AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : પાર્કિંગમાં કારની અડફેટે માસુમનું મોત, માસુમની આંખોનું દાન કરાયું

માસુમ ફ્લેટના કંપાઉન્ડમાં બાળમિત્રો સાથે રમી રહ્યો હતો. ત્યાર બાદ એક સફેદ કલરની કાર માસુમને કચડીને ફરાર થઇ હતી. આજુબાજુના લોકો માસુમને લોહીના ખાબોચિયામાં જોઈને ગભરાઇ ગયા હતાં.

Surat : પાર્કિંગમાં કારની અડફેટે માસુમનું મોત, માસુમની આંખોનું દાન કરાયું
Surat: innocent eyes donated
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2021 | 9:26 AM
Share

Surat : શહેરના સિટીલાઈટના સૂર્યપ્રકાશ રેસિડેન્સી કેમ્પસમાં અજાણ્યા વાહનચાલકની અડફેટે સાડાત્રણ વર્ષનું બાળક માસુમ કચડાઈ જતા બાળકનું મોત થતા પરિવારજનોમાં શોક છવાયો હતો. તો આ મામલે  તાત્કાલિક ઉમરા પોલીસે આ બાબતે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સુરતના પીપલોદ વિસ્તારમાં ગુરુવારની મોડી સાંજે બનેલી ઘટનામાં એક સાડા ત્રણ વર્ષનું બાળક પોતાના ઘર નીચે રમી રહ્યો હતો. તે દરમિયાન કોઈ અજાણ્યા કાર ચાલક દ્વારા અડફેટમાં લેતા બાળકને ઈજા થઈ હતી. જેથી બાળકને તાત્કાલિક સોસાયટીના લોકો હોસ્પિટલ લઈ ગયા હતા. પણ બાળકનું સારવાર દરમિયાન મોત થયું, બાદમાં ઉમરા પોલીસને જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

માસુમના મૃતદેહને જોઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પણ બાળકના મોત બાદ પણ પરિવાર દ્વારા એની આંખ કોઈનામાં જીવિત રહેશે તો તે દુનિયા જોઈ શકશે. જે સમજીને સાડાત્રણ વર્ષના બાળકની આંખોને ડોનેટ કરી છે. અને, મૃતક બાળકની આંખો લોક દૃષ્ટિ ચક્ષુ બેંકે સ્વિકારી હતી. બાળકની દાનમાં મળેલી આંખો કોઈ બે વ્યક્તિની અંધારી દુનિયાને રંગીન જરૂર કરશે. હાલ તો ઉમરા પોલીસે આજુબાજુના સીસીટીવીને આધારે શોધખોળ કરી કાર ચાલકને પકડવા તપાસ કરવામાં આવી રહી છે.

શું છે સમગ્ર ઘટના ?

માસુમ ફ્લેટના કંપાઉન્ડમાં બાળમિત્રો સાથે રમી રહ્યો હતો. ત્યાર બાદ એક સફેદ કલરની કાર માસુમને કચડીને ફરાર થઇ હતી. આજુબાજુના લોકો માસુમને લોહીના ખાબોચિયામાં જોઈને ગભરાઇ ગયા હતાં. આ અંગે તાત્કાલિક જાણ થતા માસુમનો આખો પરિવાર દોડીને કેમ્પસમાં દોડી આવ્યો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં માસુમ પુત્રને જોઈ પરિવારની હાલત ખરાબ થઇ ગઇ હતી. માસુમને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તબીબોએ તેને મૃત જાહેર કરતાં જૈન પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો.

બાળકોની આંખોનું દાન ઘણા ઓછા કેસમાં જોવા મળે છે સુરતમાં આ પ્રથમ કિસ્સો નોંધાયો છેકે જેમાં માસુમની આંખોનું દાન કરવામાં આવ્યું હોય. આ અગાઉ 5 વર્ષના બાળકની આંખો ડોનેટ કરાઈ હોવાનું સામે આવ્યું છે. મોટાભાગના કેસમાં 65 ટકા આંખનું ડોનેટ સિનિયર સિટિઝન કરતા હોય છે. જોકે, સિનિયર સિટીઝનની આંખોનો ઉપયોગ બહુ ઓછો થાય છે. ત્યારે સુરતમાં માત્ર સાડા 3 વર્ષના બાળકની બંને આંખોનું દાન ઉદાહરણરૂપ કિસ્સો છે.

આ પણ વાંચો : Video : નાના ભાઈ-બહેનની જોડીએ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો જોઈને તમે પણ થઈ જશો ખુશ !

આ પણ વાંચો : Viral Video : એક વ્યક્તિ રેલવે ટ્રેક પર બેહોશ થઈને પડી ગયો, પછી જે થયુ એ જોઈને તમે પણ થઈ જશો આશ્વર્યચકિત !

Follow Us
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">