Bhavnagar: પત્તાના ઘરની જેમ ગણતરીની સેકન્ડમાં મકાન થઈ ગયું ધરાશાહી, સામે આવ્યો ચોંકાવનારો વિડીયો

ભાવનગર શહેરમાં એક મકાન ધરાશાહી થઇ જતા ખલબલી મચી ગઈ. ભારે વરસાદના કારણે એક જૂનું મકાન થોડી જ સેકન્ડમાં નામશેષ થઇ ગયું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 7:14 PM

ભાવનગરથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભાવનગર શહેરમાં એક મકાન ધરાશાહી થઇ જતા ખલબલી મચી ગઈ. જાહેર છે કે છેલ્લા કેટલાક દિવસોથી ભાવનગરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ઘણું નુકસાન પણ જોવા મળી રહ્યું છે. આવામાં ભાવનગર શહેરમાં એક જૂનું મકાન ધરાશાહી થઇ ગયું છે. જેનો વિડીયો સામે આવ્યો છે. આ દ્રશ્યો ખુબ ચોંકાવનારા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આખું મકાન જમીનદોસ્ત થઇ ગયું છે.

તમને જણાવી દઈએ કે ભાવનગર શહેરમાં આ મકાન મામા કોઠા રોડ પર આવ્યું હતું. મળેલી માહિતી પ્રમાણે આ મકાન ખુબ જૂનું હતું. આ જુનવાણી મકાન ધરાશાહી થતા આજુબાજુના લોકો ચોંકી ગયા હતા. જો કે સારી બાબત એ છે કે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી.

ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ખુબ વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ઠેર ઠેર આવા નુકસાન જોવા મળી રહ્યા છે. ક્યાંક આખે આખા વિસ્તાર પાણીમાં ડૂબેલા જોવા મળ્યા છે. તો ક્યાંક ઘણા મકાન ધરાશાહી થયા છે. એટલું જ નહીં સૌરાષ્ટ્રના ઘણા માર્ગો પાણીએ ધોઈ નાખ્યા છે. રસ્તા અને પૂલને પણ ખુબ નુકસાન પહોંચ્યાના સમાચાર આવ્યા છે. જેની અસર યાતાયાત પર પણ પડી છે. હવે જોવું રહ્યું કે ક્યારે મેઘ રાજા ખમૈયા કરે છે અને ક્યારે પરિસ્થિતિ નોર્મલ બને છે.

 

આ પણ વાંચો: રાજકોટમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું, “હું CM હતો અને CM રહીશ”

આ પણ વાંચો: OMG: આ વ્યક્તિ નામ, દેખાવ, જન્મ તારીખ જ નહીં પરંતુ અઢળક સામ્યતા ધરાવે છે PM મોદી સાથે

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">