Ahmedabad: 7 ઓક્ટોબર 2001ના રોજ નરેન્દ્ર મોદીએ સંભાળી ગુજરાતની ધુરા, 22 વર્ષની રાજકીય કારકિર્દીમા મોદીએ લીધેલા ક્રાંતિકારી નિર્ણયો બની ગયા જન અભિયાન-વાંચો

|

Oct 06, 2023 | 11:55 PM

Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય કારકીર્દિના 22 વર્ષ પૂર્ણ થયા છે. 7 ઓક્ટોબર 2001ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી અને ત્યારબાદ તેમણે ક્યારેય પાછુ વળીને ન જોયુ. 22 વર્ષની રાજકીય કારકિર્દી દરમિયાન તેમણે સફળતાના અનેક સોપાનો સર કર્યા અને આજે એક મજબુત વૈશ્વિક નેતા તરીકેની તેમની છબી ભારત દેશનું ગૌરવ વધારી રહી છે. તેમની રાજકીય સફર દરમિયાન તેમણે લીધેલા દરેક નિર્ણયમાં જનતાનો અભૂતપૂર્વ સહકાર સાંપડ્યો. વાંચો CM અને PM મોદીના એ નિર્ણયો જે આગળ જતા બની ગયા સામૂહિક અભિયાન

Ahmedabad: 7 ઓક્ટોબર 2001ના રોજ નરેન્દ્ર મોદીએ સંભાળી ગુજરાતની ધુરા, 22 વર્ષની રાજકીય કારકિર્દીમા મોદીએ લીધેલા ક્રાંતિકારી નિર્ણયો બની ગયા જન અભિયાન-વાંચો

Follow us on

Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેની અવારનવાર વાત કરે છે Minimum Government and Maximum Governanceને જાણે તેમણે જીવનમંત્ર બનાવ્યો હોય તેમ તેના વહીવટમાં એ છાંટ જોવા મળે છે. પીએમ મોદી હંમેશા કહેતા આવ્યા છે કે આપણી તાકાત લોકોની શક્તિમાં રહેલી છે. આપણી ખરી તાકાત આપણા દેશના નાગરિકોમાં રહેલી છે. આથી જ તેમના સંબોધનમાં પણ તેમને અવારનવાર જનતા જનાર્દન શબ્દનો પ્રયોગ કરતા આપણે સાંભળ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના, તેમના કુશળ વહીવટના 22 વર્ષ પૂર્ણ થયા છે.

પીએમ મોદીના કેમ્પેઈનની વૈશ્વિક સ્તરે લેવાય છે નોંધ

7 ઓક્ટોબર 2001ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યની ધુરા સંભાળી અને એ દિવસથી લઈને આજ સુધીમાં તેમણે ક્યારેય પાછુ વળીને નથી જોયુ. તેમની અથાક મહેનત, દીર્ઘ દૃષ્ટિ, કુશળ વહીવટની આવડતને કારણે આજે તેઓ એક વૈશ્વિક નેતા તરીકેની નામના મેળવી ચુક્યા છે. વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પણ અનેકવાર પીએમ મોદીની જાહેરમાં પ્રશંસા કરી ચુક્યા છે. એ બરાક ઓબામાં હોય, ડોનાલ્ડ ટ્રમ્પ હોય કે પછી વર્તમાન રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન હોય. આટલુ જ નહીં પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તો પીએમ મોદીના અબ કી બાર મોદી સરકારના ઈલેક્શન સ્લોગનમાંથી પ્રેરણા લઈ અબ કી બાર ટ્રમ્પ સરકાર તરીકે ઈલેક્શનમાં પ્રચાર કરતા પણ જોવા મળ્યા હતા. એ જ દર્શાવે છે કે પીએમ મોદીના દરેક કેમ્પેઈનની વૈશ્વિક સ્તરે પણ નોંધ લેવાતી હોય છે.

