AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ: માધુપુરામાંથી 22 કિલો ગાંજા સાથે શાહરૂખ ખાન ઝડપાયો, વધુ પૈસાદાર થવા શરૂ કર્યો નશાનો કારોબાર

અમદાવાદના માધુપુરામાંથી ગાંજાનું વેચાણ કરનાર એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. માધુપુરા પોલીસે 22 કિલો ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ શોર્ટકટથી પૈસાદાર થવા નશાનો કારોબાર શરૂ કર્યો અને ગાંજાનો જથ્થો લાવી, નાની-નાની પડીકીઓ બનાવી શહેરના જુદા જુદા વિસ્તારમાં વેચતો હતો.

અમદાવાદ: માધુપુરામાંથી 22 કિલો ગાંજા સાથે શાહરૂખ ખાન ઝડપાયો, વધુ પૈસાદાર થવા શરૂ કર્યો નશાનો કારોબાર
Mihir Soni
| Edited By: | Updated on: Dec 05, 2023 | 5:44 PM
Share

અમદાવાદમાં ફરી સામે આવ્યો છે નશાનો કાળો કારોબાર. ખેડામાં નશાકારક કપ સિરપ પીવાના કારણે 6 લોકોના મોત નિપજ્યા છે, જેના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. ત્યારે વધુ એક શખ્સમી ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે. માધુપુરા પોલીસે 22 કિલો ગાંજાના જથ્થા સાથે એક શાહરૂખ ખાન પઠાણ નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે એક ગાડીમાં શાહીબાગ દુધેશ્વર રોડ પર ગાંજાના જથ્થા સાથે એક આરોપી ઘર નજીક પહોંચી રહ્યો છે. જેથી પોલીસે વોચ ગોઠવીને ગાંજાનું વેચાણ કરનાર શાહરૂખને ગાડીમાંથી રંગેહાથે ઝડપી લીધો હતો. તેની પાસેથી ગાંજો અને કાર સહિત રૂપિયા 5.30 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આરોપી શાહરૂખની અગાઉ પણ ગાંજાના કેસમાં સામે આવી હતી સંડોવણી

પકડાયેલ આરોપી શાહરુખ ખાન પઠાણ વર્ષ 2021માં વલસાડમાં 283 કિલો ગાંજાના કેસમાં સંડોવણી સામે આવી હતી. જેમાં આરોપીની ધરપકડ બાદ 6 માસ જેલવાસ ભોગવ્યો હતો. અને જેલમાંથી છૂટ્યા બાદ ફરી ગાંજાનું વેચાણ શરૂ કર્યું હતું.જેની પૂછપરછમાં સામે આવ્યું કે શાહઆલમના ઝફાર પાસેથી ગાંજાનો જથ્થો લાવી પોતે નાની નાની પડીકીઓ બનાવીને શહેરના જુદા જુદા વિસ્તારમાં વેચતો હતો. એક કિલો 7 હજારના ભાવે ગાંજો ખરીદીને પોતે પડીકીઓ બનાવીને 10 હજારમાં વેચતો હોવાનું ખુલ્યું છે. છેલ્લા 2 વર્ષથી ગાંજાનો કારોબાર કરીને આરોપીએ પોતાનું નેટવર્ક ઉભું કર્યું હતું.. આરોપીની પૂછપરછમાં વોન્ટેડ આરોપી ઝફારે ગાંજો વેચવા માટે શાહરૂખનો સામેથી સંપર્ક કર્યો હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો: રાજસ્થાનમાં ધોળે દહાડે મોટા માથાની હત્યા, કરણી સેનાના પ્રમુખ ગોગામેડીની ઘરમાં ઘૂસીને ગોળીઓથી ઠાર કરાયા

હાલ માધવપુરા પોલીસે આરોપી શાહરૂખખાન પઠાણના રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત વોન્ટેડ ઝફારની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝફારની ધરપકડ બાદ ગાંજાનું નેટવર્ક અને તેની સાથે સંડોવાયેલા અન્ય આરોપીના નામ સામે આવે તેવી શકયતા છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">