Video : આધારકાર્ડ’ તો હતુ જ, હવે ‘અપાર કાર્ડ’ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !
શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ફરજિયાત બનાવાયેલ અપાર કાર્ડ મુદ્દે શાળા સંચાલકો નારાજ છે. આ કાર્ડ જનરેટ કરવાની જવાબદારી શાળાઓ પર ટોપવામાં આવી છે, જેનાથી વધારાનો બોજો પડ્યો છે.
ઘણીવાર તમે કટાક્ષમાં લોકોને એમ કહેતા સાંભળ્યા હશે કે હવે વ્યક્તિ તેના આધારકાર્ડથી ઓળખાય છે. અને આધારકાર્ડ અને તેની વિવિધ પ્રક્રિયાઓથી થતી, ક્યારેક થોડી, તો ક્યારેક ઘણી સમસ્યાઓથી પણ આપણે વાકેફ જ છીએ.
હવે વિદ્યાર્થીઓ માટે પણ એક નવું ઓળખ કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. જે છે અપાર કાર્ડ જેને મેળવવા અપાર સમસ્યાઓ થઈ રહી છે.
‘અપાર’ આઈડીની કામગીરી મુદ્દે શાળા સંચાલકો નારાજ હોવાનું સામે આવી રહ્યું છે. ‘અપાર’ આઈડી જનરેટ કરવાનું કામ શાળાઓ પર થોપવામાં આવ્યું હોવાની વાત પણ સામે આવી છે. મહત્વનું છે કે આ અપાર આઈ કાર્ડ બનાવવા માટે વાલીઓની મંજૂરી લેવાની છે. આધાર કાર્ડને શૈક્ષણિક ડેટા સાથે મેચ કરવાનું કામ આ કાર્ડમાં છે.
Latest Videos