વાત કરીએ નરેન્દ્ર મોદીના એવા ક્રાંતિકારી નિર્ણયો જેને અભૂતપૂર્વ જનપ્રતિસાદ સાંપડ્યો. મુખ્યમંત્રીકાળ દરમિયાનના તેમણે અનેક જનભાગીદારીના કામો કર્યા અને તેમા લોકોને પણ જોડાયા. જેમા રણોત્સવ, નદી ઉત્સવ, હસ્તકલા ઉત્સવ, વિકાસ ઉત્સવ, ખાદી ઉત્સવને તેમણે ઉજવણીમાં ફેરવી દીધા. જ્યારે કૃષિ ઉત્સવની પણ સૌથી વધુ સારી અસર જોવા મળી.

જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો

જમીનમાં પાણીનું સ્તર ઉંચુ લાવવા ચેકડેમ અને ખેત તલાવડી બનાવવા આહ્વાન

2004માં, ગુજરાતે ખેડૂતોને પાણીની અછતની સમસ્યાનો સામનો કરવા માટે વરસાદી પાણીના સંગ્રહના ચેકડેમ અને તલાવડીઓનું બાંધકામ શરૂ કર્યું. સરદાર પટેલ સહભાગી જળ સંરક્ષણ પ્રોજેક્ટ એનજીઓ અને નાગરિક સમાજ જૂથોને આ માળખાના નિર્માણમાં સહયોગ કરવા સક્ષમ બનાવે છે. તેઓએ ખર્ચ અને શ્રમનો ભાગ વહેંચ્યો, જાહેર અને સમુદાય વચ્ચે એક વિશિષ્ટ ભાગીદારી બનાવી. 2012 સુધીમાં, 350,000 થી વધુ ચેકડેમ અને તલાવડીઓની સ્થાપના કરવામાં આવી હતી, જેનાથી ગ્રામીણ ગુજરાતમાં 13 મિલિયનથી વધુ લોકોને ફાયદો થયો. આ દરમિયાન પાણીના તળમાં પણ 4 મીટરનો વધારો નોંધાયો હતો.

પર્યાવરણ બચાવવા વન મહોત્સવ

આ જ પ્રકારે, વન મહોત્સવ ઝુંબેશ દ્નારા લોકોને વૃક્ષો વાવવાનુ જન અભિયાન શરૂ કર્યુ. જેના થકી રાજ્યભરમાં વૃક્ષોનું આવરણ વધારવામાં મદદ મળી. સીએમ મોદીની વન મહોત્સવ ઝુંબેશની સિદ્ધિ એ હતી કે એ વર્ષ 2012માં ગાંધીનગર 53.09% વૃક્ષો સાથે ગાંધીનગર દેશમાં ટ્રી કેપિટલ બન્યુ હતુ.

 બેટી-બચાવો અભિયાન, કન્યા કેળવણી પર મુક્યો ભાર

ગુજરાતીઓનો વાંચતા કરવા માટે વાંચે ગુજરાત અભિયાન શરૂ કર્યુ અને તેને અસાધારણ સફળતા મળી. આ જન આંદોલન દરમિયાન 25 લાખ બાળકોને 8 મહિનામાં 10 મિલિયન પુસ્તકો વાંચવા પ્રેરિત કર્યા. આજ પ્રકારે 2005માં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સીએમ મોદીએ બેટી બચાવો અભિયાનની શરૂઆત કરાવી. આ ઝુંબેશના ભાગરૂપે જાતિપરીક્ષણને સમાપ્ત કરી બાળકીઓને બચાવવાના સઘન પ્રયાસો હાથ ધર્યા. આ સાથે જ 2003 અને 2004માં કન્યા કેળવણી પર ભાર મુક્યો અને શાળા પ્રવેશોત્સવની પહેલ શરૂ કરી.

