Surat : કન્ટેનરમાં વિદેશી દારુની હેરાફેરીનો થયો પર્દાફાશ, લાખો રુપિયાના દારુ ઝડપી 2 આરોપીની કરી ધરપકડ, જુઓ Video

Surat : કન્ટેનરમાં વિદેશી દારુની હેરાફેરીનો થયો પર્દાફાશ, લાખો રુપિયાના દારુ ઝડપી 2 આરોપીની કરી ધરપકડ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2024 | 3:08 PM

સુરતમાં કન્ટેનરમાં વિદેશી દારુની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ત્યારે LCBએ કન્ટેનરચાલક અને ક્લિનરની ધરપકડ કરી છે. આશરે 14 લાખ 65 હજારના વિદેશ દારુ સહિત 35 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વિદેશી દારુ ભરાવનાર અને મંગાવનારા શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.

રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતો હોય છે. ત્યારે ફરી એક વાર સુરતમાંથી દારુનો જથ્થો ઝડપાયો છે. સુરતમાં કન્ટેનરમાં વિદેશી દારુની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ત્યારે LCBએ કન્ટેનરચાલક અને ક્લિનરની ધરપકડ કરી છે. આશરે 14 લાખ 65 હજારના વિદેશ દારુ સહિત 35 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વિદેશી દારુ ભરાવનાર અને મંગાવનારા શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.

સાણંદમાંથી ઝડપાયો લાખો રુપિયાનો દારુ !

બીજી તરફ આ અગાઉ અમદાવાદના સાણંદ વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા પાડ્યા હતા. સાણંદના ભાટિયાવાસમાં ખુલ્લી જાહેર જગ્યા અને ઘરમાં દરોડા પાડ્યા હતા. મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ભૂપત ઠાકોરના મકાન અને ખુલ્લી જગ્યામાંથી દારૂનો જથ્થો મળ્યો હતો. 2.50 લાખથી વધુ કિંમતની દારૂની 644 બોટલો મળી આવી હતી. દારૂના જથ્થા, બાઈક સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂ વેચનાર બે આરોપીઓની ધરપકડ કરી. મુખ્ય આરોપી ભૂપત ઠાકોર સહિત ત્રણ લોકોની શોધખોળ હાથ ધરી.

g clip-path="url(#clip0_868_265)">