AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : નારોલ યુવક ગે એપ્લિકેશનના મિત્રનો ભોગ બન્યો, 3 આરોપીએ મારમારી કરી લૂંટ, 2ની ધરપકડ, જુઓ Video

અમદાવાદમાં ગે એપ્લિકેશનનો વધુ એક યુવાન ભોગ બન્યો છે. આરોપી કરણ શર્મા અને વિશાલ તિવારીએ નારોલના એક યુવકને ગે એપ્લિકેશન દ્વારા મિત્રતા કરીને લૂંટી લીધો હોવાની ઘટના બની છે.

Ahmedabad : નારોલ યુવક ગે એપ્લિકેશનના મિત્રનો ભોગ બન્યો, 3 આરોપીએ મારમારી કરી લૂંટ, 2ની ધરપકડ, જુઓ Video
Ahmedabad
Harin Matravadia
| Edited By: | Updated on: Dec 14, 2024 | 9:03 AM
Share

અમદાવાદમાં ગે એપ્લિકેશનનો વધુ એક યુવાન ભોગ બન્યો છે. આરોપી કરણ શર્મા અને વિશાલ તિવારીએ નારોલના એક યુવકને ગે એપ્લિકેશન દ્વારા મિત્રતા કરીને લૂંટી લીધો હોવાની ઘટના બની છે. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે કે એક યુવક છેલ્લા બે વર્ષથી ગે ડેટિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. 23મી નવેમ્બરના દિવસે આ એપ્લિકેશન પર યુવકને એક આઈડી પરથી મેસેજ આવ્યો અને બાદમાં બંન્ને વચ્ચે વાતચીત થતી હતી.

અમદાવાદનો વધુ એક યુવક ગે એપ્લિકેશનનો ભોગ બન્યો

25મી નવેમ્બરના દિવસે સામેવાળી વ્યક્તિએ મળવા માટે બોલાવતા આ યુવક સીટીએમ ચાર રસ્તા તેને મળવા માટે ગયો હતો. જ્યાં તેને કરણ ઉર્ફે કાનો શર્મા અને યુવરાજ દરબાર નામના બે યુવકો મળવા માટે આવ્યા હતાં. બાદમાં આરોપીઓ યુવકને એક્ટિવા પર બેસાડીને નારોલ રંગોલીનગર ખાતે એક મકાનમાં લઇ ગયા હતાં. જ્યાં રૂમના દરવાજા પાસે પહોંચતા જ કરણએ તેને રૂમમાં ધક્કો માર્યો અને બળજબરીથી શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું. યુવકે ઇન્કાર કર્યો તો 3 આરોપીઓ કરણ, વિશાલ અને યુવરાજે છરી બતાવીને ધમકી આપીને 2 મોબાઈલ અને 300 રૂપિયા રોકડની લૂંટ કરી તેમજ બેંકના એકાઉન્ટમાંથી રૂ 20 હજાર ટ્રાન્સફર કરાવીને લૂંટ કરી હતી. નારોલ પોલીસે લૂંટનો ગુનો નોંધીને 2 આરોપીની ધરપકડ કરી છે.

આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ નોંધાયા છે ગુના

પોલીસ તપાસમાં સામે આવ્યું કે ગે એપ્લિકેશનથી લૂંટ કરવાના ષડ્યંત્રનો મુખ્ય સૂત્રધાર કરણ શર્મા છે. જે ઘરમાં આરોપીને માર મારીને લૂંટ કરવામાં આવી તે પણ કરણનું જ ઘર છે. આ ત્રણેય આરોપીઓ મિત્રો છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી કરણ શર્મા અને વિશાલ તિવારી વિરુદ્ધ અગાઉ આનંદનગરમાં પણ લૂંટનો ગુનો નોંધાયો છે. ગુનાખોરીની માનસિકતા ધરાવતા આ આરોપીએ ગે એપ્લિકેશનમાં આવતા યુવકોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હતું.

પોલીસે 2 આરોપીની કરી ધરપકડ

છેલ્લા 2 વર્ષથી આ એપ્લિકેશનનો ઉપયોગ કરનાર ઇલેક્ટ્રિક એન્જીનીયરનો અભ્યાસ કરતા યુવકને આરોપીએ ટાર્ગેટ કરીને લૂંટ કરી. આ ત્રિપુટી ગેંગએ આ પ્રકારે અનેક યુવકોને ટાર્ગેટ કર્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ છે, પરંતુ ગે એપ્લિકેશન હોવાથી કોઈ ફરિયાદ નોંધાવી નથી. આ કેસમાં પણ યુવકને માર મારતા તેને ફેક્ચર થઈ ગયું હોવાથી પરિવારને ઘટનાની જાણ થતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમા પહોંચ્યો હતો અને પોલીસે મોબાઈલ લોકેશનના આધારે બે આરોપીને ઝડપી લીધા છે.

ગે એપ્લિકેશન દ્વારા લૂંટ કેસમાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત આ કેસમાં હજુ યુવરાજ દરબાર નામનો આરોપી ફરાર હોવાથી જુદી જુદી ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
g clip-path="url(#clip0_868_265)">