શૌચાલયને મહિલાઓની ઈજ્જત સાથે જોડી દઈ ઈજ્જતઘર બનાવવા દેશવાસીઓને કર્યુ આહ્વાન

સ્વતંત્રતા દિવસના તેમના ઉદ્ઘાટન ભાષણમાં પીએમ મોદીએ ખુલ્લામાં શૌચનો મુદ્દો ઉઠાવ્યો હતો. હર ઘર શૌચાલય ઝુંબેશ દ્વારા તેમણે શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓની ગેરહાજરીને દૂર કર્યો. શૌચાલયને મહિલાઓ સાથે જોડીને તેમણે દરેક ઘરમાં લોકોને ઈજ્જતઘર બનાવવા પર મુક્યો જેથી મહિલાઓ સન્માનભેર જીવી શકે. શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો દૂર કરી 100 ટકા નોંધણીના લક્ષ્યાંકને પણ હાંસલ કર્યો. છોકરીઓના સાક્ષરતા દરમાં પણ નોંધપાત્ર સુધારો થયો અને 2003 અને 2004 ની વચ્ચે, CM મોદીએ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ પહેલ શરૂ કરી. દર વર્ષે, મધ્ય જૂનની આસપાસ, સમગ્ર સરકારી તંત્ર સીએમ મોદી સહિત ગામડાઓમાં જશે. તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય મહત્તમ નોંધણીને 100 ટકા સુધી પહોંચાડવાનો સામૂહિક લક્ષ્ય હાંસલ કરવાનો હતો. 2011ના અભિયાનમાં ગુજરાતના તમામ 18,000 ગામોની 32,772 પ્રાથમિક શાળાઓને આવરી લેવામાં આવી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે દેશભરમાંથી 134.25 મેટ્રિક ટન લોખંડ એકત્રિત કરાયુ

નર્મદા જિલ્લાના કેવડિયામાં સરદાર વલ્લભ ભાઈ પટેલની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે તેમણે લોહા અભિયાન શરૂ કર્યુ. જે દેશવ્યાપી ચળવળ બની ગયુ અને સ્વેચ્છાએ સમર્પિત ખેડૂતોએ સાધનો અને માટીના નમૂનાનું યોગદાન આપ્યુ. જેનુ પરિણામ એ હતુ કે દૂર-દૂરના ગામડાઓમાંથી 134.25 મેટ્રિક ટન લોખંડ એકત્ર કરવામાં અને રાષ્ટ્રના દરેક ખૂણામાંથી એકત્ર કરાયેલી માટીમાંથી એક્તાની દિવાલ બનાવવામાં આવી

પીએમ બન્યા બાદ સૌપ્રથમવાર જાતે ગંગાના ઘાટોની સફાઈ કરી સ્વચ્છતાનો આપ્યો સંદેશ

પીએમ બન્યા બાદ પ્રથમવાર મોદી તેમના મતવિસ્તાર વારણસી પહોંચ્યા અને ગંગાના ઘાટોની સફાઈ કરી સ્વચ્છા અભિયાનને દેશવ્યાપી બનાવ્યુ. આ સાથે પીએમ બન્યા બાદ પ્રથમવાર 15મી ઓગષ્ટે લાલ કિલ્લાની પ્રાચીર પરથી તેમના સંબોધનમાં ખુલ્લામાં શૌચનો મુદ્દો ઉઠાવ્યો અને ગામડાઓને શૌચમુક્ત બનાવવા આહ્વાન કર્યુ. હાલ દેશભરમાં 4.48 લાખ ODF-પ્લસ ગામડાઓ અને 11,28,93,592 (11.28 કરોડ) થી વધુ શૌચાલય છે.

હર ઘર તિરંગા અને વોકલ પર લોકલને બનાવ્યુ જન ભાગીદારીનું અભિયાન

દેશવાસીઓને સ્વદેશી વસ્તુઓ ખરીદવા પ્રેરવા તેમણે વોકલ ફોર લોકલનો મંત્ર આપ્યો. આ અદ્દભૂત ચળવળથી દેશના નાના ઉદ્યમીઓ, કારીગરોને મોટી મદદ મળી અને ઉદ્યોગસાહસિક્તાને મોટો વેગ મળ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત પર્વની ઉજવણી સમયે હર ઘર તિરંગા અભિયાન શરૂ કરાવ્યુ અને ઘરે ઘરે તિરંગો લહેરાવવા આહ્વાન કરી દરેક દેશવાને આઝાદી પર્વમાં જોડાવા પ્રેર્યો. જ્યારે મનકી કી બાતની 103મા એપિસોડમાં મેરી માટી મેરા દેશ અભિયાન શરૂ કર્યુ.

