Chup Teaser: સની દેઓલ અને દુલકર સલમાનની ફિલ્મ ‘ચુપ’નું ટીઝર રિલીઝ, અમિતાભ બચ્ચને કર્યું શેર
હિન્દી સિનેમાના દિગ્ગજ એક્ટર અને ડાયરેક્ટર ગુરુ દત્ત (Guru Dutt) સાહેબની 58મી બર્થ એનિવર્સરી ડાયરેક્ટર આર બાલ્કીએ તેની ફિલ્મ 'ચુપ'નું ટીઝર રિલીઝ કર્યું છે. આ ફિલ્મ ગુરુ દત્ત સાહેબને સમર્પિત હોવાનું કહેવાય છે.
9 જુલાઈએ હિન્દી સિનેમાના મહાન ડાયરેક્ટર અને એક્ટર ગુરુ દત્તની (Guru Dutt) બર્થ એનિવર્સરી છે અને આ દિવસે ફિલ્મ નિર્દેશક આર બાલ્કીએ તેમની ફિલ્મ ‘ચુપઃ રિવેન્જ ઓફ ધ આર્ટિસ્ટ’નું (Chup: Revenge Of The Artist) ટીઝર રિલીઝ કર્યું છે. આ ટીઝરને મહાનાયક અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ગુરુ દત્તને એક શ્રદ્ધાંજલિ છે. ફિલ્મના ટીઝરમાં સની દેઓલ, દુલકર સલમાન જોવા મળી રહ્યા છે. આ બંને સિવાય પૂજા ભટ્ટ પણ ફિલ્મમાં જોવા મળશે.
અહીં જુઓ ફિલ્મ ‘ચુપ’નું ટિઝર
દુલકર સલમાન, સની દેઓલ ટીઝરમાં જોવા મળ્યા
ફિલ્મના ટીઝરની શરૂઆત દુલકર સલમાનથી થાય છે. તે કાગળ કાપીને ફૂલ બનાવતો જોવા મળે છે અને ગુરુ દત્ત સાહેબની ફિલ્મ ‘કાગઝ કે ફૂલ’નું ગીત ‘વક્ત ને કિયા ક્યા હસીન સિતમ’ની ધૂન પર ‘હેપ્પી બર્થ ડે’ ગાઈ રહ્યો છે. દુલકર કાગળના ફૂલો બનાવી રહ્યો છે. તેને કાતરથી કાપીને ફૂલના આકારમાં ચોંટાડીને ગુલદસ્તો બનાવે છે અને પછી તેને લઈને છોકરીને આપે છે. કાગળનો ગુલદસ્તો જોઈને છોકરી કહે છે, ‘ગુરુ દત્તના બર્થ ડે પર કાગઝ કે ફૂલ, કાગઝ કે ફૂલને તે વખતે બહુ ક્રિટિસાઈઝ કરવામાં આવ્યું હતું’ જ્યારે ટીઝરમાં સની દેઓલ દેખાય છે અને પછી બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવે છે ‘ચુપ’. આ પછી ફિલ્મનું ટાઇટલ આવે છે અને પછી ‘કાગઝ કે ફૂલ’નું ગીત ‘વક્ત ને કિયા ક્યા હસીન સિતમ, તુમ રહે ના તુમ, હમ રહે ના હમ’.
અમિતાભ બચ્ચને પણ કર્યું ઈન્સ્ટાગ્રામ પર શેર
View this post on Instagram
આ એક સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ છે
બોલિવૂડ ફિલ્મ નિર્દેશક આર બાલ્કીની ફિલ્મ ‘ચુપઃ રિવેન્જ ઓફ ધ આર્ટિસ્ટ’ એક સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ છે. ગયા વર્ષે ડાયરેક્ટર આર બાલ્કીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમને આ વાર્તાનો વિચાર ઘણા લાંબા સમયથી હતો અને હવે તે આ વાર્તાને પડદા પર લાવવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં પૂજા ભટ્ટ પણ જોવા મળશે.
39 વર્ષની ઉંમરમાં થયું ગુરુ દત્તનું અવસાન
39 વર્ષની ઉંમરમાં ગુરુ દત્ત સાહેબનું 10 ઓક્ટોબર 1964ના રોજ અવસાન થયું હતું. તે દિવસે તે પેડર રોડ પરના તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે ગુરુ દત્તે દારૂની સાથે ઊંઘની ગોળીઓ પણ લીધી હતી અને આ જ તેમના મૃત્યુનું કારણ હોવાનું પણ કહેવામાં આવ્યું હતું. પરંતુ આ વાતની પુષ્ટિ થઈ શકી નથી.
વર્ષ 1959માં આવી હતી ફિલ્મ ‘કાગઝ કે ફૂલ’
ગુરુ દત્તની ફિલ્મ ‘કાગઝ કે ફૂલ’ વર્ષ 1959માં આવી હતી. તે દેશની પ્રથમ સિનેમાસ્કોપ ફિલ્મ હતી. પરંતુ આ ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ થઈ હતી, પરંતુ તેમ છતાં, આ ફિલ્મને વર્ષ 1980માં ક્લાસિક ફિલ્મનો દરજ્જો આપવામાં આવ્યો હતો. કહેવાય છે કે આ ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ થયા બાદ ગુરુ દત્ત તંગીનો શિકાર બન્યા હતા અને તેમનો સ્ટુડિયો પણ બંધ થવાની કગાર પર પહોંચી ગયો હતો.