જે રેસીડન્ટ તબીબોના હોસ્ટેલ પર પડ્યું તેમાં 4 ડોકટરના મોત થયા છે. જ્યારે એક ડોકટર લાપત્તા હોવાનું સામે આવ્યું છે. રેસીડન્ટ તબીબોની મેસમાં રહેલા આશાસ્પદ તબીબ એવા રાકેશ દીયોરા, આર્યન રાજપુત, માનવ ભાદુ, જયપ્રકાશ ચૌધરીના મોત થયા છે.

  • 13 Jun 2025 03:31 PM (IST)

    બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો, પાલનપુરમાં વરસ્યો વરસાદ

    બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં આવેલા પલટા બાદ પાલનપુરમાં વરસાદ વરસ્યો છે. ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટાયેલા વાતાવર વચ્ચે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહીને લઈને વરસાદની શરૂઆત થઈ છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ બાજરીની લણણી કરતા ખેડૂતોની ચિંતા વરસાદે વધારી દીધી છે.

  • 13 Jun 2025 03:28 PM (IST)

    પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના નિધન અંગે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો શોક

    ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના કમકમાટીભર્યા નિધન અંગે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા એક્સ પર એક ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.

  • 13 Jun 2025 02:56 PM (IST)

    એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો સહિતની વિવિધ એજન્સીના 60 લોકોની ટીમ કરી રહી છે તપાસ

    પ્લેન ક્રેશ અંગે વિવિધ તપાસ એજન્સીના 60 લોકોની ટીમ ધટના સ્થળે તપાસ કરી રહી છે. અલગ અલગ એજન્સી દુર્ઘટના સ્થળેથી તુટી પડેલા પ્લેનમાંથી સેમ્પલ લઈ રહ્યા છે. એર ઈન્ડિયાના બોઈગ 787 વિમાનની તપાસ આંતરરાષ્ટ્રીય સ્તરે થશે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ટીમ પણ તપાસ કરી રહી છે. અમેરિકાના નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) એ તપાસ કરી રહી છે. ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (ICAO) દ્વારા તપાસ કરાઈ રહી છે.

  • 13 Jun 2025 02:39 PM (IST)

    વિસનગરના દંપતીએ ગુમાવ્યો જીવ

    મહેસાણાના વિસનગરના દંપતીએ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે..વિસનગર તાલુકાના પોયડાના માઢમાં રહેતા દિનેશભાઈ અને ક્રિષ્નાબેન લંડનમાં સ્થાયી થયેલા દીકરીને મળવા જતા હતા. વડીલ દંપતીને પુત્રને મળવાનો હરખ હતો,પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હોય તેમ પ્લેન દુર્ઘટનામાં દંપતીએ જીવ ગુમાવ્યો.

  • 13 Jun 2025 01:52 PM (IST)

    વિમાન દુર્ઘટનામાં વડોદરાના મુસાફરનું મોત

    અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં વડોદરાના વરણામા ગામના રહીશ તરલીકાબેન પટેલનું મૃત્યું થયું છે. તરલીકાબેનના દીકરીને મળવા લંડન જતા હતા. દીકરીને મળવાનો હરખ હતો પરંતુ પ્લેન દુર્ઘટનામાં માતાનો જીવનદીપ બૂંઝાઈ ગયો. પ્લેન દુર્ઘટનાના સમાચાર બાદ વરણામાં ગામમાં ગમગીની છવાઈ છે..મૃતદેહની ઓળખ માટે તરલીકાબેનના પુત્રના DNA સેમ્પલ લેવાયા છે.

  • 13 Jun 2025 01:44 PM (IST)

    દુર્ઘટના સ્થળેથી ATSને DVR મળ્યું

    પ્લેન ક્રેશ સ્થળ પર એજન્સીઓની તપાસ ચાલી રહી છે. FSL સહિત અન્ય એજન્સીઓની તપાસ ચાલી રહી છે, ત્યારે દુર્ઘટના સ્થળેથી ATSને DVR મળ્યું. DVRની તપાસ દરમિયાન દુર્ઘટના અંગે  માહિતી મળી શકે છે. એર ઈન્ડિયા પ્લેન ક્રેશની અમેરિકન એજન્સી પણ તપાસ કરશે. બોઈંગ પ્લેનને લઈને જોડાયેલી ટેક્નિકલ વસ્તુઓની તપાસ કરશે.

  • 13 Jun 2025 12:49 PM (IST)

    સુરતઃ પ્લેન ક્રેશમાં પુણાગામના યુવકે ગુમાવ્યો જીવ

    સુરતઃ પ્લેન ક્રેશમાં પુણાગામના યુવકે જીવ ગુમાવ્યો છે. છાયા સોસાયટીમાં રહેતા જયેશ ગોંડલીયાનું મોત થયુ છે. સ્ટુડન્ટ વિઝાની ઓફિસ ચલાવતા યુવક કામ અર્થે લંડન જતા હતા. દુર્ઘટના પહેલા મોડી રાત્રી સુધી મિત્રો સાથે મજાક-મસ્તી કરી હતી. દુર્ઘટનામાં 2 પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

  • 13 Jun 2025 11:21 AM (IST)

    અમદાવાદ વિમાન દુર્ઘટનામાં કલોલના દંપતીનું મોત

    અમદાવાદ વિમાન દુર્ઘટનામાં કલોલના દંપતીનું મોત થયુ છે. લંડનમાં રહેતા પુત્રને મળવા આ દંપત્તી જતુ હતુ. પિનાકીન શાહ અને રૂપા શાહનું પ્લેન દુર્ઘટનામાં મોત થયું છે. દંપતી 25 વર્ષથી કલોલના વિમલ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. દુર્ઘટનાના સમાચારથી વિસ્તારના લોકોમાં શોકની લાગણી છવાઈ.