ખાદી ઉત્પાદનો ખરીદવા  અપીલ

પીએમ મોદીએ 2012માં જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે નાગરિકોને ખાદી ઉત્પાદનોનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. ફરીથી, પીએમ તરીકે, પીએમ મોદીએ તેમના મન કી બાત સંબોધનમાં નાગરિકોને ખાદી ઉત્પાદનોનો ઉપયોગ કરવાની અપીલ કરી. હવે ખાદી ઉત્પાદનોની વધુ માંગ છે.

ડિજિટલ ઈન્ડિયા દ્વારા કેશલેસ પર ભાર મુક્યો

8 નવેમ્બર 2015માં નોટબંધી કર્યા બાદ ડિજિટલ પેમેન્ટ પર ભાર મુક્યો અને કેશલેસ ઈકોનોમીનો વ્યાપ વધાર્યો.

સિંગલ-યુઝ પ્લાસ્ટિક સામે નવી ક્રાંતિ શરૂ કરવા માટે, મોદી સરકારે કોઈપણ બળજબરીભર્યા પગલાં/ પ્રતિબંધનો વિકલ્પ પસંદ કર્યો ન હતો પરંતુ આ ચળવળની સફળતા માટે લોકોની જાગૃતિ અને વર્તનમાં પરિવર્તન પર આધાર રાખ્યો હતો. આ ઝુંબેશને જબરદસ્ત પ્રોત્સાહન મળ્યું જ્યારે પીએમ પોતે તમિલનાડુના મામલ્લાપુરમ બીચ પર પ્લાગિંગ કરવા ગયા હતા. ની મુલાકાતે હતા ત્યારે બન્યું હતું

સેલ્ફી વિથ ડોટર સોશિયલ મીડિયા પર બની ગયો ટ્રેન્ડ

મનકી બાત કાર્યક્રમ દ્નારા પીએમ મોદીએ શરૂ કરાવેલી સેલ્ફી વિથ ડોટર હોય કે 2015માં હરિયાણાના સોનિપતથી શરૂ કરાવેલુ બેટી બચાવો, બેટી પઢાવો હોય. આ દરેક પહેલ પાછળ તેમનો ઉદ્દેશ્ય બાળકી હોવાની બાબતને ગર્વ તરીકે લેવાની વાત હતી. જે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ બની ગયો. પીએમ મોદીની આ પહેલની ફળશ્રુતિ એ છે કે સ્ત્રી પુરુષ રેશિયો 2022-2023માં 918થી વધીને 933 થયો છે.

આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે અમેરિકામાં ભવ્ય અક્ષરધામના ઉદ્ઘાટન માટે પાઠવી હાર્દિક શુભેચ્છાઓ

કોવિડ રસીકરણ દ્વારા જનભાગીદારીનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યુ

કોરોના રસીકરણ દ્વારા 200 કરોડથી વધુ રસીકરણ કરાવી ઐતિહાસિક સિદ્ધિ હાંસિલ કરી જેની વિશ્વકક્ષાએ નોંધ લેવાઈ. તાજેતરમાં પૂર્ણ થયેલ G20 જન ભાગીદારી ચળવળમાં દેશભરમાંથી વિવિધ શાળાઓ, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને કૌશલ્ય વિકાસ સંસ્થાઓના 5 કરોડથી વધુ યુવાનોની રેકોર્ડ ભાગીદારી જોવા મળી. ઉચ્ચ-પ્રોફાઇલ રાજદ્વારી પ્રસંગ જનતા માટે ઉજવણીમાં ફેરવાઈ ગયો, તેને દેશવ્યાપી ઉત્સવ બનાવ્યો. દેશભરમાં જી-20 ઈવેન્ટ્સ એક અસાધારણ ઘટના હતી, જેમાં વિશાળ જનભાગીદારી નોંધાઈ હતી

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article