PM નરેન્દ્ર મોદીએ ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડીને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને તહેવાર પર આપી મોટી ભેટ- ધર્મેન્દ્ર પ્રધાન

એક ગેસ સિલિન્ડર પર 200 રૂપિયા સબસિડી, રક્ષાબંધન પર 200 રૂપિયાની છૂટ અને ગઈકાલની કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ 100 રૂપિયાની વધારાની છૂટ બાદ હવે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે એલપીજી ગેસ સિલિન્ડર 500 રૂપિયા સસ્તો થયો છે.

PM નરેન્દ્ર મોદીએ ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડીને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને તહેવાર પર આપી મોટી ભેટ- ધર્મેન્દ્ર પ્રધાન
Dharmendra Pradhan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2023 | 7:50 PM

કેન્દ્ર સરકાર દ્વારા ગઈકાલે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતને (LPG Gas Cylinder Price) લઈને ફરી એક મોટો નિર્ણય લેવામા આવ્યો હતો. મોદી સરકારે (Modi Government) ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે ફરી એક વાર ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે. તહેવારોની સિઝન છે, ત્યારે કેન્દ્ર સરકારે ઉજ્જવલા લાભાર્થીઓને આપેલી આ ભેટ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

એલપીજી ગેસ સિલિન્ડર 500 રૂપિયા સસ્તો થયો

કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા આ મહત્વપૂર્ણ નિર્ણય પર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, મોદી સરકારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે ફરી એક વાર ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિર્ણયથી દેશની કરોડો માતા-બહેનોની નવરાત્રી અને અન્ય તહેવારોની રોનક વધી છે.

પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમને બનાવશે લખપતિ, જાણી લો
વિનોદ કાંબલીની પત્નીએ છૂટાછેડા લેવાનો નિર્ણય કેમ બદલ્યો?
દુનિયાની સૌથી મોંઘી ચા કઈ છે ? જાણો નામ
Sun Rise First in Pakistan : પાકિસ્તાનમાં સૌપ્રથમ સૂર્ય ક્યાં ઉગે છે, જવાબ ચોંકાવી દેશે
ખૂબસૂરત મહિલા પહેલવાન બની DCP, જાણો નામ અને જુઓ તસવીર
દુનિયાની સૌથી મોંઘી કોફી કઈ છે, અનોખી રીતે થાય છે તૈયાર

ગેસ સિલિન્ડર પર 200 રૂપિયા સબસિડી

તેમણે આગળ કહ્યું કે, એક ગેસ સિલિન્ડર પર 200 રૂપિયા સબસિડી, રક્ષાબંધન પર 200 રૂપિયાની છૂટ અને ગઈકાલની કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ 100 રૂપિયાની વધારાની છૂટ બાદ હવે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે એલપીજી ગેસ સિલિન્ડર 500 રૂપિયા સસ્તો થયો છે.

આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, 2014માં જે ભાવે ગેસ સિલિન્ડર મળતા હતા, આજે 2023માં લગભગ તે જ ભાવે ઉજ્જવલા યોજના હેઠળ માતા-બહેનોને ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે કહ્યું કે, આ નિર્ણય ગરીબો, માતા-બહેનો-દીકરીઓ અને વંચિત વર્ગના હિતો, સ્વાભિમાન અને સન્માનની રક્ષા પ્રત્યે મોદી સરકારની સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ પણ વાંચો : Breaking News : મોદી સરકારની મોટી જાહેરાત, હવે 600 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર

કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય

તમને જણાવી દઈએ કે ગઈકાલે એટલે કે 4 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે સબસિડીની રકમ વધારવાનો નિર્ણય લીધો હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">