રાજકોટમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું, “હું CM હતો અને CM રહીશ”

વિજય રૂપાણીએ કહ્યું, "પદ છોડવું અઘરૂ હોય છે, પરંતુ ઘડીના છઠ્ઠા ભાગમાં રાજીનામું આપી દીધું."

RAJKOT : મુખ્યપ્રધાન પદ છોડ્યા બાદ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટમાં પ્રથમ સંબોધન કર્યું અને કહ્યું
“હું CM હતો અને CM રહીશ” પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના સંબોધન દરમિયાન કાર્યકરો ભાવૂક થયા હતા.
તેમણે કહ્યું અનેક એવા કાર્યકર્તાઓ, જેમને કાંઈ મળ્યું નહીં પરંતુ પક્ષ માટે કામ કરે છે.વિજય રૂપાણીએ કહ્યું, “પદ છોડવું અઘરૂ હોય છે, પરંતુ ઘડીના છઠ્ઠા ભાગમાં રાજીનામું આપી દીધું.” તેમણે કહ્યું રાજકોટ માટે શક્ય હોય તેટલું કામ કરવાનો પ્રયાસ કર્યો છે અને હવે આજી ડેમ ક્યારેય ખાલી નહીં રહે.

રાજકોટમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું, “હું CM હતો અને CM રહીશ, CM એટલે કોમન મેન”. મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું આ નિવેદન ઘણું જ સૂચક છે. ગુજરાતના રાજકારણમાં ત્યારે ભૂકંપ આવ્યો જયારે સરકાર અને સંગઠનમાં સબ સલામતના દાવા કરવામાં આવી રહ્યાં અને અચાનક વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું હતું. જો કે વિજય રૂપાણી માટે આ સહજ હતું, માટે જ નવા પ્રધાનમંડળના શપથ ગ્રહણ બાદ અને રાજકોટ પહોચ્યા બાદ તેઓના મુખ પર જરા પણ દુઃખની લાગણી દેખાતી નહતી. પણ આજનું રાજકોટમાં તેમનું સંબોધન ઘણું કહી જાય છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજીનામુ આપ્યા બાદ ગઈકાલે 16 સપ્ટેમ્બરે પહેલી વખત પોતાના વતન રાજકોટ પહોંચ્યા હતા.તેમના નિવાસ સ્થાને સ્થાનિક કાર્યકર્તાઓ સ્વાગત કર્યુ હતું.પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે તેમના પત્ની અંજલીબેન પણ હતા. આ તબક્કે તેમણે મીડિયાને સંબોધન કરતા કહ્યું, “મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપ્યા બાદ નવા પ્રધાનમંડળની શપથવિધિ કરાવીને પહેલી વાર રાજકોટ આવ્યો છું.ખુબ હળવાશ અને મુક્ત થઈને આહી આવ્યો છું અને આનંદ છે.”

Click on your DTH Provider to Add TV9 Gujarati