પુષ્પા સ્ટાઈલમાં પાટણમાં કરોડોનું લાલ ચંદન ઝડપાયુ, 4.5 ટન ચંદનનો જથ્થો જપ્ત કરાયો- Video

પુષ્પા સ્ટાઈલમાં પાટણમાં કરોડોનું લાલ ચંદન ઝડપાયુ, 4.5 ટન ચંદનનો જથ્થો જપ્ત કરાયો- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2024 | 7:56 PM

પાટણમાંથી 4 ટનથી વધુ લાલ ચંદનનો જથ્થો ઝડપાયો છે, જેની કિંમત ₹2 કરોડથી વધુ છે. આંધ્રપ્રદેશ પોલીસે બાતમીના આધારે પાટણમાં દરોડા પાડીને આ જથ્થો કબજે કર્યો છે.પુષ્પા સ્ટાઈલમાં ચંદનની દાણચોરી સામે આવી છે. આરોપીઓએ વિદેશમાં મોકલવાના ઈરાદાથી ચંદનનો જથ્થો ગુજરાતમાં ઘુસાડ્યો હતો.

પુષ્પા ફિલ્મની જેમ પાટણમાંથી પણ કરોડોની કિંમતનું ચંદન દાણચોરીમાં પકડાયુ છે. પુષ્પા-2 ફિલ્મમાં જેવી રીતે રક્તચંદનની દાણચોરીને અંજામ અપાય છે તેવી જ રીતે, આંધ્રપ્રદેશથી તસ્કરી કરીને લાલ ચંદનને ગુજરાતમાં ઘૂસાડવાના કારસાનો પર્દાફાશ થયો છે અને પાટણમાંથી ઝડપાયો છે લાલ ચંદનનો જથ્થો. આંધ્રપ્રદેશ પોલીસે બાતમીના આધારે પાટણમાં દરોડા પાડ્યા અને ખાનગી ગોડાઉનમાં છૂપાવાયેલું 4 ટન જેટલું લાલ ચંદન મળી આવ્યું. સમગ્ર ઘટના પર નજર કરીએ તો, લાલ ચંદનની તસ્કરીમાં ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં ગુજરાત કનેક્શન સામે આવ્યું હતું. આરોપીઓ પાસેથી માહિતી મળતા જ આંધ્રપ્રદેશ STFએ પાટણ પોલીસની મદદ લીધી અને હાંસાપુરના શ્રેય વિલાના ગોડાઉન નંબર 70માં છૂપાવાયેલા કરોડોના રક્તચંદનના 150 ટુકડા પકડી પાડ્યા હતા.

મળતી પ્રાથમિક જાણકારી અનુસાર રક્ત ચંદનનો જથ્થો ગુજરાતમાંથી વિદેશ મોકલવાનો હતો. આ અંગે સિદ્ધપુર DySP કે .કે .પંડ્યાએ જણાવ્યું હતું કે, સાઉથ એશિયાના દેશો અને ચીનમાં મેડિકલમાં ઉપયોગમાં લેવાતુ હોવાથી, દાણચોરો ત્યાં મોકલવાની ફિરાકમાં હતા. વધુ કિંમત મળે તેમ હોવાથી દાણચોરોએ વિદેશ મોકલવાનું આયોજન કર્યુ હતુ. ટાસ્કફોર્સની ટીમના જણાવ્યા અનુસાર પકડાયેલા ચંદનની કિંમત બે કરોડ જેટલી છે.

સ્થાનિક પોલીસને સાથે રાખી જથ્થો ઝડપ્યો

આંધપ્રદેશની પોલીસે પાટણ એલસીબી અને બાલીસણા પોલીસને સાથે રાખી ગોડાઉન નંબર 70માં તપાસ હાથ ધરી હતી જેમા લાલ ચંદનના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. 4.5 ટન જેટલો જથ્થો ક્યાંથી આવ્યો, કોનો છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી. હાલ પાટણના 2 અને ડીસાના એક શખ્સનું નામ સામે આવ્યુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">