  • 13 Jun 2025 09:37 AM (IST)

    PM મોદીએ ઇજાગ્રસ્ત દર્દીઓના ખબર અંતર પુછ્યા

    PM મોદીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્લેન ક્રેશ ઘટનામાં ઇજાગ્રસ્ત દર્દીઓની મુલાકાત લીધી. તેમણે દર્દીઓના ખબર અંતર પુછ્યા. તેમણે મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી છે.

  • 13 Jun 2025 09:07 AM (IST)

    PM મોદીએ દુર્ઘટનાગ્રસ્ત સ્થળની મુલાકાત લીધી

    PM મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા જ સિવિલ અને દુર્ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા છે. સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.  PM મોદી સિવિલમાં ઘાયલોની મુલાકાત લેશે.

  • 13 Jun 2025 09:01 AM (IST)

    પોસ્ટમાર્ટમ રૂમથી એક મૃતદેહ પરિવારને સોંપાયો

    અમદાવાદ: પ્લેન દુર્ઘટનામાં મૃતદેહો પરિજનોને સોંપવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. પોસ્ટમાર્ટમ રૂમથી એક મૃતદેહ પરિવારને સોંપાયો છે. મૃતકની ઓળખ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપાયો છે.

  • 13 Jun 2025 09:00 AM (IST)

    અમદાવાદઃ પ્લેન ક્રેશની FSL દ્વારા તપાસ

    અમદાવાદઃ પ્લેન ક્રેશની FSL દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. FSLની ટીમે દુર્ઘટના સ્થળે જઈ તપાસ કરવામાં આવી. FSLની ટીમ દ્વારા પ્લેન ક્રેશના પુરાવા લેવામાં આવ્યા.

  • 13 Jun 2025 08:56 AM (IST)

    પ્લેન દુર્ઘટનામાં ભાવનગરના આશાસ્પદ યુવકનું મોત

    પ્લેન દુર્ઘટનામાં ભાવનગરના આશાસ્પદ યુવકનું મોત થયુ છે. યુવક બી.જે.મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા હતો. પ્લેન બી.જે.મેડિકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થયું હતું. સોસિયા ગામના વતની રાકેશ દિહોરાનું પ્લેન ક્રેશમાં મોત થયુ છે. મોતના સમાચાર મળતા પરિવારજનો અમદાવાદ પહોંચ્યા છે.

  • 13 Jun 2025 08:47 AM (IST)

    દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં યુવક-યુવતી સવાર હતા

    અમદાવાદ એર ઇન્ડિયાના પ્લેનના ક્રેસમાં 241ના મોત થયા છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં યુવક-યુવતી સવાર હતા. બંને લંડનથી સગાઈ કરવા માટે વતન આવ્યા હતા. સગાઈ કર્યા બાદ પરત ફરતી વખતે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું. સુરતના વિભૂતિ પટેલ અને બોટાદના હાર્દિક અવૈયાનું મોત થયુ.

  • 13 Jun 2025 08:24 AM (IST)

    અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

    અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં  આવ્યો છે. PM રૂમની બહાર પરિવારજનોનું હૈયાફાટ આક્રંદ જોવા મળી રહ્યુ છે. કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહોને લઈ જવાયા છે. DNA સેમ્પલને પણ તપાસ માટે લઈ જવાયા.

  • 13 Jun 2025 08:23 AM (IST)

    અમદાવાદ પ્લેન ક્રેસમાં દીવના 11 યાત્રિકના મોત, એક ઘાયલ

    અમદાવાદ પ્લેન ક્રેસમાં દીવના 11 યાત્રિકના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ છે. દીવના ફૈઝાન રફીકનું પણ પ્લેન દુર્ઘટનામાં મોત થયુ છે. ફૈઝાન રફીકના મોતના સમાચાર મળતા પરિવારમાં ભારે શોક ફેલાયો છે.

  • 13 Jun 2025 08:22 AM (IST)

    અમદાવાદ: વિમાન દુર્ઘટનામાં ચિખોદરાના માતા-પુત્રનું પણ મોત

    અમદાવાદ: વિમાન દુર્ઘટનામાં ચિખોદરાના માતા-પુત્રનું પણ મોત થયુ છે. દુષ્યંત પટેલ પોતાના પરિવાર સાથે લંડનમાં સ્થાયી થયા હતા. ચિખોદરા ગામે માતા એકલા રહેતા હોવાથી તેમને લેવા આવ્યા હતા. માતા-પુત્ર બન્ને દુર્ઘટનાનો ભોગ બનતા પરિવારમાં શોક છવાયો છે.

  • 13 Jun 2025 08:11 AM (IST)

    થોડી વારમાં અમદાવાદ પહોંચશે PM મોદી

    અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચશે. વડાપ્રધાન સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની મુલાકાત લેશે.

  • 13 Jun 2025 07:43 AM (IST)

    વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા

    સ્વર્ગસ્ત વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. અંજલિ રૂપાણી થોડીવારમાં એરપોર્ટથી રવાના થશે. 3 જૂનના અંજલિ રૂપાણી લંડન ગયા હતા. CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ પ્રધાન હર્ષ સંઘવી પણ એરપોર્ટ હાજર રહ્યા.

Published On - Jun 13,2025 7:41 AM

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">