AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચૂંટણી ટાણે ભાજપમાં જૂનો દાવ ફરી રમાયો, સોશિયલ મીડિયામાં નનામી પત્રિકા થઈ વાયરલ, જુઓ વીડિયો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે, ભાજપના કોઈ જાણકાર કાર્યકરે, જૂનો દાવ નવેસરથી અજમાવ્યો છે. ભાજપના લેટરહેડ જેવી પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે. આ પત્રિકામાં ઉમેદવારની પસંદગી અને તેણે કરવાના અને ના કરવાના કામનો ઉલ્લેખ છે. જો કે, આ પત્રિકા અંગે ભાજપે હજુ સુધી ખોખારીને કાંઈ પણ કહ્યું નથી.

ચૂંટણી ટાણે ભાજપમાં જૂનો દાવ ફરી રમાયો, સોશિયલ મીડિયામાં નનામી પત્રિકા થઈ વાયરલ, જુઓ વીડિયો
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2026 | 6:01 PM
Share

ગુજરાત ભાજપમાં વાયરલ થઈ રહેલ નનામી પત્રિકાએ તહેલકો મચાવ્યો છે. ચૂંટણી ટાણે ભાજપ અને પત્રિકા એ બન્ને એક બીજાના પર્યાય બની ચૂકેલા છે. ગુજરાત ભાજપમાં જ્યારે પણ કોઈ ખાનગી વાત જાહેર કરવી હોય ત્યારે પત્રિકાનો સહારો લેવામાં આવે છે. આ પ્રકારની કામગીરી આજકાલ નહીં, વર્ષોથી ચાલી આવે છે. વાયરલ પત્રિકા મીડિયા કર્મી પાસે આવે ત્યારે તેમાથી સમાચાર બને અને વાયરલ પત્રિકાનો હેતુ સરી જાય છે. કોણે મીડિયાને વિગતો આપી છે કે વિગતવાર કહ્યું છે તે શિસ્તબદ્ધ પક્ષમાં ક્યારેય જાહેર થતું નથી.

હાલમાં આ મહિનાના અંતે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પણ ભાજપમાં એક નનામી પત્રિકા ફરતી થઈ છે. આ પત્રિકામાં મુખ્યત્વે ઉમેદવારને લગતી વિગતો છે. ઉમેદવાર કેવો હોવો જોઈએ તેની વિગતોને ટાંકવામાં આવી છે. નનામી પત્રિકા સોશિયલ મીડિયા પર વાયરલ થવાથી રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે. ઉમેદવારોની સત્તાવાર જાહેરાત પહેલા જ આ પત્રિકા વાયરલ થતા દાવેદારો અને કાર્યકરોમાં ગૂંચવણની સ્થિતિ ઉભી થઈ છે.

વાયરલ થયેલી આ પત્રિકામાં ઉમેદવારો માટે કરવાના અને ના કરવાના મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાસ કરીને નિરિક્ષકોની બેઠક દરમિયાન થતી આંતરિક ચર્ચાઓ, પ્રેસ અને મીડિયા સુધી ના પહોંચે તેની ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

પત્રિકામાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ટિકિટ મળ્યા બાદ જો કોઈ વ્યક્તિ સંગઠનમાં અન્ય કોઈ જવાબદારી સંભાળી રહ્યો હોય તો તેણે તેમાંથી રાજીનામું આપવું પડશે, એટલે કે “એક વ્યક્તિ – એક પદ”નો સિદ્ધાંત લાગુ કરવાનો ભાર મૂકવામાં આવ્યો છે.

કાર્યકરોમાં નારાજગી ઉભી થાય તો તેને સાંભળવા અને ઉકેલવા માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની પણ સૂચના આપવામાં આવી છે. સાથે જ અન્ય પાર્ટીના ઉમેદવારોની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂર પડે તો અપક્ષ ઉમેદવાર ઊભો કરવાની વ્યૂહરચના અંગે પણ ઉલ્લેખ જોવા મળે છે.

મોટા ભાગે કુલ 15 મુદ્દાઓનો સમાવેશ કરતી આ પત્રિકા હાલ સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે વાયરલ થઈ રહી છે. જોકે, આ પત્રિકા સાચી છે કે ખોટી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી, જેના કારણે ભાજપના દાવેદારોમાં અસમંજસતા વધી રહી છે.

આ મામલે ભાજપ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી અને પત્રિકા અંગે કંઈપણ કહેવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. પરિણામે, આ પત્રિકાની વિશ્વસનીયતા અંગે સવાલો ઉઠી રહ્યા છે અને ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે.

( With Input Ronak Verma Ahmedabad )

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">