Gandhinagar : GILમાં ફરજ બજાવનાર તત્કાલીન એકજીક્યુટિવ રુચિ ભાવસારની ACBએ કરી અટકાયત, જુઓ Video

Gandhinagar : GILમાં ફરજ બજાવનાર તત્કાલીન એકજીક્યુટિવ રુચિ ભાવસારની ACBએ કરી અટકાયત, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2024 | 3:07 PM

ગુજરાતમાંથી અવારનવાર લાંચિયા અધિકારીઓ ઝડપાતા હોય છે. આવી જ ઘટના ગાંધીનગરમાં સામે આવી છે. ACBએ GILમાં ફરજ બજાવનાર તત્કાલીન એક્જીક્યુટિવ રુચિ ભાવસરની અટકાયત કરી છે. રુચિ ભાવસારની ACBએ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

સત્તાનો દુરપયોગ કરી રુચિ ભાવસારે કરોડો રૂપિયાની મિલકત વસાવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યા છે. રુચિ ભાવસર સામે વર્ષ 2017 થી 2022 દરમિયાન અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે. 4 કરોડ 7 લાખથી વધુ જંગમ, સ્થાવર મિલકતો લીધી હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે. રુચિએ પોતાના અને સગાવાળા નામે મિલકત લીધી હોવાનો ACBનો દાવો છે.

અમદાવાદમાં સરકારી વકીલ લાંચ લેતા ઝડપાયો હતો

બીજી તરફ આ અગાઉ અમદાવાદમાં સરકારી વકીલ લાંચ લેતા ઝડપાયો હતો. સરકારી વકીલ 20 લાખની લાંચ લેતા ઝડપાયો હતો. જેમાં ACBએ 3 આરોપી લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. કઠલાલ સિવિલ કોર્ટના વકીલ રાજેન્દ્ર ગઢવીએ લાંચ માગી હોવાનું સામે આવ્યુ હતુ. ફરીયાદી પાસે 50 લાખ લાંચની માગણી કરી હોવાનું સામે આવ્યુ હતું. 20 લાખ એડવાન્સ પેટે આપવાનું નક્કી થયુ હતુ. લાંચ લેનાર 2 વચેટીયાને ACBએ ઝડપી પાડ્યા હતા. મેટ્રો કોર્ટના વકીલ સુરેશ પટેલ અને વિશાલ પટેલ પણ ઝડપાયા છે.

Published on: Dec 13, 2024 03:06 PM
g clip-path="url(#clip0_868_265)">