AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં વર્ષે વાનર કરડવાના 300 જેટલા બનાવ બને છે, કપિરાજને ખાવાનું આપવું ગુનો છે, 3 વર્ષની જેલ-25000 દંડ થઈ શકે

જો કે, વાનર એટલે કે કપિરાજ (હનુમાન લંગુર) વન્ય જીવ અધિનિયમ 2 માં આવતું પ્રાણી છે. આથી આવા પ્રાણીને ખાવનું આપનાર જો પકડાય તો તેમને 3 વર્ષ સુધીની કેદ અને રૂપિયા 25 હજાર સુધીનો દંડ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ બેથી ત્રણ વાર પકડાઈ જાય તો વન વિભાગની જોગવાઈ હેઠળ તેમને જેલ પણ થઈ શકે છે.

અમદાવાદમાં વર્ષે વાનર કરડવાના 300 જેટલા બનાવ બને છે, કપિરાજને ખાવાનું આપવું ગુનો છે, 3 વર્ષની જેલ-25000 દંડ થઈ શકે
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2026 | 7:33 PM
Share

અમદાવાદ શહેરમાં વર્ષે દહાડે વાનર કરડવાના 200થી 300 જેટલા બનાવો બની રહ્યાં છે. ખાસ કરીને પૂર્વ અમદાવાદના નરોડા, અસારવા, મણીનગર, શાહીબાગ અને પશ્ચિમમાં પાલડી વિસ્તારનો સમાવેશ થાય છે. વન વિભાગનું કહેવું છે કે, શહેરી વિસ્તારમાં વાનરને રોજબરોજ ખવડાવવાથી એક આદત પડી ગઈ હોય છે. પછી તેમને તે પ્રકારનો ખોરાક ના મળે તો તેઓ ગુસ્સે થાય છે. જો કે, વાનર એટલે કે કપિરાજ (હનુમાન લંગુર) વન્ય જીવ અધિનિયમ 2 માં આવતું પ્રાણી છે. આથી આવા પ્રાણીને ખાવનું આપનાર જો પકડાય તો તેમને 3 વર્ષ સુધીની કેદ અને રૂપિયા 25 હજાર સુધીનો દંડ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ બેથી ત્રણ વાર પકડાઈ જાય તો વન વિભાગની જોગવાઈ હેઠળ તેમને જેલ પણ થઈ શકે છે.

વન વિભાગનું કહેવું છે કે, કપિરાજને ખવડાવવું એ માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ગુનો બને છે. અમદાવાદમાં કપિરાજના હુમલાઓની ઘટના વધી છે. દર વર્ષે કપિરાજ કરડી જવાના 200 થી 300 જેટલા બનાવ બને છે. વન જીવન અધિનિયમ હેઠળ ગુનો થતા જ કાર્યવાહી થાય છે. આ કાયદો કે વન વિભાગની જોગવાઈ માત્ર અમદાવાદ શહેર પુરતી જ નથી, પરંતુ ગુજરાતભરમાં લાગુ પડે છે. એટલે કોઈ પણ જગ્યાએ કપિરાજને ખાવાનું ખવડાવું એ વન વિભાગની જોગવાઈ અનુસાર ગુનો બને છે.

વર્ષ 2025 માં 1 હજાર થી વધુ કપિરાજને વન વિભાગે રેસ્ક્યુ કર્યા હતા. વન વિભાગ દ્વારા તપાસ કરતા કપિરાજ, જે ખોરાક ખાવાની ટેવ વાળા બની ગયા હતા તેમને ત્યારબાદ તે પ્રકારનો ખોરાક ના મળે ત્યારે કપિરાજ કરડવા કે બચકા ભરવા દોડતા હોવાના કિસ્સા બને છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ નરોડા, પાલડી, મણિનગર અને અસારવા, શાહીબાગમાંથી કપિરાજને વન વિભાગે રેસ્ક્યૂ કર્યાં છે. અમદાવાદ વન વિભાગનો હેલ્પ લાઇન નંબર 76000 09845 છે. હેલ્પ લાઇન નંબર દ્વારા કપિરાજને લઈને માહિતી આપી શકો છો. વન વિભાગે અપીલ કરતા કહ્યું કે, કપિરાજને હેરાન ના કરવા અને કોઈએ કપિરાજને નહીં ખવડાવવા જણાવ્યું છે.

ચૂંટણી ટાણે ભાજપમાં જૂનો દાવ ફરી રમાયો, સોશિયલ મીડિયામાં નનામી પત્રિકા થઈ વાયરલ, જુઓ વીડિયો

Follow Us
અમદાવાદ: લારી જપ્ત થતા મહિલાનો AMC કચેરીએ હંગામો
અમદાવાદ: લારી જપ્ત થતા મહિલાનો AMC કચેરીએ હંગામો
અમદાવાદમાં પાણીપુરીની લારીઓ પર કોર્પોરેશન લગાવશે QR કોડ
અમદાવાદમાં પાણીપુરીની લારીઓ પર કોર્પોરેશન લગાવશે QR કોડ
ભલે ને હોય અલ નીનો, ગુજરાતમાં તો સારું જ રહેવાનું છે ચોમાસુ-જુઓ Video
ભલે ને હોય અલ નીનો, ગુજરાતમાં તો સારું જ રહેવાનું છે ચોમાસુ-જુઓ Video
BJPનો ઉમેદવાર હારતા સરકારી ગ્રાન્ટમાંથી નાખેલી સોલાર લાઈટો ઉતારી લેવાઈ
BJPનો ઉમેદવાર હારતા સરકારી ગ્રાન્ટમાંથી નાખેલી સોલાર લાઈટો ઉતારી લેવાઈ
એક નિર્ણય અને ભડક્યા વકીલો! ગુજરાતના આ જિલ્લામાં શું ચાલી રહ્યું છે?
એક નિર્ણય અને ભડક્યા વકીલો! ગુજરાતના આ જિલ્લામાં શું ચાલી રહ્યું છે?
ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિકેમ દુર્ઘટનામાં માનવ અધિકાર આયોગનો સુઓમોટો
ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિકેમ દુર્ઘટનામાં માનવ અધિકાર આયોગનો સુઓમોટો
અંબાલાલ પટેલની મોટી આગાહી! આ તારીખે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી! આ તારીખે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરુ થશે
AI અને ડીપફેકથી અમદાવાદમાં મોટું સાયબર કૌભાંડ, 4 આરોપી ઝડપાયા
AI અને ડીપફેકથી અમદાવાદમાં મોટું સાયબર કૌભાંડ, 4 આરોપી ઝડપાયા
મહીસાગરના બાલાસિનોર ST બસ ડેપોમાં બસની ફિલ્મી ઢબે ચોરી
મહીસાગરના બાલાસિનોર ST બસ ડેપોમાં બસની ફિલ્મી ઢબે ચોરી
લૂંટારૂઓને બેંકના એલાર્મના વાયર કાપ્યા ન હતા, જુઓ CCTV વીડિયો
લૂંટારૂઓને બેંકના એલાર્મના વાયર કાપ્યા ન હતા, જુઓ CCTV વીડિયો
g clip-path="url(#clip0_868_265)">