Rajkot : ત્રીજી લહેરના ભણકારા ? રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી પાંચ મહિનાના બાળકનું મોત

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી (Corona) પાંચ મહિનાના બાળકનું નિધન થયુ છે,બાળકને કોરોના થતા 19 ઓગસ્ટના રોજ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.ત્યારે આજે વહેલી સવારે બાળકનું મુત્યુ થયુ છે.

Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 21, 2021 | 3:09 PM

Rajkot : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પાંચ મહિનાના બાળકનું કોરોનાને કારણે નિધન થયુ છે. તમને જણાવી દઈએ કે, બાળકને કોરોના થતા સિવિલ હોસ્પિટલમાં 19 ઓગસ્ટના રોજ દાખલ કરવામાં આવ્યો હતો. કોરોનાની ત્રીજી લહેરની આગાહીની વચ્ચે પાંચ મહિનાના બાળકનું કોરોનાથી મોત થયું છે. બાળકને કોરોના થતા 19 ઓગસ્ટના રોજ તેને સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું જ્યાં આજે વહેલી સવારે તેનું મોત નીપજ્યું છે.

રાજકોટ સિવીલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ આર.એસ.ત્રિવેદીએ (H Trivedi) જણાવ્યુ હતુ કે, “બાળકને ખાનગી હોસ્પિટલમાંથી અહીં લાવવામાં આવ્યો હતો અને બાળકને છેલ્લા પાંચ દિવસથી તાવ આવતો હતો અને સ્થિતિ વધારે ગંભીર બનતા તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો જ્યાં આજે તેનું મોત નીપજ્યું છે.”

ત્રણ બાળકોમાં શંકાસ્પદ લક્ષણો

આરોગ્ય વિભાગના કહેવા પ્રમાણે, બાળક મૂળ રાજકોટના કોઠારિયા (Kothariya) વિસ્તારનો રહેવાસી છે જો કે છેલ્લા પાંચ મહિનાથી તે તેના માતા સાથે ધોરાજીમાં રહેતો હતો જેથી તેને ધોરાજીથી કોરોનાનો ચેપ લાગ્યો હોવાની આશંકા છે તમને જણાવી દઈએ કે,સિવીલ હોસ્પિટલમાં હજુ પણ ત્રણ બાળકોમાં શંકાસ્પદ લક્ષણો છે જેનો રિપોર્ટ આવવાનો બાકી છે.

પરિવારજનોના RTPCR રિપોર્ટ કરીને આઇસોલેટ કરાયા-DDO

આ અંગે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ કહ્યું હતુ કે, બાળકને કોરોનાની સાથે અન્ય બિમારી પણ હતી.હાલ, જે સ્થળેથી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે.બાળક સાથે રહેતા તેમના પરિવારજનોના RTPCR રિપોર્ટ કરવામાં આવ્યા છે.આ ઉપરાંત ગ્રામ્ય સ્તરે દોઢ લાખ બાળકોની આરોગ્યની (Health) ચકાસણી કરવામાં આવી છે,જો કે કોઇપણ બાળકનો રિપોર્ટ પોઝિટિવ નથી, હવે 6 થી 10 વર્ષની ઉંમરના બાળકોની આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે.

શહેરમાં ડોર ટુ ડોર સર્વે કરવામાં આવશે

સિવીલ હોસ્પિટલમાં પાંચ મહિનાના બાળકનું મોત થતા શહેરનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે.રાજકોટના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ કહ્યું હતુ કે, શહેરમાં ફરી ડોર ટુ ડોર સર્વે હાથ (Door to Door Survey) ધરાશે તેમાં પણ ખાસ બાળકોની ચકાસણી કરવામાં આવશે અને જો કોઇ બાળકમાં લક્ષણો જોવા મળશે તો તેને આઇસોલેટ કરીને રિપોર્ટ પણ કરવામાં આવશે.

 

આ પણ વાંચો: Surat : પાર્કિંગમાં કારની અડફેટે માસુમનું મોત, માસુમની આંખોનું દાન કરાયું

આ પણ વાંચો:  Ahmedabad : કોઇ યુવતીને તેના બાળકનો પિતા કોણ છે ? તે કહેવા દબાણ કરી શકાય નહીં : હાઇકોર્ટ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">